PM Modi એ BJP સાંસદોને આપ્યો કડક શબ્દોમાં સંદેશ, કહ્યું- વારંવાર યાદ કરાવવું પડે તે યોગ્ય નથી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( PM Narendra Modi) એ બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું અને પાર્ટીના સાંસદોને પોતાનો સંદેશ આપ્યો. સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠક દરમિયાન પીએમ મોદીએ સંસદમાં સાંસદોની ગેરહાજરીને લઈને સાંસદોને શીખામણ આપી અને કહ્યું કે તમામ સાંસદોએ સત્ર દરમિયાન સદનમાં હાજર રહેવું જોઈએ. આ સાથે જ પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે હાજરીને લઈને વારંવાર યાદ કરાવવું પડે તે યોગ્ય નથી.
પીએમ મોદીએ કડક શબ્દોમાં સંદેશ આપ્યો
બેઠકમાં હાજર એક સાંસદે કહ્યું કે લગભગ એક વર્ષ બાદ ભાજપની સંસદીય દળ (BJP Parliamentary Party Meeting) ની બેઠકને સંબોધિત કરતા પીએમ મોદી (PM Modi) એ કડક શબ્દોમાં કહ્યું કે, 'પાર્ટીના સાંસદોને સદનમાં હાજરી અંગે વારંવાર યાદ કરાવવું પડે તે યોગ્ય નથી.' સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી દ્વારા સંસદમાં ભાજપના સાંસદોની હાજરીની જરૂરિયાતનો ઉલ્લેખ કરાયા બાદ પીએમ મોદીએ પાર્ટી સાંસદોને આ સંદેશ આપ્યો.
ચૂંટણી રાજ્યોની જવાબદારી સંભાળી રહેલા સાંસદોને છૂટ
સૂત્રોએ જણાવ્યું કે આ સાથે જ પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે જે સાંસદોને ચૂંટણીવાળા રાજ્યોમાં જવાબદારી સોંપાઈ છે તેમના માટે આ સંદેશ નહતો. અત્રે જણાવવાનું કે અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં 27 માર્ચથી વિધાનસભા ચૂંટણી Assembly Election 2021) શરૂ થઈ રહી છે. બેઠક દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સંસદ સત્રમાં ભાગ લેવા માટે સાંસદોના નિયમિત થવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ સાંસદોને આપ્યા આ નિર્દેશ
ભાજપ સંસદીય દળની બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે બેઠકમાં પીએમ મોદીએ તમામ સાંસદોને કોરોના રસીકરણ પ્રોગ્રામમાં લોકો સાથે જોડાવવા અને રસીકરણ માટે વ્યવસ્થા કરવાનું કહ્યું છે. આ સાથે જ તેમણે તમામ સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તેઓ કોરોનાકાળમાં લોકોની મદદ કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે