Bengal Election: ચૂંટણી રેલીમાં બોલ્યા PM, ભાજપની ડબલ એન્જિન સરકાર બંગાળને આપશે નવું રાજકીય વાતાવરણ

ટીએમસી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકારના નિર્ણય સરકાર નક્કી કરશે ટોલાબાજ નહીં. તંત્રનો નિર્ણય તંત્ર લેશે, ટોલાબાજ નહીં. પોલીસના નિર્ણય પોલીસ કરશે ટોલાબાજ નહીં. પીએમ મોદીએ કહ્યુ કે, આ વખતે વૈશાખની આંધી ટીએમસી સરકાર અને તેના ગુંડાને ઉડાવી લઈ જશે. 

Bengal Election: ચૂંટણી રેલીમાં બોલ્યા PM, ભાજપની ડબલ એન્જિન સરકાર બંગાળને આપશે નવું રાજકીય વાતાવરણ

કૃષ્ણાનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર જિલ્લામાં એક ચૂંટણી સભા (Election rally) માં સંબોધન કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ સુધી રાહ જોયા બાદ બંગાળમાં આશોલ પરિવર્તનનો મહાયજ્ઞ શરૂ થયોવ છે. આ મહાયજ્ઞ તુષ્ટિકરણ કરના, ટોલાબાજી કરનાર, બંગાળની જનતાને તિરસ્કાર કરનારને પાઠ ભણાવશે. આ સાથે પીએમ મોદીએ કહ્યુ કે, ભાજપની ડબલ એન્જિન સરકાર બંગાળને નવું રાજકીય વાતાવરણ આપશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, કિસાનોને તેમના બીજના ભાવ મળી રહ્યા નથી. વચેટિયાઓ અને કોલ્ડ સ્ટોરેજની સિન્ડિકેટે કિસાનોને ખુબ પરેશાન કર્યા છે. દીદીની દુનીતિએ કિસાનોની કમર તોડી છે, ભાજપની ડબલ એન્જિન સરકાર સિન્ડિકેટની કમર તોડશે. 

ટીએમસી પર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે, સરકારના નિર્ણય સરકાર નક્કી કરશે ટોલાબાજ નહીં. તંત્રનો નિર્ણય તંત્ર લેશે, ટોલાબાજ નહીં. પોલીસના નિર્ણય પોલીસ કરશે ટોલાબાજ નહીં. પીએમ મોદીએ કહ્યુ કે, આ વખતે વૈશાખની આંધી ટીએમસી સરકાર અને તેના ગુંડાને ઉડાવી લઈ જશે. 

પ્રધાનમંત્રીએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યુ કે, જનતા જનાર્દન ઈશ્વરનું રૂપ હોય છે. જનતાની સામે કોઈનો અહંકાર ટકતો નથી. પરંતુ દીદીને આ વાત સમજાતી નથી. આજે દીદી ચૂંટણી પંચને ગાળો આપી રહી છે. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યુ કે, આજે દીદી કેન્દ્રીય વાહિનીને ગાળો આપી રહી છે. ઈવીએમને ગાળો આપી રહી છે. સ્થિતિ એવી છે કે દીદી આજે પોતાની પાર્ટીના પોલિંગ એજન્ટને ગાલો આપવા લાગ્યા હતા. 

ચૂંટણી જનસભામાં પીએમ મોદી પર  શાબ્દિક પ્રહાર કરતા કહ્યુ કે, દીદી યાદ રાખો આ 2021નું બંગાળ છે. હવે તમને લોકતંત્ર સાથે ગડબડ કરવા દેવામાં આવશે. તમે બંગાળના લોકોને ડરાવવાનો, તેમાં ભય ફેલાવવાનો જેટલો પ્રયાસ કરી રહ્યાં છે, એટલા લોકો તમને હરાવવા માટે એક થઈ રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news