લોકસભામાં PM મોદીની ફટકાબાજી: સેના મજબુત બને તેવું નથી ઇચ્છતુ કોંગ્રેસ...

 રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે લોકસભામાં ચર્ચા કરી રહ્યા છે વડાપ્રધાન. 

લોકસભામાં PM મોદીની ફટકાબાજી: સેના મજબુત બને તેવું નથી ઇચ્છતુ કોંગ્રેસ...

નવી દિલ્હી : રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે લોકસભામાં ચર્ચા કરી રહ્યા છે વડાપ્રધાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પડકારને પડકારવો એ દેશનો સ્વભાવ છે, પડકારને પડકારતાં અમારી સરકાર સામાન્ય માનવીની આશા અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સંસદના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. લોકસભામાં આજે રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પર આગળની ચર્ચા થઇ રહી છે. વડાપ્રધાન મોદી આજે સદનમાં ચર્ચાનો જવાબ આપી શકે છે. રાજ્યસભામાં આજે પણ આ પ્રસ્તાવ પર આગળની ચર્ચા નહોતી થઇ શકી અને હોબાળાનાં કારણે સદનની કાર્યવાહીને આખા દિવસ માટે સ્થગીત કરવી પડી હતી. કાર્યવાહી મોડેથી ચાલુ થઇ હતી.

ધન્યવાદ પ્રસ્તાવ લોકસભામાં પાસ
ધન્યવાદ પ્રસ્તાવને લોકસભામાં ધ્વનીમતથી પસાર કરી દેવામાં આવ્યો હતો. સ્પીકરે સદનની કાર્યવાહી દિવસ માટે સ્થગીત કરી દીધી હતી. 

લુંટારાઓને ડરાવીને જંપીશુ
 લોકસભામાં વડાપ્રધાને કહ્યું કે, તમે અહંકારથી તમારા 400માંથી 40 થઇ ગયા અને અમે સેવાભાવના કારણે 2થી અહીં સત્તા પર આવીને બેસી ગયા. કોંગ્રેસને ભેળસેળવાળા વિશ્વમાં જીવવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ ડગલે પગલે તમારી નિષ્ફળતાઓ જોવા મળે છે. જો દેશની સમસ્યાઓથી મુક્ત થાય તો તમારી આ પરિસ્થિતી ન થઇ હોત. અમે ખેડૂતોને પાણી, ગામમાં વિજળી આપી છે અને આગળ પણ આમ જ કરતા રહીશું અને અમે ફરી સત્તામાં આવવાના છીએ. મોદીએ કહ્યું કે, દેશને લૂંટનારાઓને મોદી ડરાવીને જ જંપશે. દેશે મને આ જ કામ કરવા માટે પસંદ કર્યો છે. વિશ્વ આજે ભારતનું સાંભળે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે વિશ્વમાં ભારતની વાતનું વજન પડે છે, વિશ્વનાં દરેક નિર્ણય પહેલા ભારત વિશે ચર્ચા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, અમારા વિદેશમાં રહેનારા ભારતીય સમુદાયનાં આજે તમામ દળો માટે મુદ્દો બની ચુક્યા છે. કુંભને આજે વૈશ્વિક માન્યતા મળી ચુકી છે. વિશ્વનાં તમામ દેશોનાં પ્રતિનિધિ કુંભ મેળામાં આવી રહ્યા છે, અગાઉની સરકાર ભારતની આ શક્તિને નજર અંદાજ કરતી આવી છે. 

