દરેક મંત્રીના ઓફિસમાં RSS નો એક આદમી બેસ્યો છે અને આદેશ આપે છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો કે તે વિભિન્ન સંસ્થાઓમાં આરએસએસના લોકોને બેસાડી અને તેમની પાસેથી આદેશ અપાવી તે સંસ્થાઓને નબળી કરી રહી છે. 

દરેક મંત્રીના ઓફિસમાં RSS નો એક આદમી બેસ્યો છે અને આદેશ આપે છે: રાહુલ ગાંધી

દાવણગેરે (કર્ણાટક): કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સરકાર પર આરોપ લગાવ્યો કે તે વિભિન્ન સંસ્થાઓમાં આરએસએસના લોકોને બેસાડી અને તેમની પાસેથી આદેશ અપાવી તે સંસ્થાઓને નબળી કરી રહી છે. રાહુલ ગાંધીએ અહીં શહેરના વેપારીઓ સાથે વાત કરતાં કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તે સંસ્થાઓને આરએસએસના નિયંત્રણમાંથી મુક્ત કરશે.

વેપારીઓને મળ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું 'હું જાણતો નથી કે તમને ખબર છે કે દરેક મંત્રીના કાર્યાલયમાં આરએસએસનો એક વ્યક્તિ બેઠ્યો છે અને આદેશ આપી રહ્યો છે. એટલા માટે તમે શું આશા રાખી શકો છો. સંસ્થાઓનું અપમાન અને આ માળખાને લીધે દેશની બેકિંગ સિસ્ટમ ધ્વસ્ત થઇ ગઇ છે.' કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ''નીરવ મોદી અને મેહુલ ચોક્સી કોણ છે' તેમણે કહ્યું કે જ્યારે તમે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) જેવી સંસ્થાઓનું સન્માન ન કર્યું, ત્યારે આ લોકોનો ઉદય થયો, તેમણે કહ્યું 'અમે પીયૂષ ગોયલ (કૌભાંડમાં નામ હોવાનું) સાંભળી રહ્યાં છીએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાગેડૂ હીરા વેપારી નીરવ મોદી અને તેના સંબંધી મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડ કેસમાં કેંદ્રમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ કેંદ્રીય મંત્રી પિયૂષ ગોયલના સંબંધો તેમની સાથેના સંબંધોને લઇને નિશાન સાધ્યું હતું.

તેમણે કહ્યું કે આરબીઆઇના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને નોટબંધીના વિરૂદ્ધ સલાહ આપી હતી. રાહુલે દાવો કર્યો કે મુખ્ય આર્થિક સલાહકાર, કેંદ્રીય નાણામંત્રી અને કેબિનેટ પ્રધાનમંત્રીની નોટબંધીની યોજનાથી અજાણ હતા. તેમણે આરોપ લગાવ્યો કે 'નોટબંધી પહેલાં કેબિનેટ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. તે લોકો (કેબિનેટ મંત્રીઓ)ને રૂમની બહાર નિકળવા દીધા ન હતા.

રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે કોંગ્રેસ બેરોજગારીની સમસ્યા કેવી હલ કરશે તો રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નિર્માણ કાર્ય, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં નાના અને મધ્યમ સ્તરના બિઝનેસોને પ્રોત્સાહન આપીને સમાધાન કરશે. કોંગ્રેસ અધ્યક્ષે એ પણ કહ્યું કે ચીન રોજગારી સર્જન કરવામાં સફળ રહી છે કારણ કે તેની સરકાર પોતાના કાર્યબળને કૌશલ ટ્રેનિંગ આપે છે.

રાહુલ ગાંધીએ કેંદ્ર સરકાર પર કર્યો હુમલો
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકારમાં કુશળ તાલીમ આપવાની વાત થઇ નથી રહી. રાહુલ ગાંધીએ કહ્યું કે બેંકોને નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગપતિને લોન આપવી જોઇએ. પરંતુ આ ફાયદો ભારતીય બિઝનેસ જગતના 15 મોટા વેપારીઓને મળી રહ્યો છે. તેમણે કહ્યું કે 'અનિલ અંબાણીનું 45,000 કરોડ રૂપિયાનું દેવું છે તેની મદદ માટે રાફેલ (લડાકૂ વિમાન)નો કોન્ટ્રાક્ટ તેને આપવામાં આવ્યો.'

જોકે, કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ લખેલા એક પત્રમાં અંબાણીએ આ આરોપનું ખંડન કર્યું અને કહ્યું કે રિલાયન્સ સંયુક્ત સાહસને પોતાના ભાગીદાર તરીકે પસંદ કરવાનો ડસાલ્ટનો નિર્ણય બંને ખાનગીઓ કંપનીઓ વચ્ચે એક સ્વતંત્ર કરાર હતો. સાથે જ બંને સરકારોને તેની સાથે કોઇ લેવાદેવા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news