ખૂંખાર જાનવરને જોઈને કૂતરાને આવી ગયો હાર્ટએટેક, તરફડિયા મારીને થયું મોત, જુઓ Video

ડર બધાને લાગે છે પછી ભલે તે માણસ હોય કે જાનવર. આવું જ કઈંક ચોંકાવનારો મામલો રાજસ્થાનમાં સામે આવ્યો છે.

ખૂંખાર જાનવરને જોઈને કૂતરાને આવી ગયો હાર્ટએટેક, તરફડિયા મારીને થયું મોત, જુઓ Video

નવી દિલ્હી: ડર બધાને લાગે છે પછી ભલે તે માણસ હોય કે જાનવર. આવું જ કઈંક ચોંકાવનારો મામલો રાજસ્થાનમાં સામે આવ્યો છે. જ્યાં એક કૂતરાને ડરના કારણે હાર્ટ એટેક આવી ગયો. તેનું તરફડ્યા મારી રસ્તા પર જ મોત થઈ ગયું. આ વાત સાંભળવામાં થોડી વિચિત્ર લાગે પરંતુ બિલકુલ સાચી વાત છે. આ ઘટના ત્યાં લાગેલા CCTV માં કેદ થઈ ગઈ જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. 

કૂતરાને આવી ગયો હાર્ટએટેક
મળતી માહિતી મુજબ આ મામલો રાજસ્થાનના જોધપુરનો છે. જ્યાં ગુરુવારે રાતે એક પેન્થર (દીપડા, ચિત્તાની જાતનું એક પ્રાણી) ગામડામાં ઘૂસી ગયો. જ્યારે આ પેન્થર એક કૂતરાની નજીકથી પસાર થયો તો તે એટલો ગભરાઈ ગયો કે તેને હાર્ટએટેક આવી ગયો. તેનું સ્થળ પર જ મોત નિપજ્યું. 

ઘટનાનો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં બે કૂતરા જોવા મળી રહ્યા છે. પેન્થરને દૂરથી જોઈને પહેલા તો કૂતરા તેની તરફ ભાગ્યા. પરંતુ જ્યારે તેમને અહેસાસ થયો કે આ એક ખૂંખાર જાનવર છે. તો બંને કૂતરા ઊંઘા પગે ભાગ્યા. આ દરમિયાન બેમાંથી એક કૂતરો નીચે પડી ગયો. જે કૂતરો પેન્થરની એકદમ નજીક હતો તેનામાં એટલો ડર વ્યાપી ગયો કે તેને હાર્ટએટેક આવી ગયો. કૂતરાનું ઘટનાસ્થળે જ મોત થયું. 

— Anubhav Veer Shakya (@AnubhavVeer) November 6, 2021

ગ્રામીણો અને બાળકોએ આતિશબાજી કરીને પોતાના ઘરમાં જતા રહ્યા હતા જેના કારણે કોઈ મોટી ઘટના ઘટી નહીં. વિસ્તાર એકદમ સૂમસામ હતો. 

પેન્થરના સમાચારથી દહેશતનો માહોલ
પેન્થર ઘૂસી ગયો હોવાના સમાચાર બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ છે. હજુ સુધી જો કે વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા નથી. શ્રવણસિંહ રાઠોડે જણાવ્યું કે સીસીટીવીમાં દેખાતું જાનવર દીપડો હોવાની શક્યતા છે. તેમનું કહેવું છે કે તેમની ટીમે વર્ષ 2019માં આ જ ગામના ક્ષેત્ર ચામુથી એક દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. જો કે તેમણે કહ્યું કે હવે વન વિભાગની ટીમ પગના માર્કા પરથી પહેલા એ સુનિશ્ચિત કરશે કે આ દીપડો જ હતો કે નહીં. ત્યારબાદ તેને રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે જોધપુરની આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news