ખેડૂતો માટે અનેક યોજનાઓ
ખેડૂતો મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે 10 વર્ષમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવામાફીનું ચક્ર બનાવ્યું છે. વર્ષ 2009માં જેટલા માટે દેવામાફીની જાહેરાત કરી, ત્યારે ખેડૂતોનું દેવુ 6 લાખ કરોડ હતું અને તમે 52 હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કર્યું. આમ છતા ગરીબ ખેડૂતોનું દેવુ માફ નથી થયું. તમે દેવામાફીના નામે ખેડૂતો સાથે મોટી મજાક કરી. અમારી સરકાર ખેડૂતોને સશક્ત કરવા માટે સાડા ચાર વર્ષમાં અનેક યોજનાઓ લઇને આવી છે. અમે ખેડૂતો સાથે જોડાયેલી 99 યોજનાઓને ચાલુ કરવાનું કામ કર્યું છે. અમારી સરકાર ખેડૂતોને 6 હજાર રૂપિયા દર વર્ષે આપનારી યોજના લઇને આવી છે અને તેનો ફાયદો 12 કરોડ ખેડૂતોને મળશે. કોંગ્રેસની યોજનાઓ 1-2 કરોડ ખેડૂતો સુધી જ સીમિત હતી. 

રોજગારનાં મોરચે સરકાર સફળ
રોજગાર અંગે બોલતા વડાપ્રધાને કહ્યું કે, દેશમાં એરપોર્ટ, હાઇવે, માર્ગ બની રહ્યા છે. શું તે કોઇને રોજગાર અવસર આપ્યા વગર બની ગયું હશે. તેમણે કહ્યું કે, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજનાથી યુવાનોને સ્વરોજગાર મળે છે. આજે કોમન સર્વિક સેંટર્સનાં યુવાનોને રોજગાર આપવાનું કામ કર્યું છે. દેશના ભવિષ્યથી નવ યુવાનો સ્પષ્ટ રીતે જુડાયેલા છે. 

અમે રોજગારનો એજન્ડા બનાવ્યો
લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગરીબોનું ભલું થવું જોઇએ. ચૂંટણી તો આવતી જતી રહેશે. તેમણે કહ્યું કે, અમે ગરીબોને મફત સારવાર આપી છે અને દવાઓને સસ્તી કરવામાં આવી છે. રોજ 15 હજાર ગરીબોને આયુષમાન યોજનાનો લાભ થઇ રહ્યો છે. સવર્ણ અનામત અંગે બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે સામાન્ય વર્ગને ગરીબોને અનામત આપવાનું કામ કર્યું છે અને દેશમાં ગરીબ યુવાનોનાં સપનાને સાકાર કરી રહ્યા છીએ. ગત્ત 55 વર્ષમાં રોજગારનો કોઇ એજન્ડા નહોતો, અમે રોજગારનો એજન્ડા ગણાવ્યો છે. સામાજિક તણાવ દુર કરવાનું કામ અમારી સરકારે કર્યું છે. સંગઠિત ક્ષેત્રમાંમાત્ર 10 ટકા રોજગાર, 90 ટકા રોજગાર અસંગઠીત ક્ષેત્રથી જ આવે છે. તેમણે કહ્યું કે, ગત્ત ચાર વર્ષમાં 6 લાખ 35 હજાર પ્રોફેશનલ જોડાયા છે અને તેના કારણે નવા રોજગારનાં રસ્તાઓ ખુલ્યા છે. 15 મહિનામાં 1.8 કરોડ લોકો EPFO સાથે જોડાયા છે.

કોંગ્રેસ મુક્ત ભારત ગાંધીજીનું સપનુ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક દળ પોતાની જાતને સર્વોચ્ચ માને છે અને તે જ કારણે તમામ સંસ્થાઓનું અપમાન કરીએ છીએ. તેમણે કહ્યું કે ઘણા લોકો સીબીઆઇ, કોર્ટ, સેના પ્રમુખ, તમામનું અપમાન કરે છે. મોદીએ કહ્યું કે, હું તો ગાંધીજીનું સપનું પુરુ કરી રહ્યો છું. કોંગ્રેસ મુક્ત ભારત અમારૂ સપનું નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સદનમાં મોંઘવારી મુદ્દે સત્યથી પરની વાતો થઇ. તેમણે કહ્યું કે, મોંઘવારી પર જે ગીત પ્રસિદ્ધ થયા ત્યારે બંન્ને વખતે કોંગ્રેસની સરકાર હતી. એક વખત ઇંદિરા ગાંધી સમયે અને બીજુ રિમોટ કંટ્રોલની સરકાર હતી. જ્યારે જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારે ત્યારે મોંઘવારી વધી છે.

