Puducherry માં PM Narendra Modi જનસભાને કરશે સંબોધન
પ્રધાનમંત્રી કરાઇકલ જિલ્લાને આવરી લેતા 56 કિમી લંબાઇની 4 માર્ગી NH-45-A પરિયોજના “વિલ્લુપુરમથી નાગપટ્ટીનમ પરિયોજનામાં સતનાથપુરમ – નાગપટ્ટીનમ પેકેજ”નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના માટે અંદાજે રૂપિયા 2426 કરોડનો મૂડી ખર્ચ થશે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 25 ફેબ્રુઆરી 2021ના રોજ તમિલનાડુ (Tamil Nadu) અને પુડુચેરી (Puducherry) ની મુલાકાત લેશે. અંદાજે સવારે 11:30 કલાકે પ્રધાનમંત્રી (PM) પુડુચેરી (Puducherry) માં સંખ્યાબંધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત અંદાજે બપોરે 4 વાગ્યે, પ્રધાનમંત્રી કોઇમ્બતૂર (Coimbatore) ખાતે રૂપિયા 12400 કરોડથી વધુ કિંમતની બહુવિધ માળખાગત સુવિધાઓની પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પિત કરશે તેમજ શિલાન્યાસ કરશે.
પુડુચેરીની મુલાકાતે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી (PM Narendra Modi) કરાઇકલ જિલ્લાને આવરી લેતા 56 કિમી લંબાઇની 4 માર્ગી NH-45-A પરિયોજના “વિલ્લુપુરમથી નાગપટ્ટીનમ પરિયોજનામાં સતનાથપુરમ – નાગપટ્ટીનમ પેકેજ”નો શિલાન્યાસ કરશે. આ પરિયોજના માટે અંદાજે રૂપિયા 2426 કરોડનો મૂડી ખર્ચ થશે. તેઓ કરાઇકલ જિલ્લામાં ફેઝ-1 ખાતે કરાઇકલ ન્યૂ કેમ્પસમાં મેડિકલ કોલેજ ઇમારત (JIPMER)નો પણ શિલાન્યાસ કરશે. આ પરિયોજનાનો અંદાજિત ખર્ચ રૂપિયા 491 કરોડ છે.
પ્રધાનમંત્રી (PM) સાગરમાલા યોજના અંતર્ગત પુડુચેરી ખાતે ગૌણ બંદરના વિકાસનો પણ શિલાન્યાસ કરશે. અંદાજે રૂપિયા 44 કરોડમાં તેનું નિર્માણ કરવામાં આવશે જેનાથી ચેન્નઇ સાથેની કનેક્ટિવિટીની સુવિધા ઉપલબ્ધ થશે અને પુડુચેરીમાં ઉદ્યોગો માટે માલની હેરફેરની સુવિધા મળશે. તેઓ પુડુચેરી (Puducherry) માં ઇન્દિરા ગાંધી રમતગમત સંકુલ ખાતે સિન્થેટિક એથ્લેટિક ટ્રેકનો પણ શિલાન્યાસ કરશે. હાલનો 400 મીટરની સિન્ડર ટ્રેક સપાટી જુની છે અને દોડવાની સપાટી માટે તે જુનવાણી થઇ ગઇ છે. આ પરિયોજના માટે અંદાજે રૂપિયા 7 કરોડનો ખર્ચ થશે.
પ્રધાનમંત્રી (PM) દ્વારા પુડુચેરીમાં આવેલી જવાહરલાલ નહેરુ અનુસ્નાતક તબીબી શિક્ષણ અને અનુસંધાન (JIPMER) સંસ્થા ખાતે બ્લડ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે જે એક સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરશે અને ટુંકાગાળાની તેમજ ટ્રાન્સફ્યુઝનના તમામ પરિબળોની સળંગ બ્લડ બેંક કર્મચારી તાલીમ માટે તાલીમ કેન્દ્ર તરીકે પણ કામ કરશે. રૂપિયા 28 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી (PM) પુડુચેરી (Puducherry) માં લોસ્પેટ ખાતે 100 પથારીની સુવિધા વાળી કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન પણ કરશે. મહિલા એથલેટ્સ માટે ભારતીય રમતગમત સત્તામંડળના નેજા હેઠળ અંદાજે રૂપિયા 12 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેઓ ફરી બાંધકામ કરવામાં આવેલી હેરિટેજ મરીન ઇમારતનું પણ ઉદ્ઘાટન કરશે. પુડુચેરીના ઇતિહાસમાં આધારચિહ્ન ગણાતી મરીન ઇમારતનું નિર્માણ ફ્રેન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું અને હવે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે તેના જેવી જ સ્થાપત્ય કળા ધરાવતી ઇમારતનું ફરી બાંધકામ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે