Republic Day 2024: કર્તવ્ય પથ પર જોવા મળશે દેશની આન, બાન અને શાન, ગુજરાતની ઝાંખી આ ગામ પર આધારિત

દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.  કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.

Republic Day 2024: કર્તવ્ય પથ પર જોવા મળશે દેશની આન, બાન અને શાન, ગુજરાતની ઝાંખી આ ગામ પર આધારિત

દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.  કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી થશે. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થશે. 

સવારે 10.30 વાગે શરૂ થશે પરેડ
ગણતંત્ર દિવસ પરેડ સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સમર સ્મારક પર જવાની સાથે શરૂ થશે. જ્યાં તેઓ શહીદ થયેલા નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરશે. રક્ષા મંત્રાલયના જણાવ્યાં મુજબ થોડા સમય બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને તેમના ફ્રેન્ચ સમકક્ષ મેક્રોન પરંપરાગત બગ્ગીમાં પહોંચશે. આ પ્રથા 40 વર્ષના સમયગાળા બાદ ફરી શરૂ થઈ રહી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગીત સાથે જ સ્વદેશી બંદૂક પ્રણાલી 105 એમએમ ઈન્ડિયન ફીલ્ડ ગનથી 21 તોપની સલામી આપવામાં આવશે. 

ઐતિહાસિક ઘટના
પહેલીવાર એક વધુ ઐતિહાસિક ઘટનામાં લેફ્ટેનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા હથિયારની ભાળ મેળવનારા સ્વાતિ રડાર અને પિનાકા રોકેટ પ્રણાલીનું પરેડમાં નેતૃત્વ કરશે. લેફ્ટેનન્ટ દીપ્તિ રાણા અને પ્રિયંકા સેવદા ગત વર્ષ આર્ટિલરી રેજિમેન્ટમાં નિયુક્ત થયેલા 10 મહિલા અધિકારીઓમાંથી છે. પરેડની શરૂઆત પરંપરાગત સૈન્ય બેન્ડની જગ્યાએ પહેલીવાર 100થી વધુ મહિલા કલાકારો દ્વારા શંખ, નાદસ્વરમ, નગારા જેવા ભારતીય સંગીત વાદ્યોથી થશે. ભારતીય વાયુસેનાના ફ્લાયપાસ્ટ દરમિયાન લગભગ 15 મહિલા પાઈલટ પણ નારી શક્તિનું પ્રતિનિધિત્વ કરશે. સીએપીએફની ટુકડીઓમાં પણ ફક્ત મહિલાકર્મી સામેલ થશે. 

રામલલ્લા પરેડમાં પણ જોવા મળશે
અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થયા બાદથી સમગ્ર દેશમાં રામ લહેર ચાલી રહી છે. આજે ગણતંત્ર દિવસ સમારોહમાં દિલ્હીમાં થનારી પરેડમાં પણ તે જોવા મળશે. જ્યારે પરેડ શરૂ થશે તો તેમાં યુપીની ઝાંખી જોઈને બધા હાથ જોડી લેશે. કર્તવ્ય પથ પર રામલલ્લા પણ જોવા મળશે. યુપીની ઝાંખી પર બધાની નજર ટકેલી રહેશે. 

(Video credits: News Agency ANI) pic.twitter.com/NRINLBLKGO

— WION (@WIONews) January 23, 2024

ઝાંખીનો આગળનો લૂક મંદિર જેવો છે. અને તેના ઉપર ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન થશે. ભગવાન રામ એક હાથમાં ધનુષ અને  બીજા હાથમાં બાણ લઈને ઊભેલી મુદ્રામાં જોવા મળશે. યુપીના ઝાંખીમાં સૌથી આગળ ઉત્તર પ્રદેશની બનાવટ પણ ભગવા રંગમાં છે. ઝાંખીની સામે નીચે લખેલી ઉત્તર પ્રદેશની ડિઝાઈનનો આધાર ધનુષ પર ટકેલો જોવા મળ છે અને બાણ આકાશ તરફ જતું જોવા મળે છે. રામલલ્લાની બરાબર પાછળ એક કળશ જોવા મળશે અને ઋષિ પણ જોવા મળશે. 

આ કારણે ઉજવાય છે ગણતંત્ર દિવસ
ભારતનો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ થવાની ખુશીમાં ઉજવાય છે. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યા બાદ દેશનું બંધારણ લખવામાં આવ્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું હતું. ત્યારથી દેશ દર વર્ષે પોતાનો ગણતંત્ર દિવસ ઉજવે છે. આજે આ પરેડ સવારે 10.30 વાગે વિજય ચોકથી શરૂ થશે અને કર્તવ્ય પથ પર થઈને નેશનલ સ્ટેડિયમમાં જઈ પૂરી થશે. 

ગુજરાતની ઝાંખી
ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખીનું તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.

— Press Trust of India (@PTI_News) January 22, 2024

અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત’ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.  

— Press Trust of India (@PTI_News) January 23, 2024

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૯ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે. અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news