- ગરીબોની સારવાર માટે આયુષમાન ભારત યોજના અમારી સરકાર લાવી, આશરે 11 લાખ ગરીબોએ આ યોજનાનો અત્યાર સુધી ફાયદો ઉઠાવ્યો છે. 
- મોંઘવારી સાથે કોંગ્રેસનો અતુટ સંબંધ છે. જ્યારે પણ કોંગ્રેસ આવી મોંઘવારી વધી છે, ગત્ત 55 મહિનામાં મોંઘવારી દરને 4 ટકાની અંદર બાંધીને રાખી છે. 
- બાબા સાહેબ આંબેડકરે એકવાર કહ્યું હતું કે, કોંગ્રેસમાં જોડાવું આત્મહત્યા સમાન હશે. 
- કોંગ્રેસ અંગે મહાત્મા ગાંધી જાણી ગયા હતા, તેમને ખબર હતી કે તમામ વિકૃતીઓ કોંગ્રેસ ઝડપથી ગ્રહણ કરે છે. એટલા માટે તેમણે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો, આ નારો મારો નથી. હું મહાત્મા ગાંધીની 150મી જન્મ શતાબ્દીએ તેમની ઇચ્છા પુર્ણ કરવાનાં પ્રયાસો કરી રહ્યો છું. 
- સરદાર સરોવર ડેમનો શિલાન્યાસ નેહરૂજીએ કર્યો હતો અને હાલ મે તેનું ઉદ્ધાટન કર્યું. વિચારો આ વિદેશોઓથી ફંડ લેનારી સંસ્થાઓ શું કરતી હતી. 

ભાજપ વિરુદ્ધ અભદ્ર નિવેદન અને ગંદી ભાષા સાંભળવા મળી રહી છે
વડાપ્રધાન મોદીનો આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, આજે બેનામી સંપત્તીનો કાયદો આવ્યો છે અને ક્યાં ક્યાંથી સંપત્તીઓ નિકળી રહી છે. જેના કારણે કોંગ્રેસને પરેશાની થઇ રહી છે. તેમણે કહ્યું કે, પડકારો અને અડચણોથી વધારે મજબુત અમારા ઇરાદા છે. તેમણે કહ્યું કે, સેવાભાવ અને રાષ્ટ્રને સમર્પિત સરકારમાં જ એવું થઇ શકે છે. કોંગ્રેસે વિદેશી નાણા લાવવાનો રસ્તો ખોલી રહ્યા હતા, તેમણે ક્યારે પણ અટકાવવાનો પ્રયાસ નહોતો કર્યો. તેમને પરેશાની થઇ રહી છે એટલા માટે મારી વિરુદ્ધ અભદ્ર ભાષા અને ગંદી કોમેન્ટ સાંભળવા મળી રહી છે. 

રાફેલ ડીલ રદ્દ કરાવવા માંગે છે કોંગ્રેસ
લોકસભામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાફેલ પર દરેક આરોપનો જવાબ સંરક્ષણ મંત્રીએ આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી નથી ઇચ્છતી કે વાયુસેના મજબુત થાય. કોંગ્રેસ રાફેલનો સોદો રદ્દ કરવા માંગે છે, કોંગ્રેસ જણાવે કે કઇ કંપનીની ભલાઇ માટે આ સોદો રદ્દ કરાવવા માંગે છે. તમે દેશની સેના સાથે એવું વર્તન કરો ચો અને સેનાને 30 વર્ષનાં નિશસ્ત્ર બનાવીને મુકે છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સરકારમાં સંરક્ષણ સોદામાં વચેટિયાઓનો ઇતિહાસ રહ્યો છે. આ લોકો ખોટું પણ આત્મવિશ્વાસ સાથે બોલે છે કારણ કે અમે માનીએ છીએ કે, ગત્ત 55 વર્ષમાં એક પણ સંરક્ષણ ડીલ દલાલી વગર નથી થઇ.

