#MODIWITHAKSHAY: ટ્વિંકલના ટ્વિટ્સ વાંચે છે PM મોદી! જાણો અક્ષય કુમારને શું કહ્યું?

અક્ષય કુમારે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ સમયે ક્યારે વિચાર્યું નહીં હોય કે, પીએમ મોદી એકદમ લાઇટ મૂડમાં વાત કરી શકે છે. જ્યારે અક્ષયે ટ્વિટર એકાઉન્ટને લઇને પીએમ મોદી સાથે વાત કરી તો તેમનો જવાબ ઘણો ચોંકાવનારો હતો.

#MODIWITHAKSHAY: ટ્વિંકલના ટ્વિટ્સ વાંચે છે PM મોદી! જાણો અક્ષય કુમારને શું કહ્યું?

નવી દિલ્હી: અક્ષય કુમારે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ સમયે ક્યારે વિચાર્યું નહીં હોય કે, પીએમ મોદી એકદમ લાઇટ મૂડમાં વાત કરી શકે છે. જ્યારે અક્ષયે ટ્વિટર એકાઉન્ટને લઇને પીએમ મોદી સાથે વાત કરી તો તેમનો જવાબ ઘણો ચોંકાવનારો હતો. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ અક્ષય કુમારનું ટ્વિટર તો ચેક કરે જ છે સાથે સાથે તેમની પત્ની ટ્વિંકલ ખન્નાના ટ્વિટર એકાઉન્ટ પર પણ નજર રાખે છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયાના આ સવાલ પર અક્ષયને જણાવ્યું કે, તેઓ સતત તેમનું ટ્વિટર એકાઉન્ટ ચેક કરે છે. સાથે જ ટ્વિંકલ ખન્નાનું એકાઉન્ટ પણ જોતા રહે છે. પરંતુ ત્યાબાદ પીએમ મોદીએ જે કહ્યું તે વાત સાંભળી અક્ષય પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. કેમ કે, પીએમ મોદીએ અક્ષય-ટ્વિંકલની વચ્ચે ઝગડો ન થવાનું કારણ પોતાને ગણાવ્યા હતા.

અક્ષયથી પીએમ મોદીએ કહ્યું, ‘હું તમારી સાથે ટ્વિંકલજીનું ટ્વિટર પણ જોઉં છું. મને લાગે છે મારા કારણે તમારી વચ્ચે કોઇ ઝગડો થતો નહીં હોય કેમકે, તેઓ બધો ગુસ્સો તો ટ્વિટર ઉપર મારી પર જ કાઢી દે છે. મારા કારણે તમારા ઘરમાં પારિવારિક શાંતિ રહેતી હશે. આ વાત સાભળીને અક્ષય કુમાર જોરથી હસી પડ્યા. કેમકે કદાચ તેમણે ક્યારે વિચાર્યું નહીં હોય કે પીએમ આ રીતના રમૂજી અંદાજમાં તેમની સાથે વાત કરશે.

જણાવી દઇએ કે એક દિવસ પહેલા અક્ષયે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, કંઇક અનોખું કરવા જઇ રહ્યાં છે, જે તેમણે પહેલા ક્યારે પણ કર્યું નથી. અભિનેતાએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે તેમની વાતચીત ચૂંટણીના સમયમાં ‘શાંતિ ભર્યો માહોલ’ આપશે. કુમારે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લખ્યું, દેશમાં જ્યાં દરેક બાજુ ચૂંટણી અને રાજનીતિની વાતો થઇ રહી છે. ત્યાં તમે આરામનો શ્વાસ લઇ શકશો. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ‘નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે નોન પોલિટિકલ’ વાતચીત કરવાનો તક મળી તે મારા માટે ગૌરવપૂર્ણ અનુભવ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news