સચિન પાયલટના એક નિવેદનથી પાછો રાજકીય ગરમાવો, રાજસ્થાનમાં બધુ ઠીક નથી?

રાજસ્થાન વિધાનસભામાં સચિન પાયલટની સીટને લઈને વિવાદ થઈ શકે છે. વાત જાણે એમ છે કે વિધાનસભામાં સચિન પાયલટની સીટ બદલાઈ ગઈ. તેમને અપક્ષ ધારાસભ્યો સાથે બેસાડવામાં આવ્યાં. સચિન પાયલટ અને તેમના સમર્થક વિધાયકોને ગેલેરીમાં લાગેલી ખુરશી પર બેસાડવામાં આવ્યાં. એવું પણ કહેવાઈ રહ્યું છે કે સચિન પાયલટ જૂથને જાણી જોઈને અલગ થલગ રાખવામાં આવ્યું છે. 
સચિન પાયલટના એક નિવેદનથી પાછો રાજકીય ગરમાવો, રાજસ્થાનમાં બધુ ઠીક નથી?

જયપુર: રાજસ્થાન વિધાનસભામાં સચિન પાયલટની સીટને લઈને વિવાદ થઈ શકે છે. વાત જાણે એમ છે કે વિધાનસભામાં સચિન પાયલટની સીટ બદલાઈ ગઈ. તેમને અપક્ષ ધારાસભ્યો સાથે બેસાડવામાં આવ્યાં. સચિન પાયલટ અને તેમના સમર્થક વિધાયકોને ગેલેરીમાં લાગેલી ખુરશી પર બેસાડવામાં આવ્યાં. એવું પણ કહેવાઈ રહ્યું છે કે સચિન પાયલટ જૂથને જાણી જોઈને અલગ થલગ રાખવામાં આવ્યું છે. 

વિધાનસભામાં બોલતા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે કહ્યું કે 'પહેલા જ્યારે ત્યાં બેસતો હતો ત્યારે હું સુરક્ષિત હતો સરકારનો ભાગ હતો. મેં વિચાર્યું કે મારા અધ્યક્ષ અને ચીફ વ્હિપ સાહેબે મારી સીટ અહીં કેમ રાખી છે. ત્યારે મે બે મિનિટ વિચાર્યું તો જોયુ કે આ સરહદ છે અને સરહદ પર કોને મોકલવામાં આવે છે સૌથી મજબૂત યોદ્ધાને...'

સચિન પાયલટે વધુમાં કહ્યું કે ' ભલે તે મારા મિત્ર હોય કે સાથી હોય. આપણે જે ડોક્ટર પાસે સમસ્યા જણાવવાની હતી તે જણાવી દીધી. સારવાર કરાવ્યાં બાદ આપણે બધા સવા સો લોકો સદનમાં ઊભા છીએ. આ સરહદ પર ભલે ગમે તેટલી ગોલાબારી થાય આપણે બધા અને હું કવચ, ઢાલ, ગદા અને ભાલો બનીને બધાને સુરક્ષિત રાખીશ.'

— ANI (@ANI) August 14, 2020

અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાની બાજુમાં 127 નંબરની સીટ પર સચિન પાયલટના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સચિન પાયલટની સાથે જ પૂર્વ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મિણાની પણ જગ્યામાં ફેરફાર થયો છે. વિશ્વેન્દ્ર સિંહ છેલ્લી હરોળમાં 14માં નંબરની સીટ પર બેઠા જ્યારે રમેશ મિણા પાંચમી હરોળની 54 નંબરની સીટ પર બેઠા છે. કોરોનાના કારણે પણ વિધાયકોને દૂર દૂર બેસાડવામાં આવશે જેને લઈને વિધાનસભામાં કેટલીક વધારાની બેઠકો પણ  લગાવવામાં આવી છે. વિધાનસભા સદનમાં 45થી વધુ એક્સ્ટ્રા સીટો લગાવવામાં આવી છે.

અશોક ગેહલોતે રજુ કર્યો વિશ્વાસ પ્રસ્તાવ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ગતિરોધ વચ્ચે આજે વિધાનસભા સત્રની શરૂઆત થઈ. સદનમાં પહેલે જ દિવસે મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો. કોંગ્રેસે પોતાના તમામ વિધાયકો માટે વ્હિપ બહાર પાડી દીધો છે. મોટી વાત એ છે કે વિધાનસભામાં સચિન પાયલટ જૂથના વિધાયકો અલગથી સદન પહોંચ્યાં જ્યારે અશોક ગેહલોતના ધારાસભ્યો અલગ સદન પહોંચ્યાં. 

ભાજપ લાવવા માંગતો તો અવિશ્વાસ પ્રસ્તાવ
અત્રે જણાવવાનું કે ભાજપ પણ અશોક ગેહલોત સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો હતો પરંતુ તે પહેલા જ ગેહલોતે વિશ્વાસ પ્રસ્તાવ રજુ કરી દીધો. હવે મુખ્યમંત્રી અશોક ગેહલોતે સદનમાં પૂર્ણ બહુમત સાબિત કરવો પડશે. 

જુઓ LIVE TV

પાયલટ જૂથના ધારાસભ્યો પણ પહોંચ્યા વિધાનસભા
કોંગ્રેસે વિધાનસભા સત્ર અગાઉ વ્હિપ બહાર પાડ્યું છે અને સરકારના પક્ષમાં મતદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ જૂથના ધારાસભ્યો અલગથી વિધાનસભા પહોંચ્યાં. આ એક મહત્વની વાત છે જે ઈશારો કરે છે કે રાજસ્થાન સરકારમાં બધુ ઠીક નથી. જે એકજૂથતા દેખાડી રહી છે તે માત્ર બનાવટી છે. 

અત્રે જણાવવાનું કે વિધાનસભા સત્રમાં ચીન બોર્ડર પર ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા 20 સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ. ગેહલોત જૂથના ધારાસભ્યો બસમાં પહોંચ્યા જ્યારે પાયલટ જૂથના ધારાસભ્યો પોતાની કારથી વિધાનસભા સદન પહોંચ્યાં. ગુરુવારે સાંજે સચિન પાયલટ, અશોક ગેહલોતની મુલાકાત થઈ છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news