PM Modi Jammu visit: કાશ્મીરી યુવાઓને PM મોદીનું વચન, કહ્યું- તમારે મુસીબતો ઝેલવી પડશે નહીં

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટ્યા બાદથી તેમનો આ પહેલો જમ્મુ કાશ્મીર પ્રવાસ છે. આ દરમિયાન તેઓ જમ્મુના સાંબા જિલ્લામાં થનારા પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે.

PM Modi Jammu visit: કાશ્મીરી યુવાઓને PM મોદીનું વચન, કહ્યું- તમારે મુસીબતો ઝેલવી પડશે નહીં

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટ્યા બાદથી તેમનો આ પહેલો જમ્મુ કાશ્મીર પ્રવાસ છે. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં લગભગ 20,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. ત્યારબાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ક હ્યું કે હું અહીં વિકાસનો સંદેશ લઈને આવ્યો છું. જમ્મુ અને કાશ્મીરમાં વિકાસને ગતિ આપવા માટે આજે 20,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન કરાયું છે. પીએમ મોદીએ કાશ્મીરી યુવાઓને વચન આપ્યું અને કહ્યું કે દાદા-દાદીએ જે મુસીબતો ઝેલવી પડી તે તમને સહન કરવા નહીં દઉ. 

સાંબામાં પીએમ મોદીનું સંબોધન
પંચાયતી રાજ દિવસના અવસરે સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાં લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ જગ્યા મારા માટે નવી નથી. જમ્મુ અને કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટે ઝડપથી કામ ચાલુ છે. તેમણે કહ્યું કે આ વખતે પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવવો એક મોટા બદલાવનું પ્રતિક છે. લોકતંત્ર જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી પહોંચ્યો છે તે ગર્વની વાત, ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું. 

આઝાદીનો અમૃતકાળ
પીએમ મોદીએ કહ્યું કે આઝાદીનો આ અમૃતકાળ ભારત માટે સ્વર્ણિમ થનાર છે. આ સંકલ્પ બધાના પ્રયત્નોથી સિદ્ધ થવાનો છે. તેમા લોકતંત્રની સૌથી ગ્રાઉન્ડ યુનિટ, ગ્રામ પંચાયત, તમારા બધાની ભૂમિકા ખુબ મહત્વની છે. સરકારની કોશિશ એ છે કે ગામડાના વિકાસ સાથે જોડાયેલા દરેક પ્રોજેક્ટને પ્લાન કરવા  અને તેના અમલમાં પંચાયતની ભૂમિકા વધુ હોય. તેનાથી રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિમાં પંચાયત મહત્વની કડી બનીને ઉભરશે.

કાશ્મીરમાં કેન્દ્ર સરકારની યોજનાઓ ઝડપથી લાગૂ થઈ રહી છે
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનાઓ હવે અહીં ઝડપથી લાગૂ થઈ રહી છે. જેનો સીધો ફાયદો જમ્મુ અને કાશ્મીરના ગામડાઓને થાય છે. વીજ કનેક્શન હોય કે પછી પાણીનું કનેક્શન, સ્વચ્છતા અભિયાન હેઠળ ટોઈલેટ્સ હોય...તેનો લાભ જમ્મુ અને કાશ્મીરને મળ્યો છે. તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષમાં નવું જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખશે. આઝાદીના 7 દાયકા દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં માત્ર 17,000 કરોડ રૂપિયાનું જ પ્રાઈવેટ રોકાણ થઈ શક્યું હતું. છેલ્લા 2 વર્ષમાં આ આંકડો 38,000 કરોડ રૂપિયા પહોંચ્યો છે. 

યુવાઓને કરી આ વાત
કાશ્મીરી યુવાઓને પીએમ મોદીએ કહ્યું કે હું આજે જમ્મુ અને કાશ્મીરના યુવાઓને કહેવા માંગુ છું કે તમારા માતા પિતા, દાદા-દાદી અને નાના-નાનીએ જે મુસીબતો સાથે જિંદગી જીવવી પડી તમારે ક્યારેય એવી જિંદગી જીવવી પડશે નહીં. હું તમને તે કરીને બતાવીશ. 

વિપક્ષ પર સાધ્યું નિશાન
પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે એક સમયે દિલ્હીથી એક સરકારી ફાઈલ ચાલતી હતી તો જમ્મુ કાશ્મીર પહોંચતા પહોંચતા લગભગ 2-3 અઠવાડિયા થતા હતા. મને ખુશી છે કે આજે 500 કિલો વોટનો સોલર પાવર પ્લાન્ટ ફક્ત 3 મહિનાની અંદર અહીં લાગુ થઈ જાય છે. વિજળી પેદા કરવાનું શરૂ કરી દે છે. 

જમ્મુ કાશ્મીરમાં વિકાસના નવા આયામ સ્થાપિત થયા
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 2-3 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં વિકાસના નવા આયામ સ્થાપિત થયા છે. કેન્દ્રના લગભગ પોણા બસ્સો કાયદા જે અહીં લાગૂ કરાતા નહતા તેને અમે જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે લાગૂ કર્યા. દાયકાઓથી જે બેડીઓ વાલ્મિકી સમાજના પગમાં નાખવામાં આવી હતી તેનાથી તે મુક્ત થયો છે. આજે દરેક સમાજના દીકરા-દીકરાઈ પોતાના સપના પૂરા કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષો સુધી જે સાથીઓને અનામતનો લાભ નથી મળ્યો, તેમને પણ હવે અનામતનો લાભ મળી રહ્યો છે. 

