અમદાવાદની બિયાંકાએ નાની ઉંમરમાં ઓરેકલ, જાવા એસઇ-6 પરીક્ષા પાસ કરી, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન


અમદાવાદની બિયાંકા ચેતન દલવાડી જેને સૌથી નાની પ્રોગ્રામર બનવાનો રેકોર્ડ તોડ્યો છે. તેણે માત્ર 7 વર્ષની ઉંમરમાં ઓરેકલ, જાવા એસઇ 6 પરીક્ષા પાસ કરી છે. જે પાસ કરવા માટે અન્ય લોકો ને ખૂબ મહેનત કરવી પડે છે જે બિયાંકા રમતા રમતા કરી લીધી છે. 

 અમદાવાદની બિયાંકાએ નાની ઉંમરમાં ઓરેકલ, જાવા એસઇ-6 પરીક્ષા પાસ કરી, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

આશ્કા જાની/અમદાવાદઃ ભગવાન દરેક વ્યક્તિમાં કોઈ શક્તિ આપે જ છે પરંતુ તે શક્તિની નાની ઉંમરમાં જ જાણ થઈ જાય અને સાથે યોગ્ય કૌશલ્ય મળે તો તે વ્યક્તિ દુનિયાના તમામ રેકોર્ડ તોડી નાખે છે. આવી એક પ્રેરણાદાયી કહાની એક બાળકીની છે. જેણે નાની ઉંમરમાં જ પોતાનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરાવી લીધું છે. 

માત્ર સાત વર્ષની ઉંમરમાં મેળવી મોટી સિદ્ધિ
અમદાવાદની બિયાંકા ચેતન દલવાડી જેને સૌથી નાની પ્રોગ્રામર બનવાનો રેકોર્ડ તોડ્યો છે. તેણે માત્ર 7 વર્ષની ઉંમરમાં ઓરેકલ, જાવા એસઇ 6 પરીક્ષા પાસ કરી છે. જે પાસ કરવા માટે અન્ય લોકો ને ખૂબ મહેનત કરવી પડે છે જે બિયાંકા રમતા રમતા કરી લીધી છે. બાળપણથી જ તકનીકી સમજ ધરાવતી બિયાંકા માત્ર બે વર્ષની હતી ત્યારે તે સરપન અને આઇપેડ ઓપરેટ કરતી હતી જેના પરથી બિયાંકાના માતા-પિતાને લાગ્યું કે તેની ઉંમર કરતા કંઈક વિશેષ પ્રગતિ કરી રહી છે. જેથી તેમણે બિયાંકાનો ડીએમઆઈટી (ડર્માટોગ્લિફિક્સ મલ્ટીપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ ) કરાવ્યો જેમાં તેના તકનીકી નોલેજ વિશે માહિતી મળતા તેમને ટેકનો સોફ્ટ કંપનીના એમડીના સંપર્કમાં આવ્યા અને તેમને બિયાંકાના સંભવિત ટેસ્ટ અને અનુભવ કર્યા હતા. 

બિયાંકાનું એડમિશન એનિમેશન સહિતના કોર્ષ શીખવા માટે કરવામાં આવ્યું હતું. બિયાંકાને સી ભાષાના પાઠ અને જાવા કોર્સ શરૂ કરાવવામાં આવ્યો હતો. માત્ર સાત વરસની ઉંમરમાં બિયાંકાએ વિશ્વની સૌથી નાની બાળકી બની જેને ઓરેકલ જાવા એસઇની પરીક્ષા ખૂબ જ ઓછા સમયમાં પાસ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. તને માત્ર આજ નહીં પરંતુ સૌથી નાની ઉંમરમાં લોંગેસ્ટ હેરનો પણ રેકોર્ડ બનાવે છે. બિયાંકા પોતાનું કરિયર ટેકનોલોજી ક્ષેત્રમાં બનાવવા માંગે છે અને સાથે અનેક નવા રેકોર્ડ બનાવવા માંગે છે.

બિયાંકા દલવાડીએ આવડતનો ખજાનો છે. કેમકે તે પોતાનામાં રહેલાં તમામ કૌશલ્યને યોગ્ય સમય અને ન્યાય આપી રહી છે. કોરોના મહામારી વચ્ચે લૉકડાઉનમાં બિયાંકાએ online 87 લોકોને જેમાં બાળક થી લઈ વૃદ્ધને ડ્રોઈંગના ક્લાસ કરાવ્યા છે. સાથે તે પોતે સારી રીતે ડાન્સ પણ કરે છે. બિયાંકા પોતે ટેકનોલોજી અને ધાર્મિકતાની સાથે રાખીને જીવે છે. 

આટલી નાની ઉંમરમાં જ ટેકનોલોજીમાં અવનવા પ્રોગ્રામ બનાવે છે. તો સાથે જ સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય બાળકો સાથે મળી ઘરમાં જ યજ્ઞ કરે છે. જેનાથી પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. બિયાંકા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા અને ગુરુજીને આપે છે. જોકે બિયાંકા જેની સૌથી વધારે નજીક હતી તેના પિતા હવે આ દુનિયામાં રહ્યાં નથી. પરંતુ તે તેના પિતાના સપના પૂરા કરવામાં લાગી ગઈ છે. તેના માતા ચેલ્સી હાલ માતા અને પિતાની બંને ભૂમિકા ભજવી તેના પડખે ઉભા છે.

માતા અને માસી માના પ્રેમ સહકાર અને ગુરુજીના જ્ઞાન સાથે સફળતા પ્રાપ્ત કરનાર અને રેકોર્ડ બનાવનાર બિયાંકા પોતાના દેશ માટે ટેકનોલોજી ક્ષેત્રમાં કઈક એવું કરવા માંગે છે જેનાથી વિશ્વમાં ભારતને નવી ઓળખ મળે અને ભારતીયોને અન્ય દેશ પર આધાર ન રાખવો પડે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news