Xiaomi લોન્ચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) હાલ દેશમાં નંબર 1 સ્માર્ટફોન નિર્માતા કંપની છે.

Xiaomi લોન્ચ કરશે સૌથી સસ્તો સ્માર્ટફોન, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

નવી દિલ્હી: ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi) હાલ દેશમાં નંબર 1 સ્માર્ટફોન નિર્માતા કંપની છે. કંપની તરફથી ભારતીય બજારમાં લોન્ચ કરાયેલા રેડમી 6A (Redmi 6A) અને રેડમી નોટ 6 પ્રો (Redmi Note 6 Pro)એ શાઓમીને આ સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જો કે હવે એવા અહેવાલ છે કે કંપની વધુ એક સસ્તો ફોન ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. હવે  કંપની ફીચર ફોન યૂઝ કરનારા ગ્રાહકોને ટારગેટ કરીને સસ્તા સ્માર્ટફોનને લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. 

જલ્દી લોન્ચ થઈ શકે છે સસ્તો ફોન
એવા સમાચાર છે કે કંપનીનો નવો સ્માર્ટફોન એન્ડ્રોઈડ ગો  (Andriod Go) ઓપરેટિંગ સિસ્ટમથી લેસ હશે. આ ફોનની પોઝિશન શાઓમીના સસ્તા ફોન રેડમી 6એથી પણ નીચે હશે, હાલ તેની કિંમત 5,999 રૂપિયા છે. જો શાઓમી તરફથી આના કરતા પણ સસ્તો ફોન લોન્ચ કરાયો તો ભારતીય બજારમાં તે સૌથી વધુ વેચાનાર ફોન બની શકે છે. શાઓમી એન્ડોઈડ ગો (Xiaomi Android Go) અંગે લીક થયેલા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ ફોન કંપની બહુ જલદી લોન્ચ કરવાની છે. 

ફોનનું માર્કેટિંગ નામ M1903C3GG મોડલ હશે
રિપોર્ટમાં એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે નવા ફોનને નવા વર્ષના પહેલા અઠવાડિયાની અંદર  કંપની બજારમાં લોન્ચ કરી શકે છે. આ અગાઉ પણ કંપની વર્ષની શરૂઆતમાં રેડમી 7, રેડમી 7 પ્રો અને રેડમી 7એ લોન્ચ કરી ચૂકી છે. આ બધુ જોઈને એવી આશા પણ વધી રહી છે કે કંપની નવા વર્ષમાં વધુ એક નવો ફોન લોન્ચ કરીને ધમાકો કરી શકે છે. નવા ફોનનું નામ રેડમી ગો હશે અને તેનું માર્કેટિંગ નામ M1903C3GG મોડલ હશે. તે શાઓમીનો એન્ટ્રી લેવલ સેગ્મેન્ટવાળો ફોન હશે. 

એન્ડ્રોઈડ ગોના સ્પેસિફિકેશન
એન્ડ્રોઈડ ગો કે શાઓમી રેડમી ગો હાર્ડવેયર સ્પેસિફિકેશન મુદ્દે હળવો હશે. તેમાં અગાઉથી જ કેટલીક એપ ઈન્સ્ટોલ્ડ હશે અને તે Android 9 (Pie) Go એડિશન પર ચાલશે. ફોનમાં ડ્યુઅલ સિમ સ્લોટ પણ અપાશે અને તેમાં વન જીબી રેમ તથા બ્લ્યુટૂથ 4.2 હશે. રેડમી ગો 8 જીબી અને 16 જીબીના ઈન્ટરનેશનલ સ્ટોરેજ સાથે આવવાની આશા છે. સ્માર્ટફોનની સ્ક્રિનની સાઈઝ 6 ઈંચથી ઓછી હશે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોનના બેક અને ફ્રન્ટ બંનેમાં સિંગલ કેમેરા હશે. 

એન્ડ્રોઈડ ગોની કિંમત
શાઓમીની પ્રોડક્ટ પહેલેથી જ બજેટ સ્માર્ટફોન માટે ભારતીય બજારમાં ખુબ લોકપ્રિય છે. હાલ શાઓમીનો સૌથી સસ્તો ફોન ભારતીય બજારમાં 5,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. જે રેડમી 6એ છે. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ નવા ફોનની કિંમત 3000 રૂપિયા સુધીની હોઈ શકે છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news