CBSE કાર્યક્રમમાં અચાનક પહોંચ્યા PM મોદી, વિદ્યાર્થી અને પેરેન્ટ્સ સાથે કરી વાત
CBSE વર્ગ 12 ની પરીક્ષા રદ થયા બાદ દરેક વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે પાસ થશે. આ દરમિયાન CBSE ના એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચીને બધાને આશ્ચર્યચકિત કર્યા
Trending Photos
નવી દિલ્હી: CBSE વર્ગ 12 ની પરીક્ષા રદ થયા બાદ દરેક વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે પાસ થશે. આ દરમિયાન CBSE ના એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહોંચીને બધાને આશ્ચર્યચકિત કર્યા. ખરેખર, શિક્ષણ મંત્રાલય CBSE ના વિદ્યાર્થીઓ સાથે વર્ચુઅલ મીટિંગનું આયોજન કરી રહ્યું હતું. આ દરમિયાન પીએમ મોદી પણ આ બેઠકમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી.
શિક્ષણ મંત્રાલય અને CBSE ના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સામેલ થવા અંગે કોઈને જાણ નહોતી કે તે પૂર્વનિર્ધારિત નહોતું. પરંતુ પ્રધાનમંત્રીએ અચાનક વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાઈને બધાને આશ્ચર્યચકિત કર્યા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી.
Prime Minister Narendra Modi in a surprise move joined a session with CBSE students organized by the Education Ministry today. He also interacted with the parents of the students during the meet and had a chat with them on the issues and concerns of students & their parents. pic.twitter.com/uXYTzPYFoi
— ANI (@ANI) June 3, 2021
મહારાષ્ટ્ર બોર્ડે રદ કરી ધોરણ 12 ની પરીક્ષા
કોવિડ-19 ના કારણે મહારાષ્ટ્ર બોર્ડે 10 અને 12 બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવારે (Vijay Wadettiwar) આ માહિતી આપી. તમને જણાવી દઈએ કે મંગળવારે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પીએમ મોદીએ CBSE ની 12 બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી, ત્યારથી હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ જેવા ઘણા રાજ્યોએ બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે