રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યું દેશનું અપમાન!, નવા સંસદ ભવન અને સેંગોલ વિશે આપ્યું આ નિવેદન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેઓ મંગળવારે ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં પહોંચ્યા. તેમણે કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર લોકોને ધમકાવવાની તથા દેશની એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ પીએમ મોદી અને મોદી સરકાર ઉપર પણ નિશાન સાધ્યું.

રાહુલ ગાંધીએ અમેરિકામાં કર્યું દેશનું અપમાન!, નવા સંસદ ભવન અને સેંગોલ વિશે આપ્યું આ નિવેદન

Rahul Gandhi in US: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેઓ મંગળવારે ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં પહોંચ્યા. તેમણે કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં ભારતીય પ્રવાસીઓની એક સભાને સંબોધિત કરી. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર લોકોને ધમકાવવાની તથા દેશની એજન્સીઓનો દુરઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ પીએમ મોદી અને મોદી સરકાર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે નવા સંસદ ભવન, ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર વગેરે મુદ્દાઓ ઉપર પણ નિવેદન આપ્યું. તેમણે એવો પણ કટાક્ષ કર્યો કે મને લાગે છે કે તેમને (પીએમ મોદીને) લાગે છે કે ભગવાન કરતા વધુ જાણે છે. તેઓ ભગવાન સામે બેસીને તેમને પણ સમજી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી પણ તેમાંથી એક છે. 

નવી સંસદનું અપમાન!
અમેરિકાના પ્રવાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયની 'મહોબ્બત કી દુકાન' ઈવેન્ટને તેમણે સંબોધન કર્યું. આ દરમિયાન રાહુલે નવી સંસદના ઉદ્ધાટન અને સંસદમાં સેંગોલ સ્થાપિત કરવાના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે નવા સંસદ  ભવનનું ઉદ્ધાટન અસલ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે છે. બેરોજગારી, મોંઘવારી, નફરત, શિક્ષણ સંસ્થાનોમાં કમી જેવા મુદ્દાઓ પર ભાજપ ચર્ચા કરવા માંગતો નથી. આથી આ બધા મુદ્દાઓને આગળ કરવામાં આવી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે નવું સંસદ ભવન એક ડિસ્ટ્રક્શન સિવાય કશું નથી અને સેંગોલની સ્થાપના ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવાનું એક નાટક હતું. ભાજપ વાસ્તવમાં દેશના વાસ્તવિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકતો નથી. જેમ કે બેરોજગારી, ભાવ વધારો, કથળતી શિક્ષણ પ્રણાલી વગેરે. મુસ્લિમ, શીખ, ખ્રિસ્તિ, દલિત જેવા સમુદાયો પર હુમલા થઈ રહ્યા છે કારણ કે ક્રોધ અને ધૃણા ફેલાઈ રહ્યા છે. 

પીએમ મોદી વિશે આપ્યું આ નિવેદન
રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદી ઉપર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ પણ વ્યક્તિ એ વિચારી શકે નહીં કે તે બધા વિશે બધુ જાણે છે. આ એક બીમારી જેવું છે કે ભારતમાં કેટલાક લોકો આવા છે, જે વિચારે છે કે તેઓ બધુ જ જાણે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે તેમને (પીએમ મોદીને) લાગે છે કે ભગવાન કરતા વધુ જાણે છે. તેઓ ભગવાન સામે બેસીને તેમને પણ સમજી શકે છે કે શું ચાલી રહ્યું છે. પીએમ મોદી પણ તેમાંથી એક છે. 

રાહુલે કહ્યું કે મને લાગે છે કે પીએમ મોદીને કહેવામાં આવે કે તેઓ ભગવાન સામે બેસી જાય, તો તેઓ ભગવાનને પણ સમજાવવા લાગશે કે બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે. ભગવાન પણ ભ્રમિત  થઈ જશે કે તેમણે શું બનાવ્યું છે. ભારતમાં આ જ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાક લોકો એવા છે જે બધુ જાણે છે. જ્યારે તેઓ વૈજ્ઞાનિક પાસે જાય છે ત્યારે તેમને વિજ્ઞાન વિશે જણાવે છે, જ્યારે તેઓ ઈતિહાસકાર પાસે જાય છે ત્યારે તેમને ઈતિહાસ વિશે જણાવે છે. આર્મીને યુદ્ધ વિશે, એરફોર્સને ઉડાણ વિશે બધાને બધુ જણાવે છે. પરંતુ સાચી વાત એ છે કે તેમને કશું સમજમાં આવતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news