રાયપુર: રાહુલે PM મોદી પર સાધ્યું નિશાન, જાદુથી મોંઘુ થયું રાફેલ

રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી હવે ભાજપના લોકોને કહ્યું કે સારા દિવસો આવશે પરંતુ સારા દિવસો પણ હજી સુધી આવ્યા નથી

રાયપુર: રાહુલે PM મોદી પર સાધ્યું નિશાન, જાદુથી મોંઘુ થયું રાફેલ

રાયપુર : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલે નિશાન સાધત કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ભાજપના સભ્યો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અચ્છે દિન આવશે, જો કે હજી સુધી અચ્છે દિન આવ્યા નથી. તેમણે કહ્યું કે, ખેડૂત, મજુર, યુવા તમામે વડાપ્રધાન મોદીના વચો પર ભરોસો કર્યો હતો અને તમામ લોકોનો ભરોસો કર્યો હતો અને તમામનો ભરોસો તુટી ગયો. 

બીજી તરફ રાહુલ ગાંધી આરોપ લગાવતા કહ્યું કે, રાફેલ ડીલનો કોન્ટ્રાક્ટ તૈયાર હતો, જો કે જાદુથી 540 કરોડ રૂપિયાના હવાઇ જહાજ જાદુથી 1600 કરોડની થઇ ગઇ. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં કોંગ્રેસના નવા ભવનના ઉદ્ધાટન સમારંભમા લોકોને સંબોધિત કરતા આ વાત કરી હતી. 

રાફેલ મુદ્દે રાહુલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો.
રાયપુરમાં નવા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનના ઉદ્ધાટન સમારંભમાં રાહુલ ગાંધીએ મંચ પરથી વડાપ્રધાન મોદી પર શાબ્દિક આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાને રાફેલનો કોન્ટ્રાક્ટ પોતાના એક મિત્રને અપાવ્યો. તેમણે કહ્યું કે, ફ્રાંસના રાષ્ટ્રપતિએ મને પોતે કહ્યું કે, સીક્રેટ પેક્ટમાં ભાવ છુપાવવાની કોઇ વાત નથી, પરંતુ સંરક્ષણ મંત્રીએ આ વાત દેશથી છુપાવી. રાહુલે વડાપ્રધાન મોદી પર પોતાનો શાબ્દિક પ્રહાર ચાલુ રાખ્યો અને કહ્યું કે, સંસદમાં વડાપ્રધાન જ્યારથી અમે આ અંગે વાત કરી તો તેઓ અમારી આંખથી આંખ નહોતા મેળવી શક્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news