ઈનકમટેક્સ અધિકારી છીએ, કહીને લઈ ગયા આંગડિયા પેઢીના કર્મચારીને પછી બની ચોંકવનારી ઘટના
લૂંટારુઓ લૂંટ માટે પોતાની અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા થયા છે અને અનેક લોકો આવા લૂંટારુઓના નિશાને પણ આવી જ જાય છે. તાજેતરમાં લૂંટારુઓએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આંગડિયા પેઢીના કર્મચારીને ના માત્ર લૂંટી લીધા પણ અપહરણ પણ કર્યું હતું.
Trending Photos
Highlights
ઈનકમ ટેક્સ અધિકારીની બસમાં રેડ
બસમાં બેઠાં હતાં આંગડિયા પેઢીના કર્મચારી
IT અધિકારી લઈ ગયા પોતાની ગાડીમાં
સુરતઃ આંગડિયા પેઢીના બે કર્મચારી મુંબઇ અને સુરતથી આવેલા સોનાના દાગીના અને બિસ્કીટ લઈને લઈને લઈને રાજકોટ જઈ રહ્યાં હતાં. બંને કર્મચારી એસટી બસમાં બેઠા હતા પણ તેમને ખબર નહોતી કે તેમની સાથે ન થવાનું થઈ જશે. સવારે 7 વાગ્યે આ કર્મચારીઓ અમદાવાદથી કપડવંજથી વાયા રાજકોટ એસટી બસમાં બેસીને જઈ રહ્યાં હતાં. બંને પાસે સોનાના દાગીના અને સોનાના બિસ્કીટના પાર્સલ હતાં. બસ બાવળા-ધોળકા હાઈવે પર પહોંચી તો એક કારમાંથી છ શખ્સો બહાર નીકળી એસટી બસમાં ચઢ્યા હતાં અને આ 6 શખ્સોએ ઈનકમ ટેકસ અધિકારીની ઓળખ આપી બંનને પોતાની સાથે કારમાં લઈ ગયા હતાં. આ બંનેને એમ કે ઈનકમ ટેક્સ અધિકારી છે તો વધુ કઈ નહીં થાય અને તેમની સાથે કારમાં બેસી ગયાં હતાં.
બસ બગોદરા ડેપોમં પહોંચે તે પહેલા જ ખાનગી વાહનમાં આવેલા છ શખ્સોએ બસને રોકી ઈનકમ ટેક્સ અધિકારી રાજેશ અને પરમાર ચીનાજીને બસમાંથી ઉતારી તેમની પાસેના આશરે 4 કરોડના સોનાની લૂંટ ચલાવી હતી. સોનું પડાવી લીધા બાદ આંગડિયાના કર્મચારીને ખેતરમાં બાંધી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા જીપીએસ ટ્રેકર અને થેલો કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ભોગ બનનાર બંને અમદાવાદના રતનપોળની અમરત માધવ નામની આંગડિયા પેઢીના કર્મચારીઓ હતાં. હાલ પોલીસે આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી લૂંટેલા 4 કરોડના દાગીના અને સોનાની તથા આરોપીઓને શોધવા માટે અલગ અલગ ચાર ટીમ બનાવી છે. ગ્રામ્ય પોલીસ, એસઓજી સહિતની ટીમ અને ગ્રામ્ય પોલીસ વડા પણ પોલીસ મથકે પહોંચી આ તપાસમાં જોડાયા છે. અને આસપાસના સીસીટીવી તથા ટેકનીકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે