વિશ્વ યોગ દિવસ પર PM મોદીએ યોગ પર કરી મહત્વની વાતો, જાણો શું કહ્યું?

આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો.

વિશ્વ યોગ દિવસ પર PM મોદીએ યોગ પર કરી મહત્વની વાતો, જાણો શું કહ્યું?

રાંચી: આજે સમગ્ર વિશ્વ પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 40 હજાર લોકોની સાથે રાંચીના પ્રભાત તારા મેદાનમાં યોગ અભ્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ સમગ્ર દેશ અને દુનિયાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ  પાઠવી. આ સાથે જ તેમણે કહ્યું કે યોગને દુનિયાભરમાં પ્રચાર-પ્રસાર કરવા માટે મીડિયા, સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકો જે રીતની ભૂમિકા ભજવી રહ્યાં છે તે પણ ખુબ મહત્વપૂર્ણ છે. 

પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડમાં યોગ દિવસે આવવું સુખદ અનુભવ છે. દૂર દૂરથી આવેલા લોકો પ્રત્યે તેમણે આભાર વ્યક્ત કર્યો. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

પીએમ મોદીએ કહ્યું કે હવે આધુનિક યોગની મુસાફરી શહેરોથી ગામડા સુધી લાવવાની છે. ગરીબ અને આદિવાસીઓના ઘર સુધી લઈ જવાની છે. મારે યોગને ગરીબ અને આદિવાસીઓના જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો છે. કારણ કે ગરીબો જ છે જે બીમારીના કારણે સૌથી વધુ કષ્ટ ઝેલે છે.

વડાપ્રધાને કહ્યું કે આજે બદલતા સમયમાં બીમારીઓથી બચવાની સાથે સાથે વેલનેસ ઉપર ફોકસ પણ જરૂરી છે. આ શક્તિ આપણને યોગથી મળે છે. આ જ ભાવના યોગની છે. પ્રાચીન ભારતીય દર્શનની છે. માત્ર અડધો કલાક જમીન ઉપર કે મેટ ઉપર રહીએ ત્યારે જ યોગ નથી થતાં. યોગ અનુશાસન છે અને સમર્પણ છે. તેનું પાલન આખુ જીવન કરવાનું હોય છે. યોગ આયુ, રંગ, જાતિ, સંપ્રદાય, મત, પંથ, અમીરી ગરીબી, પ્રાંત, સરહદના ભેદથી ઉપર છે. યોગ બધા માટે છે અને બધા યોગ માટે છે. 

તેમણે કહ્યું કે આજે આપણે કહી શકીએ છીએ કે ભારતમાં યોગ પ્રત્યે જાગરૂકતા દરેક  ખૂણે અને દરેક વર્ગ સુધી પહોંચી છે. Drawing rooms થી Board Rooms સુધી, શહેરોના પાર્કથી સ્પોર્ટ કોમ્પલેક્સ સુધી, ગલીઓથી લઈને વેલનેસ સેન્ટર સુધી. આજે ચારેબાજુ યોગનો અનુભવ થાય છે. 

જુઓ LIVE TV

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે આપણા યોગને દુનિયા અપનાવી રહી છે. તો આપણે યોગ સંબંધિત રિસર્ચ પર ભાર મૂકવો પડશે. માટે જરૂરી છે કે આપણે યોગને કોઈ મર્યાદામાં બાંધીને રાખીએ નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news