રામ મંદિર મુદ્દે સરકાર હવે અધ્યાદેશ લાવીને જમીન ન્યાસને સોંપે: RSS

રામ જન્મભુમિ પર ભવ્ય મંદિરના નિર્માણને જોર આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) એ સોમવારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ઝડપથી નિર્ણય કરે. જો કંઇ સમસ્યા થાય તો સરકાર કાયદો બનાવીને મંદિરના નિર્માણનો માર્ગમાં રહેલી બાધાઓ દુર કરે તથા શ્રીરામ જન્મભૂમિ ન્યાસને જમીન સોંપે. 
રામ મંદિર મુદ્દે સરકાર હવે અધ્યાદેશ લાવીને જમીન ન્યાસને સોંપે: RSS

નવી દિલ્હી : રામ જન્મભુમિ પર ભવ્ય મંદિરના નિર્માણને જોર આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) એ સોમવારે કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ઝડપથી નિર્ણય કરે. જો કંઇ સમસ્યા થાય તો સરકાર કાયદો બનાવીને મંદિરના નિર્માણનો માર્ગમાં રહેલી બાધાઓ દુર કરે તથા શ્રીરામ જન્મભૂમિ ન્યાસને જમીન સોંપે. 

સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે પોતાનાં નિવેદનમાં કહ્યું કે, હાઇકોર્ટે પોતાનાં ચુકાદામાં તે વાતનો સ્વિકાર કર્યો હતો કે ઉપરોક્ત સ્થાન રામલલાનું જન્મ સ્થાન છે. તેમણે દાવો કર્યો કે તથ્ય અને પ્રાપ્ત સાક્ષ્યો પરથી પણ સાબિત થઇ ચુક્યું છે કે મંદિર તોડીને ત્યાં કોઇ ઢાંચો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પૂર્વમાં ત્યાં મંદિર જ હતું. 

અરૂણ કુમારે કહ્યું કે, સંઘનુ મંતવ્ય છે કે જન્મભૂમિ પર ભવ્ય મંદિર ઝડપથી બનવું જોઇએ તથા જન્મ સ્થાન પર મન્દિર નિર્માણ માટે જમીન મળવી જોઇએ. મંદિર બનવાથી દેશમાં સદ્ભાવના અને એકાત્મતાનું વાતાવરણ નિર્માણ થશે. 

સંઘના અખીલ ભારતીય પ્રચાર પ્રમુખે કહ્યું કે, આ દ્રષ્ટીએ સુપ્રીમ કોર્ટ ઝડપથી ચુકાદો આપે, અને જો કોઇ સમસ્યા હોય તો સરકાર કાયદો બનાવે જેથી મંદિર નિર્માણનો માર્ગ પ્રશસ્ત થાય અને જમીન શ્રીરામ જન્મભુમિ ન્યાસને સોંપવામાં આવે. 

જ્યારથી આંદોલનનો પ્રારંભ થયો છે, ત્યારથી પુજ્ય સંતો અને ધર્મ સંસદના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે અને તેનું અમે તેનું સમર્થન કરીશું. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનના માલિકી હક વિવાદ મુદ્દે દાખલ દિવાની અપીલોને આવતા વર્ષે જાન્યુઆરીના પહેલા અઠવાડીયમાં યોગ્ય પીઠની સામે સુચીબદ્ધ કરવામાં આવ્યા છે જે સુનવણીની તારીખ નિશ્ચિત કરશે.

મુખ્ય ન્યાયાધીશ રંજગ ગોગોઇના નેતૃત્વવાળી ત્રણ સભ્યોના પીઠે કહ્યું કે, યોગ્ટ પીઠ આવતા વર્ષે જાન્યુઆરીમાં સુનવણી કરશે અને આગળની તારીખ નિશ્ચિત કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news