ક્લાસરૂમમાં ભણાવી રહ્યા હતા પ્રિન્સિપાલ, 20 વિદ્યાર્થીઓની સામે ગળુ કાપી હત્યા

અહીંયા છ લોકોના ગૃપે એક સ્કૂલના પ્રિન્સિપાલની 20 વિદ્યાર્થીઓની સામે તિક્ષણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી છે. ઘટના સમયે પ્રિન્સિપાલ ક્લાસરૂમ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતાં.

ક્લાસરૂમમાં ભણાવી રહ્યા હતા પ્રિન્સિપાલ, 20 વિદ્યાર્થીઓની સામે ગળુ કાપી હત્યા

બેંગલુરૂ: અહીંયા છ લોકોના ગૃપે એક સ્કૂલના પ્રિન્સિપાલની 20 વિદ્યાર્થીઓની સામે તિક્ષણ હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી છે. ઘટના સમયે પ્રિન્સિપાલ ક્લાસરૂમ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે આગ્રાહરા દશરાલ્લી ઉપનગરમાં હવાનુર પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ રંગનાથ (ઉ-60) 10માં ધોરણના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ત્યારે 6 લોકોનું એક ગૃપ ક્લાસરૂમમાં ધૂસી અને તેમની તિક્ષણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. હુમલાખોરે પ્રિન્સિપાલના ગળું કાપવાની સાથે શરીરના અન્ય ભાગોને પણ લોહીલુહાણ કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હત્યા કરી આ ગૃપ એક કારમાં ફરાર થઇ ગયુ હતુ. જેનાથી તેઓ સ્કૂલમાં આવ્યા હતા. એક ખાનગી જાણકારીના આધાર પર ગૃપનો એક સભ્યને મહાલક્ષ્મી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.

તેમણે પોલીસ પર હુમલો કર્યો, ત્યારબાદ પોલીસે તેના પગમાં ગોળી મારી હતી. તે આરોપીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે આ હત્યા પાછળ સ્કૂલની બિલ્ડિંગ સાથે જોડાયેલ જમીન વિવાદ કારણ હોઇ શકે છે.

હત્યાની આ ઘટનાથી વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. સાથે પિન્સિપાલના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો. પોલીસની પુછપરછમાં પરિવારજનોએ કહ્યું કે તેમને સમજાઇ રહ્યું નથી કે આ હત્યા કોણે કહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ કર્યા બાદ પરિવારને સોંપ્યો હતો. આ ઉપરાંત પરિવારજનોનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.

સ્કૂલના બાળકો સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. શરૂઆતની તપાસ બાદ પોલીસનું માનવું છે કે આ અંગત દુશ્મનીનો મામલો લાગી રહ્યો છે. જોકે પોલીસનું કહેવું છે કે તપાસ પ્રક્રિયા પૂરી થયા પછી જ કોઇ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news