PM મોદીનો BJP કાર્યકર્તાઓ સાથે સંવાદ, કહ્યું- ત્રણ કરોડ ગરીબોને બનાવ્યા લાખોપતિ

PM Narendra Modi speaks on #UnionBudget2022: પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાનો આ કાળખંડ દુનિયા માટે અનેક પડકારો લઈને આવ્યો છે. 
 

PM મોદીનો BJP કાર્યકર્તાઓ સાથે સંવાદ, કહ્યું- ત્રણ કરોડ ગરીબોને બનાવ્યા લાખોપતિ

નવી દિલ્હીઃ  PM Narendra Modi speaks on #UnionBudget2022:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (બુધવારે) બજેટ 2022 પર ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન બજેટની સિદ્ધિઓ ગણાવી છે. મહત્વનું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે દેશનું સામાન્ય બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશ 100 વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી સામે લડી રહ્યો છે. કોરોનાનો આ કાળખંડ દુનિયા માટે અનેક પડકારો લઈને આવ્યો છે. દુનિયા ચાર રસ્તા પર આવીને ઉભી રહી ગઈ છે, જ્યાં ટર્નિંગ પોઈન્ટ ચોક્કસ છે. આગળ જે આપણે દુનિયા જોવાના છીએ તે એવી નહીં રહે જે કોરોના પહેલા હતી. 

— ANI (@ANI) February 2, 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે કોરોના બાદ એક નવો વર્લ્ડ ઓર્ડર બનશે. તેના સંકેત પણ જોવા મળી રહ્યાં છે. આજે ભારત તરફ જોવાના વિશ્વની નજરમાં મોટો ફેરફાર આવી રહ્યો છે. હવે દુનિયાના લોક ભારતને વધુ મજબૂત રૂપમાં જોવા ઈચ્છે છે. તેથી વિશ્વ જ્યારે ભારતને નવી રીતે જોઈ રહ્યું છે તો આપણા માટે પણ જરૂરી છે કે દેશને ઝડપથી આગળ વધારીએ. આ સમય નવા અવસરો અને નવા સંકલ્પોની સિદ્ધિનો છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, આજે ભારતની જીડીપી 2 લાખ 30 હજાર કરોડની આસપાસ છે. આજે ભારતનો વિદેશી મુદ્રા રિઝર્વ 630 બિલિયન ડોલરને પાર કરી ગયો છે. કોરોનાના આ સમયમાં પણ ભારતે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂતીથી દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ બજેટનું ફોકસ ગરીબ અને યુવાઓ પર છે. મૂળભૂત સુવિધાઓ આપવી અમારૂ લક્ષ્ય છે. 

તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં અમારી સરકારે 3 કરોડ ગરીબોને પાકુ મકાન આપીને તેમને લાખોપતિ બનાવ્યા છે. હવે આશરે 9 કરોડ ગ્રામીણ ઘરોમાં નળથી પાણી પહોંચવા લાગ્યું છે. તેમાંથી આશરે 5 કરોડથી વધુ પાણીના કનેક્શન જલ જીવન મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી કે આ વર્ષે આશરે 4 કરોડ ગ્રામીણ ઘરોને પાણીનું કનેક્શન આપવામાં આવશે.

— ANI (@ANI) February 2, 2022

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે લોકો ગરીબ હતા તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, હવે તેમની પાસે પોતાનું ઘર છે. આ મકાનો માટેની રકમ પણ અગાઉની સરખામણીએ વધી છે અને બાળકોને અભ્યાસ માટે જગ્યા મળી રહે તે માટે મકાનોની સાઇઝ પણ વધી છે. મોટી વાત એ છે કે આમાંના મોટાભાગના ઘરો મહિલાઓના નામે છે, એટલે કે આપણે મહિલાઓને ઘરની માલિક બનાવી દીધી છે.

પીએમ મોદીએ કહ્યું કે હજારો કરોડ રૂપિયાની જોગવાઈ સાથે, ખાસ કરીને કેન-બેતવાને જોડવા માટે, યુપી અને એમપીના બુંદેલખંડ વિસ્તારની તસવીર પણ બદલાવા જઈ રહી છે. હવે બુંદેલખંડના ખેતરોમાં વધુ હરિયાળી આવશે, ઘરોમાં પીવાનું પાણી આવશે, ખેતરોમાં પાણી આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news