આયુષ્યમાન ભારતની શરૂઆત આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવી કરાઇ

છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્યમાન ભારત યોજનાની સરૂઆત પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક આદિવાસી મહિલાને ચપ્પલની જોડી આપી હતી. સભામાં હાજર લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, 14 એપ્રીલનાં રોજ આજનાં જ દિવસે સવા સો કરોડ લોકોનાં માટે ખુબ જ મહત્વપુર્ણ છે

આયુષ્યમાન ભારતની શરૂઆત આદિવાસી મહિલાને ચપ્પલ પહેરાવી કરાઇ

બીજાપુર : છત્તીસગઢનાં બીજાપુરમાં આયુષ્યમાન ભારત યોજનાની સરૂઆત પ્રસંગે વડાપ્રધાન મોદીએ એક આદિવાસી મહિલાને ચપ્પલની જોડી આપી હતી. સભામાં હાજર લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, 14 એપ્રીલનાં રોજ આજનાં જ દિવસે સવા સો કરોડ લોકોનાં માટે ખુબ જ મહત્વપુર્ણ છે. આજે ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી છે. આજનાં જ દિવસે તમારા બધા વજ્જે આવીને આશીર્વાદ લેવાની તક મળી છે. મારા માટે ખુબ જ સૌભાગ્યની વાત છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ સભામાં હાજર લોકોનાં હાથ ઉઠાવીને જય ભીમનાં નારા લગાવડાવ્યા હતા. 

વડાપ્રધાને કહ્યું કે, વિકાસની દોડમાં પાછળ છુટી રહેલા લોકોને પાછળ છોડીને સમુદાયોમાં આજે જે ચેતનાં જાગી છે, તે ચેતનાં બાબા સાહેબની દેન છે. એક ગરીબ માંનો પુત્ર, પછાત સમાજનાં આગામી આવનારા તમારો આ ભાઇ જો આજે દેશનો વડાપ્રધાન બન્યો છે તો તે બાબા સાહેબની દેન છે.મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે હંમેશા પછાતો માટે કામ કર્યું. આજે અહીં આવવાનો ઇરાદો બીજાપુરનાં લોકોમાં વિશ્વાસ પેદા કરવાનો છે. બાબા સાહેબનાં કારણે હું વડાપ્રધાન બની શક્યો, તે સાબિત થઇ ગયું છે કે પછાત વર્ગનાં લોકોને પ્રોત્સાહન મળે તો તે લોકો આગળ નિકળી શકે છે. 

— ANI (@ANI) April 14, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news