ચોરી નથી થયા રાફેલના દસ્તાવેજ, ફોટોકોપીનો થયો ઉપયોગ: એટોર્ની જનરલ

સુપ્રીમ કોર્ટમાં કેકે વેણુગોપાલનાં પેપર ચોરી થવા સંબંધિત નિવેદન બાદ વિપક્ષ સરકાર પર હાવી થઇ ગઇ છે, આ નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર અને વડાપ્રધાન પર શાબ્દિક પ્રહારો કર્યા

ચોરી નથી થયા રાફેલના દસ્તાવેજ, ફોટોકોપીનો થયો ઉપયોગ: એટોર્ની જનરલ

નવી દિલ્હી : એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે શુક્રવારે દાવો કર્યો કે રાફેસ સંબંધિત દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયથી ચોરી નથી થયા અને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા પોતાનાં જવાબમાં તેમનો અર્થ હતો કે અરજીકર્તાએ પોતાની એપ્લીકેશનમાં વાસ્તવિક કાગળની ફોટોકોપીનો ઉપયોગ કર્યો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં વેણુગોપાલનાં પેપર ચોરી થવા સંબંધિત નિવેદન બાદ વિપક્ષ સરકાર પર હાવી થઇ ગયા હતા. આ નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર અને વડાપ્રધાન મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે માંગ કરી કે આટલા મહત્વપુર્ણ સંવેદનશીલ ડોક્યુમેન્ટના ચોરી થવાની ગુનાહિત તપાસ થવી જોઇએ. 

રાહુલે કહ્યું કે, વિપક્ષે આરોપો લગાવ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, રાફેલ સંબંધિત પેપર સંરક્ષણ મંત્રાલયથી ચોરી થયા છે. આ સંપુર્ણ ખોટું છે. ડોક્યુમેન્ટની ચોરી થવા અંગેના નિવેદન સંપુર્ણ ખોટા છે. વેણુગોપાલે કહ્યું કે, યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભુષણે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા અંગે પુનર્વિચાર અરજીમાં રાફેલ ડીલ સંબંધિત ત્રણ દસ્તાવેજ રજુ કર્યા, જે વાસ્તવીક દસ્તાવેજોની ફોટોકોપી હતા. અધિકારીક સુત્રોનું કહેવું છે કે એટોર્ની જનરલ દ્વારા ચોરી શબ્દના ઉપયોગથી બચી શકાયું હોત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news