પોલીસને મળી ગઈ 'ભૈયા..ભૈયા...' કરીને રોતી પીડિતા, જણાવી દિલ કંપાવી દેતી હકીકત
બિહારના જહાનાબાદમાં જાહેરમાં કરાયેલા દુષ્કર્મનો વીડિયો બન્યો હતો વાઇરલ
Trending Photos
જહાનાબાદ : બિહારના જહાનાબાદમાં એક સગીર છોકરીની સાત છોકરાઓ છેડતી કરી રહ્યા હોય એવો વીડિયો વાઇરલ થયો છે. માનવતા પર કાળી ટીલી લગાવતા આ વીડિયોમાં હેવાનોથી બચવા માટે છોકરી તમામ સંભવિત પ્રયાસ કરી રહી છે અને ભૈયા મત કરો...ની બુમો પાડીપાડીને બચવા માટે મદદ પાડી રહી છે. જોકે આમ છતાં છોકરાઓ પીડિત છોકરીના કપડાં ફાડવાના પ્રયાસ કરતા નજરે ચડે છે. આ વીડિયો વાઇરલ થતા પછી કોઈ ફરિયાદ ન હોવા છતાં પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી હતી અને હવે એને પીડિતા મળી ગઈ છે.
આ ઘડટના ભરથુઆ નહેર રોડ પર થઈ છે. પોલીસે આ મામલામાં ચાર આરોપીઓને પકડ્યા છે અને આ તમામ સગીર વયના છે. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ કરાવી છે જેના પછી હકીકત જાણવા મળશે. પીડિતા હજી પણ ડરેલી છે અને ડરના કારણે જ તેણે પોતાના પરિવારને આ ઘટના નહોતી જણાવી અને એટલે આ મામલાની પોલીસ ફરિયાદ નહોતી થઈ. પોલીસે હવે આ પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે.
પૂછપરછમાં પીડિતાએ માહિતી આપી કે આ ઘટના 25 એપ્રિલે બની હતી. તે પોતાની બહેનપણી સાથે કોચિંગ માટે ગઈ હતી અને તેને ત્યાંથી ફોટો પડાવવા સ્ટુડિયો જવું હતું. તે સ્ટુડિયો પહોંચી તો એ બંધ હતો. આ દરમિયાન તેને બહેનપણીનો ભાઈ મળ્યો અને તેણે તેને ઘરે મૂકી જવાની ઓફર આપી. જોકે પછી આ ભાઈ તેને સુમસામ એરિયામાં લઈ ગયો અને છેડતી કરવા લાગ્યો. આ સમયે તેને ગામના બીજા છોકરાઓએ જોઈ લીધી. આ લોકોએ ફોન કરીને તેમના મિત્રોને બોલાવી લીધા અને તેના કપડાં ફાડી નાખ્યા પછી જ તેને છોડી. આ પછી છોકરાએ ફોન કરીને બીજા મારફતે કપડાંની વ્યવસ્થા કરી. પીડિતાએ પેટ્રોલપંપના બાથરૂમમાં કપડાં બદલ્યા અને પછી છોકરો જ તેને ઘરે મૂકી ગયો. ડરને કારણે પીડિતાએ આ વાતની કોઈને જાણ નહોતી કરી. 28 એપ્રિલે જ્યારે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયો ત્યારે પોલીસ બાઇક નંબરના આધારે પીડિતા અને યુવક સુધી પહોચી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણએ પોલીસે આ મામલામાં આઠ અજ્ઞાત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. હવે પોલીસે પીડિતાના ભાઈને પણ ગુનેગાર ગણ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે