4 આતંકીઓ ISI એજન્ટ સાથે ભારતમાં ઘૂસ્યા, રાજસ્થાન-ગુજરાત બોર્ડર સહિત સમગ્ર દેશમાં હાઈ અલર્ટ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સોમવારના રોજ પાકિસ્તાનના ISI એજન્ટ સાથે ચાર સભ્યો રાજસ્થાન ગુજરાતની સરહદમાં દાખલ થયા છે. જાણકારી મળ્યા બાદ હાઈ અલર્ટ જાહેર કરાયો છે. મળતી માહિતી મુજબ આઈએસઆઈ એજન્ટ સાથે ચાર સભ્યો અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર દેશમાં દાખલ થયા છે. ત્યારબાદ રાજસ્થાન ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં હાઈ અલર્ટ જાહેર કરાયો છે. 

4 આતંકીઓ ISI એજન્ટ સાથે ભારતમાં ઘૂસ્યા, રાજસ્થાન-ગુજરાત બોર્ડર સહિત સમગ્ર દેશમાં હાઈ અલર્ટ

સિરોહી: રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સોમવારના રોજ પાકિસ્તાનના ISI એજન્ટ સાથે ચાર સભ્યો રાજસ્થાન ગુજરાતની સરહદમાં દાખલ થયા છે. જાણકારી મળ્યા બાદ હાઈ અલર્ટ જાહેર કરાયો છે. મળતી માહિતી મુજબ આઈએસઆઈ એજન્ટ સાથે ચાર સભ્યો અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર દેશમાં દાખલ થયા છે. ત્યારબાદ રાજસ્થાન ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં હાઈ અલર્ટ જાહેર કરાયો છે. 

— ANI Digital (@ani_digital) August 19, 2019

હાઈ અલર્ટ જાહેર કર્યા બાદથી જ IGPના નિર્દેશ પર એસપી કલ્યાણ મલ મીણા દ્વારા સિરોહી જિલ્લાના બોર્ડરવાળા વિસ્તારો પર સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો છે. સિરોહી જિલ્લાના આબુરોડ રાજસ્થાન-ગુજરાત બોર્ડરના માવલ અને છાપરી ચોકીઓ પર વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. સિરોહી જિલ્લાના પોલીસ એસપી કલ્યાણમલ મીણાએ એક સંદેશ બહાર પાડતા આ અંગેની જાણકારી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશને આપી છે. 

જુઓ LIVE TV

આ સંદેશામાં લખાયું છે કે આઈએસઆઈ એજન્ટ સાથે ચાર સભ્યો અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર દેશમાં ઘૂસ્યા છે. જે ગમે ત્યારે આતંકી ઘટનાને અંજામ આપી શકે છે અને તેના પગલે રાજસ્થાન-ગુજરાત સહિત દેશભરમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. માહિતી મળ્યા બાદથી જ પોલીસ દ્વારા સુરક્ષા સુસ્ત કરાઈ છે અને ઠેર ઠેર વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news