સેનાની પાસે નહોતો જરૂરી સામાન
લોકસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હવે લૂંટનારા વિરુદ્ધ કાયદો આવી ચુક્યો છે અને લૂટાયેલા નાણાને પરત લાવવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે દેશ છોડીને, દેશના પૈસા લુંટીને ભાગી ગયા હતા તેઓ હવે ટ્વીટર પર રોઇ રહ્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સેના માટે કોંગ્રેસની સરકારમાં બુલેટપ્રુફ જેકેટ પણ નહોતા. સર્જિકલ સ્ટ્રાઇકના દાવાઓ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જવાનો પાસે પાયાની સુવીધાઓનો પણ અભાવ હતો, તેમની પાસે જુતા પણ નહોતા અને તમે સર્જીકલ સ્ટ્રાઇકની વાત કરો છો. સેનાને શક્તિશાળી બનાવવા અંગે કોંગ્રેસે ક્યારે પણ નથી વિચાર્યું. કોંગ્રેસે સેનાઓની જરૂરિયાતોને નજર અંદાજ કરવાનું કામ કર્યું, દેશ આ ગંભીર ભુલોને માફ નહી કરે.

કોંગ્રેસે બેંકોને પણ બરબાદ કરી
વડાપ્રધાને કહ્યું કે, આજે વચેટિયાઓ નથી અને પૈસા સીધા ગરીબનાં ખાતામાં જઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં 55 વર્ષ સત્તા ભોગનાં હતા અને અમારા 55 મહિના સેવાભાવનાં છે. મોદીએ કહ્યું કે, અમે યોગ્ય નિષ્ટા અને નીતિઓથી 24 કલાકમાં ગરીબો માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો ઇતિહાસગોટાળાઓનો રહ્યો છે. જ્યારે ખેલાડીઓ કોમન વેલ્થમાં પદક જીતવા માટે મહેનત કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસને પોતાની વેલ્થ વધારવાની ચિંતા હતી. ટુજી ગોટાળામાં શું થયું, આ આખો દેશ જાણે છે. તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલા નામદારનાં એક ફોન પર લોન અપાઇ જતી હતી, કોઇ પુછનાર વ્યક્તિ નહોતો. છ વર્ષમાં બેંકોની લોન 18 લાખ કરોડથી 52 લાખ કરોડ થઇ ચુકી છે. 

55 વર્ષ પર મારા 55 મહિના ભારે પડી રહ્યા છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ સત્તા પર પોતાનો હક માને છે. તેમણે કહ્યું કે, 55 વર્ષ પર મારા 55 મહિનાઓ ભારે પડી રહ્યા છે. સાડા ચાર વર્ષમાં 10 કરોડથી વધારે શૌચાલયો બન્યા છે, દેશનાં 10 કરોડ અમીરો માટે મે શૌચાલય બનાવવામાં આવ્યા છે, કારણ કે આ લોકો કહે છે કે મારી સરકાર અમીરો માટે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 55 મહિનામાં અમે 13 કરોડ ગેસ કનેક્શન આપવાનું કામ કર્યું છે. 18 હજાર ગામમાં વિજળી પહોંચવાનાં કારણે તમને સમસ્યા થાય છે, હવે 100 કરોડ લોકોની પાસે બેંક ખાતા છે, જે કામ આઝાદીનાં 20 વર્ષોમાં થવું જોઇતું હતું તે મારે પુર્ણ કરવું પડ્યું.

સંસ્થાઓને કોંગ્રેસે જ બરબાદ કરી
કોંગ્રેસ પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચૂંટણી પંચને અપમાનિત કરવાનું કામ કરવામાં આવ્યું. મહાભિયોગનાં નામે ડરાવવાનું કામ કોંગ્રેસે કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ચુંટાયેલી સરકારને બર્ખાસ્ત કરવાનું કામ કર્યું. કોંગ્રેસને સંસ્થાઓનું માન- સન્માનની વાત કરવી જોઇએ. તેમણે કહ્યું કે, કેબિનેટનાં નિર્ણયને પ્રેસ કોન્ફરન્સમાં જઇને ફાડવામાં આવ્યો. કૃપા કરીને મોદી તરફ આંગળી ચિંધતા પહેલા જરા વિચારી લેજો,બાકીની તમારા તરફ છે. ખડગેજી મુસીબતમાં ફસાયા છે અને દરેક વાતોનો વિરોધ કરી રહ્યા છે.

ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે 
ખડગેનાં નિવેદન પર વળતો હુમલો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે બહાર બોલવામાં આવે છે તે જ અંદર બોલવામાં આવે છે, જેનો અર્થ થયો કે તે સિદ્ધ થઇ ગયું કે, કોંગ્રેસનાં લોકો બહાર અને અંદર અલગ અલગ બોલી રહ્યા હતા. કારણ કે તેઓ ખોટુ બોલે છે. તેમણે કહ્યું કે, ખોટું બોલીને તમારી આદત ખરાબ થઇ ચુકી છે. તમને સત્ય સાંભળવામાં સમસ્યા થાય છે. સંસ્થાઓને બરબાદ કરવાનાં આરોપ અંગે વડાપ્રધાને કહ્યું કે, ઉલ્ટા ચોર આજે કોતવાલને ડાંટે છે. સેનાને અપમાનિત કરી તમે, ઇમરજન્સી લગાવી તમે, સેના પ્રમુખને ગુંડા ગણાવ્યા તમે, સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા, તખ્તા પલટના સમાચારો બનાવ્યા, આ સેનાનું અપમાન છે.
 

— ANI (@ANI) February 7, 2019

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચર્ચા દરમિયાન કહ્યું કે, કોંગ્રેસે પહેલા દેશમાં કાંઇ જ નહોતું અને જે દેશમાં થયું તે માત્ર એક વંશના કારણે થયો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત સાડા ચાર વર્ષમાં 11 નવેમ્બરથી છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા બની ચુક્યું છે. જેને ત્યારે 11 પર પહોંચવાનું ગૌરવ હતું તેમને આજે છઠ્ઠા નંબર પર આવ્યું તો દુખ થઇ રહ્યું છે. મોદીએ કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક બન્યું છે, બીજુ સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક, ઇન્ટરનેટ ડેટામાં સૌથી સસ્તું અને સૌથી વધારે ઉપયોગ કરતો દેશ બન્યો છે. આજે વિમાન ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. અમારી નીતિઓઓની આલોચના કરવી જોઇએ. આ લોકશાહી માટે સારુ છે. જો કે ભાજપ, મોદીની આલોચના કરતા દેશ વિશે ખોટી ટીપ્પણી પણ કરી રહ્યા છે. લંડનમાં ખોટી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. કોંગ્રેસની હુટિંગ પર મોદીએ કહ્યું કે, હું મર્યાદામાં રહું તે જ યોગ્ય છે.

ધન્યવાદ પ્રસ્તાવ પર વડાપ્રધાનનો જવાબ
વડાપ્રધાન મોદી હવે ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તેમણે સાર્થક ચર્ચા માટે સમગ્ર સદનનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તમામે સાર્થક ચર્ચા કરી અને કેટલીક ટીકા પણ કરી છે. વિપક્ષી દળોની મજબુરી છે કે ચૂંટણીનાં વર્ષમાં કંઇકને કંઇક બોલવું જ પડે છે. મોદીએ કહ્યું કે, અમે લોકોને અહીંથીગયા બાદ જનતાને કામનો હિસાબ આપવાનાં છીએ. વડાપ્રધાન મોદીએ તમામ લોકોને ચૂંટણીમાં પ્રતિસ્પર્ધા માટે હાર્દિક શુભકામનાઓ આવી.

- દેશની અર્થવ્યવસ્થામાં ઉછાળો
- ઇમાનદારી અમારી સરકારની  ઓળખ
- ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમે સખત કાર્યવાહી કરી
- લોકશાહીમાં આલોચના જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news