બનાસકાંઠામાં ભૂકંપ: પર્યાવરણ દિવસે જ કુદરતે વગાડી એલર્ટની ઘંટડી

બુધવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, અંબાજી, માઉન્ડઆબુ, હિંમતનગર સહિતના વિસ્તારો આશરે 10.40 સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઘાબા પર સૂઇ રહેલા રહીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારમાં 20 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તિવ્રતા 4.8ની આસપાસ છે.

બનાસકાંઠામાં ભૂકંપ: પર્યાવરણ દિવસે જ કુદરતે વગાડી એલર્ટની ઘંટડી

અમદાવાદ: બુધવારે મોડી રાત્રે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, અંબાજી, માઉન્ડઆબુ,અમદાવાદ, ગાંધીનગર હિંમતનગર સહિતના વિસ્તારો આશરે 10.40 સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઘાબા પર સૂઇ રહેલા રહીશોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારમાં 20 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપના આંચકાની તિવ્રતા 4.8ની આસપાસ છે.ભૂકંપનું કેન્દ્રબિદુ પાલનપુરથી 34 કિલોમીટર દૂર ઉત્તરપૂર્વમાં હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. 

અરવલ્લીની ધરા પણ ધ્રુજી
ગુજરાતના ઉત્તર પટ્ટામાં આવેલા ભૂકંપના આંચકાથી અરવલ્લીની ગીરીમાળીમાં પણ અસર જોવા મળી હતી. જિલ્લામાં ભૂકંપના તીવ્ર આંચકા આવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મોડાસા,બાયડ, ધનસુરા, અને શામળાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આશરે 10 સેંકન્ડ સુધી લોકોને ધરતીકંપનો અહેસાસ થયો હતો. 

આબુ અંબાજીમાં ભૂકંપના આંચકા અનુભવાયા 
યાત્રા ધામ અંબાજી ભૂકંપમાં આંચકા અનુભવાયા હતા. વિસ્તારમાં વસતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કોઇ પણ જાનહાનિ કે નુકશાનના અહેવાલ મળી રહ્યા નથી. પરંતુ લોકોમાં ભૂકંપને કારણે કુતુહલ સર્જાયું હતું. માઉન્ટ આબુમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. સતત 10 સેકેંડ સુધી ધરતીકંપનો અનુભવ થયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news