રાહુલ ગાંધીએ કહ્યું,... તો હું જરૂર વડાપ્રધાન બનીશ અને સૌથી પહેલા કરીશ 3 કામ

રાહુલ ગાંધીએ કહ્યું કે, ધેર્ય અને સહનશિલતા જેવા ગુણ માતા સોનિયા ગાંધી પાસેથી શિખ્યો છું

રાહુલ ગાંધીએ કહ્યું,... તો હું જરૂર વડાપ્રધાન બનીશ અને સૌથી પહેલા કરીશ 3 કામ

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણી બાદ જો સહયોગી દળ ઇચ્છે તો તેઓ જરૂર વડાપ્રધાન બનશે. રાહુલ ગાંધીએ સાથે તેમ પણ જણાવ્યું કે, લોકસબા ચૂંટણીમાં કોંગ્રેસને ઘણી વધારે સીટો પ્રાપ્ત થશે. એક મીડિયા સમુહ દ્વારા આયોજીત સમિટમાં રાહુલ ગાંધીએ એક પ્રશ્નનાં ઉતરમાં કહ્યું કે, વિપક્ષી દળો સાથે વાતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો કે ચૂંટણીમાં બે તબક્કાની પ્રક્રિયા હશે. પહેલા તબક્કામાં અમે એક થઇને ભાજપને હરાવીશું. ચૂંટણીનાં બીજા તબક્કામાં અમે વડાપ્રધાન અંગે નિર્ણય કરીશું. 

Rahul Gandhi waits for takeoff of air ambulance at runway in Kerala

જો કે જો વિપક્ષ દળ અને સહયોગી દળ ઇચ્છે તો શું તેઓ (રાહુલ) વડાપ્રધાન બનવા માટે તૈયાર છે, તો રાહુલે જણાવ્યું કે, ચોક્કસ રીતે બનીશ.
विदेश यात्रा से सुबह ही लौटे राहुल
અત્રે ઉલ્લે્ખનીય છે કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, જો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનશે તો તેઓ ચોક્કસ વડાપ્રધાન બનશે. જો કે રાહુલ ગાંધીએ કહ્યું કે, જો સરકાર બનશે અને હું વડાપ્રધાન બનીશ તો પ્રથમ ત્રણ કામ કરીશ. લઘુ તથા મદ્યમ કદનાં ઉદ્યોગોનો મજબુત બનાવીશ. બીજું ખેડૂતોને અનુભવ કરાવીશ કે તેઓ દેશ માટે અત્યંત મહત્વપુર્ણ છે. મેડિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, સ્વાસ્થય ક્ષેત્રે ભારતની તે સ્થિતી થઇ શકે છે જે તેલ ક્ષેત્રમાં સાઉદી અરબની છે. 

43 हजार हेक्‍टेयर खेत बर्बाद

નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અંગે ચર્ચા કરતા રાહુલે કહ્યું કે, મને નથી લાગતું કે દેશનાંકોઇ એક ચોક્કસ વર્ગ અંગે વિચારીને દેશને વિકસીત કરી શકો. સમસ્યા એ છે કે આજે અલગ અલગ સમુહોની વચ્ચે વાતચીત નથી થઇ રહી. નાના-મધ્યમ સ્તરનાં વેપારીઓ પર ધ્યાન આપવું પડશે. નોકરીઓ પેદા કરવી પડશે. તમામ લોકોની વચ્ચે સંવાદ સ્થાપિત કરવો પડશે. 
22 हजार से ज्‍यादा पशु मरे
રાહુલે કહ્યું કે, જે પણ ખેડૂત માને છે કે તમે તેની જરૂરિયાત પુરી કરી નહી શકો, જે ઉદ્યોગ જગત ઇચ્છે છે કે તેમની માંગ તમે પુર્ણ નહી કરી શકો તેમની સાથે તમારે સંવાદ સ્થાપિત કરવો પડશે. સંવાદથી જ સમાધાન આવશે. કોઇ પણ ગંભીર અર્થશાસ્ત્રી નોટબંધીનાં પક્ષમાં નહી હોય. તે ખુબ જ અતાર્કિક અને હાસ્યાસ્પદ પગલું હતું. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, જીએસટી અંગે અમારો વિચાર અલગ હતો. અમે જીએસટીનું સરળ સ્વરૂપ ઇચ્છતા હતા. શું આજે નાના અને મધ્યમકદનાં વેપારીઓ જીએસટીથી ખુશ છે  ? તેઓ માંગ કરી રહ્યા છે કે જીએસટી સરળ બનાવવામાં આવે કારણ કે હાલ જીએસટી વેપારીઓ માટે ફાંસીનો ફંદો બની ગયો છે. 
ढाई महीने से ऊपर हुई बारिश
અમારી સરકાર અને હાલની સરકાર વચ્ચે એજ ફરક છે કે અમે લોકો સાથે સંવાદ દ્વારા આગળ વધવામાં માનીએ છીએ જ્યારે હાલની સરકાર એવું માને ચે કે તેમની પાસે જ તમામ જ્ઞાન છે અને તેઓ કોઇની સાથે સંવાદ કરવા નથી ઇચ્છતા. 
એનપીએ મુદ્દે સરકારની આલોચના કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કોંગ્રેસનાં સમયે 2 લાખ કરોડ રૂપિયાનો એનપીએ હતો. હાલનાં સમયમાં 12 લાખ કરોડ રૂપિયાનું એનપીએ છે. કૃપા જણાવો કે આ એનપીએ એટલો મોટો કઇ રીતે થયો. 

મોદી સરકારની વિદેશ નીતિ પર પણ સવાલ ઉઠાવતા ગાંધીએ કહ્યું કે, પાકિસ્તાનનોં એક અલગ પ્રકારનો પાડોશી છે. તેની સાથે માળખાગત સમસ્યા છે. ત્યાં ચાર-પાંચ કેન્દ્ર છે અને કોની સાથે વાત કરવી તે અંગે હંમેશા અવઢવ હોય છે. પાકિસ્તાન આપણા દેશમાં આતંકવાદી ગતિવિધિ કરાવે છે. તેની વાત અલગ  છે, જો કે અન્ય પાડોશી દેશની સાથે સંવાદની ઘણી સંભાવનાઓ છે. નેપાળ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે વડાપ્રધાન મોદીને પસંદ કરતા હતા પરંતું 2 મહિનામાં જ મોદીને તે લોકો ધિક્કારવા લાગ્યા. 

પોતાની માંનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ક્હ્યું કે,  મે મારા માં પાસેથી ઘણુ શિખ્યું છે. મારા માંએ મને ધેર્યની શીખ આપી છે. હું પહેલા ધેર્યવાન નહોતો, જો કે મારા માંએ મને રાજનીતિ ઉપરાંત જીવનમાં પણ ઘણુ શિખાડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news