નકશા વિવાદ બાદ PM મોદી અને નેપાળના PM ઓલી વચ્ચે પહેલીવાર થઇ વાતચીત

ભારત (India) અને નેપાળ (Nepal) વચ્ચે થયેલા નકશા વિવાદ બાદ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને નેપાળના વડાપ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) વચ્ચે આજે પહેલીવાર વાતચીત થઇ. 

નકશા વિવાદ બાદ PM મોદી અને નેપાળના PM ઓલી વચ્ચે પહેલીવાર થઇ વાતચીત

નવી દિલ્હી: ભારત (India) અને નેપાળ (Nepal) વચ્ચે થયેલા નકશા વિવાદ બાદ આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) અને નેપાળના વડાપ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (KP Sharma Oli) વચ્ચે આજે પહેલીવાર વાતચીત થઇ. ફોન પર થયેલી વાતચીત લગભગ 15 મિનિટ સુધી ચાલી. જેમાં ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ. 

આ વાતચીતમાં નેપાળ (Nepal) ના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પીએમ નરેન્દ્ર મોદીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UN Security Council)માં ભારતના અસ્થાયી સભ્ય (Non-Permanent membar) તરીકે ચૂંટતા શુભેચ્છા પાઠવી. 

ભારતના વિદેશ મંત્રાલ (Ministry of External Affairs)ના અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ વાતચીત દરમિયાન કોરોના મહામારીને લઇને સહાયતા ચાલુ રાખવા આશ્વાસન પણ આપ્યું. તો બીજી તરફ મોદીએ ભારત-નેપાળના સાંસ્કૃતિક અને માનવીય સંબોધિ પર પણ પોતાની વાત રજૂ કરી. જોકે આ દરમિયના ભારત-નેપાળ વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર કોઇ વાતચીત થઇ નથી. 

આ વાતચીત તે વિવાદ પહેલીવાર થઇ છે, જેમાં નેપાળને ભારતના ઉત્તરાખંડ રાજ્યના ભાગને પોતાના નકશામાં સામેલ કરી લીધો હતો. નેપાળ કાલાપાની (Kalapani), લિમ્પિયાધુરા, (Limpiadhura) અને લિપુલેખ (Lipulekha) વિસ્તારો પર દાવો વ્યક્ત કરી રહ્યા છે અને તેને પોતાના નકશામાં સામેલ કર્યા છે. આ વિવાદ બાદ બંને ટોકહ્ના નેતાઓ વછે કોઇ વાતચીત થઇ ન હતી.   

ભારત અને નેપાળના ટોચના રાજનેતાઓ વચ્ચે વાતચીત થઇ છે, જ્યારે ભારત અને નેપાળ વચ્ચે કાઠમાંડૂમાં બે દિવસ બાદ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળની વાતચીત થવાની છે. આ દરમિયાન ભારતનું નેતૃત્વ નેપાળમાં ભારતીય દૂતાવાસના વિનય મોહન ક્વાત્રા (Vinay Mohan Kwatra) કરશે, તો બીજી તરફ નેપાળનું નેતૃત્વ વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી (Foreign Secretary Shankar Das Bairagi) કરશે.

ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે આ વાતચીત પહેલાં એટલે કે 2016 થી નક્કી બિંદુઓ પર થશે, જેમાં નેપાળની અંદર ભારત દ્વારા કરાવવામાં આવી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ થશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર તરફથી નેપાળના વિકાસ માટે ઘણા મોટા પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં નીચાણવાળા વિસ્તારો વિસ્તારોમાં 10 રોડ બનાવવાની સાથે જ જોગબની-બિરાનગર, જયનગર-બરદીબસ રેલ પ્રોજેક્ટ સામે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news