કોંગ્રેસે આપ્યા સમાધાનના સંકેત, પાયલટ જૂથ આજે રાત્રે જયપુર માટે થશે રવાના

રાજસ્થાન (Rajasthan)માં ગત બે મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અટકવાનું લઇ રહ્યું નથી. કોંગ્રેસ સાથે બગાવત કરી ચૂકેલા ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)એ પોતાનું વલણ નરમ કર્યું છે તો કોંગ્રેસ પણ સમાધાનના મૂડમાં જોવા મળી રહી છે.

કોંગ્રેસે આપ્યા સમાધાનના સંકેત, પાયલટ જૂથ આજે રાત્રે જયપુર માટે થશે રવાના

નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan)માં ગત બે મહિનાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ અટકવાનું લઇ રહ્યું નથી. કોંગ્રેસ સાથે બગાવત કરી ચૂકેલા ડેપ્યુટી સીએમ સચિન પાયલટ (Sachin Pilot)એ પોતાનું વલણ નરમ કર્યું છે તો કોંગ્રેસ પણ સમાધાનના મૂડમાં જોવા મળી રહી છે. સોમવારે સચિન પાયલટે રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ સમધાનના સંકેત આપ્યા છે. આ દરમિયાન સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર સચિન પાયલટ જૂથના તમામ ધારાસભ્ય આજે રાત્રે જયપુર માટે રવાના થશે. સચિન પાયલટ પણ સાથે જયપુર આવશે. થોડા સમયમાં સચિન પાટલટ પોતાના ધારાસભ્યો સાથે જયપુર રવાના થશે.

રાજસ્થાનના રાજકીય ઘમાસાણ પર કોંગ્રેસનો પહેલું મોટું સત્તાવાર નિવેદન આવ્યું છે. સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે નિવેદનમાં કહ્યું કે સચિન પાયલટ અને રાહુલ ગાંધીની મુલાકાતમાં રાજસ્થનના રાજકીય ઘટનાક્રમ પર ચર્ચા થઇ. વેણુગોપાલે કહ્યું કે સચિન પાયલટ કોંગ્રેસમાં રહેશે અને રાજસ્થાન સરકાર સાથે કામ કરશે. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નક્કી કર્યું છે કે આઇસીસી તરફથી 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે સચિન પાયલટ અને તેમના સમર્થક ધારસભ્યોના ઇશ્યૂઝ પર ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે. 

બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્માએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી છે. શર્મા પાયલટ કેમ્પમાંથી નિકળીને સીધા મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા. ઝી મીડિયા સાથે વાતચીતમાં ભંવરલાલ શર્માએ કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત સારી રહી. તેમણે કહ્યું કે વિકાસના કામ ન થવાથી નારાજગી હતી તે હવે દૂર થઇ ગઇ છે. CM એ આશ્વાસન આપ્યું છે કે અમારા તમામ કામ થશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક સંયુક્ત પરિવાર છે. સચિન પાયલટને પાર્ટીમાં પરત આવવું જોઇએ. સચિન પાયલટને મજબૂતી પુરી પાડવી જોઇએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અને સચિન પાયલટની મુલાકાત દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહી. દિલ્હીમાં સચિન પાયલટએ દિલ્હીમાં AICC (All India Congress Committee)ના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. મીટિંગમાં પાયલટે રાહુલ ગાંધીને તે પરિસ્થિતિઓ વિશે જણાવ્યું, જેના લીધે મજબૂરીમાં કોંગ્રેસ સાથે બગાવત કરી લીધી. રાજસ્થાનના બાગી નેતા સચિન પાયલટ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે મુલાકાતને અટકળો વચ્ચે કોંગ્રેસના ટોચના સૂત્રોનો દાવો છે કે બંને પક્ષો વચ્ચે એક કરાર થયો છે અને સોમવારે જ ઔપચારિક બેઠક થઇ શકે છે. આ પહેલાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી. 

કોંગ્રેસના સૂત્રોએ કહ્યું કે અનુભવી પાર્ટી નેતા અહમદ પટેલે તે મુદ્દાને ઉકેલવા માટે કરાર કર્યો, જેને સચિન પાયલટ જૂથના બાગી વલણ બાદ અશોક ગેહલોત સરકારના અસ્તિત્વને ખતરામાં મુકી દીધું હતું. બાગી વલણ બતાવ્યા બાદ કોંગ્રેસે સચિન પાયલોટને ઉપમુખ્યમંત્રી અને રાજ્યના પાર્ટી પ્રમુખ પદ પરથી સસ્પેંડ કરી દીધા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news