કોરિયન ટેક્નોલોજી અને ભારતનું સોફ્ટવેર બંન્નેથી તૈયાર થશે વિશ્વશ્રેષ્ઠ પ્રોડક્ટ: PM મોદી

દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદી દ્વારા જે ડિજિટલક્રાંતિ માટેના પ્રયાસ થયા તેના ખુબ વખાણ કર્યા હતા

કોરિયન ટેક્નોલોજી અને ભારતનું સોફ્ટવેર બંન્નેથી તૈયાર થશે વિશ્વશ્રેષ્ઠ પ્રોડક્ટ: PM મોદી

નવી દિલ્હી : દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન પોતાની ચાર દિવસની યાત્રા પર રવિવારે સાંજે દિલ્હી પહોંચ્યા. સોમવારે પોતાની અધિકારીક યાત્રાના પહેલા દિવસે રાષ્ટ્રપતિ મૂને ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધા હતા. સૌથી પહેલા તેમણે બંન્ને દેશનાં વ્યાપારિક પ્રતિનિધિઓનાં એક સમ્મેલનમાં ભાગ લીધો હતો. સમ્મેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ કોરિયા ભારતની સાથે પોતાનાં મજબુત સંબંધો માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ બાદ તે વડાપ્રધાન મોદીની સાથે સ્મૃતિ મ્યૂઝિયમ ગયા અને ગાંધી દર્શન અંગે ચર્યા કરી. ત્યાર બાદ બંન્ને મેટ્રો દ્વારા નોઇડા પહોંચ્યા હતા. 

કોરિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે કોરિયા અને ભારતનાં સંબંધોનો એક લાંબો ઇતિહાસ છે. તેમણે કહ્યું કે, ભારત તેમનું એક માત્ર એવો મિત્ર છે જેણે સદૈવ જરૂરીયાતના સમયે પોતે જ આગળ વધીને મદદ કરી. દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત સરકાર 100 નવા સ્માર્ટ સિટી અને મહત્વનાં શહેરોને જોડનારા ઔદ્યોગિક ગલિયારું બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સેમસંગ ફેક્ટ્રી પહોંચેલા બંન્ને નેતાઓનું ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સ્વાગત કર્યું હતું. . ઉદ્ધાટન પહેલાના પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, મોબાઇલ મેન્યુફેક્ચરિંગ નવી યૂનિટ ભારત સાથે જ ઉત્તરપ્રદેશ અને નોએડા માટે પણ ગર્વનો વિષય છે. ભારતને મેન્યૂફેક્ચરિંગનું વૈશ્વિક હબ બનાવવાની દિશામાં આજનો દિવસ ખુબ જ વિશેષ છે. 5 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ન માત્ર સેમસંગના ભારતના વ્યાપારિક સંબંધોને મજબુત બનાવશે. પરંતુ ભારત અને કોરિયાનાં સંબંધો માટે પણ ઘણુ જ મહત્વનું સાબિત થશે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતમાં કદાચ જ કોઇ એવું મિડક ક્લાસ ઘર હોય જ્યાં ઓછામાં ઓછી એક કોરિયન પ્રોડક્ટ ના હોય. સેમસંગની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, નિશ્ચિત રીતે ભારતીય લોકોનાં જીવનમાં સેમસંગ પોતાનો વિશેષ સ્થાન બનાવ્યું છે. સેમસંગના સ્માર્ટફોન માર્કેટમાં આજે વર્લ્ડ લીડરની જેમ છે. 

વડાપ્રધાને કહ્યું કે, આજે ખુબ જઓછા દરે ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. દેશની એક લાખ કરતા પણ વધારે ગ્રામ પંચાયતો સુધી ફાઇબર નેટવર્ક પહોંચી ચુક્યું છે. આ તમામ બાબતો દેશમાં થઇ રહેલી ડિજિટલ ક્રાંતિનો સંકેત છે. તેમણે કહ્યું કે, GeM એટલે કે ગવર્નમેન્ટ ઇ માર્કેટ દ્વારા સરકાર હવે સ્પષ્ટ ઉત્પાદકનો સામાનની ખરીદી કરી રહી છે. તેનાં કારણે મિડિયમ અને નાના આંત્રપ્રેન્યોરને પણ લાભ થયો હોય તો સરકારી ખરીદીમાં પારદર્શીતા પણ વધી છે. 

વડાપ્રધાને કહ્યું કે, ગત્ત ચાર વર્ષોમાં મોબાઇલ ફેક્ટ્રીઓની સંખ્યા 2થી વધીને 120 થઇ ચુકી છે. જેનાં કારણે 50 કરતા વધારે તો અહીં નોએડામાં જ છે. તેમાં 4 લાખથી વધારે નવ યુવાનોને સીધી રોજગારી મળી રહી છે. 

વડાપ્રધાન મોદી બાદ દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જે ઇને પોતાના સંબોધનમાં ભારત દ્વારા ડિજિલ ક્રાંતિને આગળ વધારવાનાં પ્રયાસના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ટેક્નોલોજીના વિશ્વમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. સંબોધન બાદ બંન્ને નેતાઓએ સેમસંગની મોબાઇલ ફેક્ટ્રીનું ઉદ્ધાટન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news