પંયાયતી રાજ દિવસ મોટા બદલાવનું પ્રતિક
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે અનેક પરિવારોને ગામડાઓમાં તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે. 100 જનઔષધિ કેન્દ્ર જમ્મુ કાશ્મીરના ગરીબ અને મિડલ ક્લાસને સસ્તી દવાઓ, સસ્તો સર્જિકલ સામાન આપવાનું માધ્યમ બનશે. તેમણે વધુમાં કહ્યું કે આ વખતે પંચાયતી રાજ દિવસ જમ્મુ કાશ્મીરમાં ઉજવવો એ એક મોટા બદલાવનું પ્રતિક છે. લોકતંત્ર જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી પહોંચ્યો છે તે ગર્વની વાત, ત્યારે અહીંથી હું દેશભરની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું. 

20,000 કરોડના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ
પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં લગભગ 20,000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા.પ્રધાનમંત્રી મોદીએ 3100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી બનિહાલ-કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ધાટન કર્યું. 8.45 કિમી લાંબી સુરંગ બનિહાલ અને કાઝીગુંડ વચ્ચે રોડનું અંતર 16 કિમી. ઓછું કરશે અને મુસાફરીના સમયને લગભગ દોઢ કલાક ઓછો કરશે. આ ઉપરાંત તેમણે કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર 850 મેગાવોટની રતલે જળવિદ્યુત પરિયોજના અને 540 મેગાવોટની ક્વાર જળવિદ્યુત પરિયોજનાની આધારશિલા રાખી. પીએમ મોદીએ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેની પણ આધારશિલા રાખી અને સાંબામાં 108 જન ઔષધિ કેન્દ્રો સાથે પલ્લી ગામમાં 500 કિલોવોટ સોલર એનર્જી પ્લા્ટનું પણ ઉદ્ધાટન કર્યું. 

ઉપરાજ્યપાલે કરી આ વાત
જમ્મુ અને કાશ્મીરના સાંબામાં આયોજિત થયેલા એક કાર્યક્રમમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે ઉદ્યોગ ધંધામાં સ્વર્ણિમ યુગની શરૂઆત થઈ છે. આઝાદીના એક વર્ષ પહેલા સુધી 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું હતું. પરંતુ આજે અમારી પાસે 52000 કરોડના રોકાણના પ્રસ્તાવ છે. તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર પંચાયતીરાજ લાગૂ થયું છે. વિજળી ક્ષેત્રમાં પણ આપણે આત્મનિર્ભર બનવા જઈ રહ્યા છીએ. આ દરમિયાન તેમણે કહ્યું કે J&K માં વિકાસને નવી ગતિ મળી છે. 

— ANI (@ANI) April 24, 2022

સાંબા પહોંચ્યા પીએમ મોદી
પીએમ મોદી સાંબા  પહોંચી ગયા છે. અહીં તેમણે એક એક્ઝીબિશનનું નિરીક્ષણ કર્યું. અત્રે જણાવવાનું કે પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. અન્ય કેટલાક કાર્યક્રમોનો વર્ચ્યુઅલી શિલાન્યાસ પણ કરશે. 

This is the PM's first visit to the region after the abrogation of Articles 370 & 35A in J&K

PM will address all Gram Sabhas across India on National Panchayati Raj Day from here today. pic.twitter.com/AoXNz6uDZ0

— ANI (@ANI) April 24, 2022

પોલીસ ઘટનાસ્થળે
પીએમ મોદીના સભા સ્થળથી માત્ર 12 કિલોમીટર દૂર આ શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. ગ્રામીણોના જણાવ્યાં મુજબ જમ્મુના બિશ્નાહના લલિયાના ગામ પાસે ખુલ્લા ખેતરમાં આ વિસ્ફોટ થયો. પોલીસે આ મામલે કોઈ પણ આતંકી ગતિવિધિનો ઈન્કાર કર્યો છે. પોલીસે કહ્યું કે લોકોએ વિસ્ફોટનો સંદિગ્ધ મામલો જણાવ્યો. તપાસ થઈ રહી છે. 

Suspecting it to be a lightning strike or a meteorite; Investigation is underway, say police. pic.twitter.com/6PFaD8hHN0

— ANI (@ANI) April 24, 2022

આ વિકાસકાર્યોની આપશે ભેટ
પીએમ મોદી જમ્મુ કાશ્મીરમાં લગભગ 20000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. આ સાથે જ જમ્મુ-શ્રીનગર ટનલનું પણ લોકાર્પણ કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી દુબઈથી આવેલા ઈન્વેસ્ટર્સ સાથે પણ ખાસ મુલાકાત કરી શકે છે. પીએમ મોદી આજે જમ્મુના સાંબા જિલ્લામાં થનારા પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ સમારોહમાં ભાગ લેશે. આ સાથે જ દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરશે. કહેવાય છે કે પંચાયતના હજારો પ્રતિનિધિઓની સાથે પ્રધાનમંત્રીનો સંવાદ થશે અને દેશની જે પણ પંચાયતોએ પોતાના ક્ષેત્રમાં સારું કામ કર્યું હશે તેમને સન્માનિત પણ કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news