ટિક ટોક વીડિયો બનાવતો હતો શાહરૂખ, મોડલિંગનો છે શોખ, દિલ્હી હિંસામાં કર્યું હતું ફાયરિંગ

એડિશનલ સીપી ક્રાઇમ બ્રાન્ચ અજીત કુમાર શિંગલાએ જણાવ્યું છે કે શાહરૂખે ત્રણ ગોળી ચલાવી હતી. પાંચ તેની પાસે જપ્ત થઈ છે. પિસ્તોલ સેમી ઓટોમેટિક છે. 6.75 બોરની છે. તે જીમનો શોખિન છે. 

ટિક ટોક વીડિયો બનાવતો હતો શાહરૂખ, મોડલિંગનો છે શોખ, દિલ્હી હિંસામાં કર્યું હતું ફાયરિંગ

નવી દિલ્હીઃ દિલ્હીના જાફરાબાદમાં 24 ફેબ્રુઆરીએ 8 રાઉન્ડ ફાયરિંગ અને પોલીસકર્મી પર પિસ્તોલ તાકનાર શાહરૂખની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરીને દિલ્હી પોલીસ તેને દિલ્હી લાવી છે. આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંગલાએ કહ્યું કે, શાહરૂખને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમે પિસ્તોલ રિકવરીનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. 

ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી અજીત સિંગલાએ કહ્યું કે, શાહરૂખે જે પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું, તેને મુંગેરથી ખરીદી હતી. શાહરૂખ પોતાના ઘરમાં જુરાબની ફેક્ટરી ચલાવતો હતો. તેનો એક સાથે તેના ઘરમાં જ કામ કરતો હતો, શાહરૂખે તેની પાસેથી પિસ્તોલ લીધી હતી. તેણે કહ્યું કે, શાહરૂખનું કહેવું છે કે જ્યારે પ્રદર્શન અને પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે તે જોશમાં આવી ગયો અને પોતાને ગોળી ચલાવતા રોકી શક્યો નહીં. 

ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે ફાયરિંગની ઘટના બાદ તે દિલ્હીમાં થોડા દિવસ સુધી રહ્યો, પછી પંજાબ ગયો હતો. પંજાબથી શાહરૂખ બરેલી ગયો પછી શામલી પહોંચ્યો હતો. શાહરૂખે બે વર્ષ પહેલા એક દોસ્ત પાસેથી પિસ્તોલ ખરીદી હતી. 

— ANI (@ANI) March 3, 2020

શાહરૂખનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી
પોલીસ પ્રમાણે શાહરૂખનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી પરંતુ તેના પિતાનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. શાહરૂખનો દાવો છે કે તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શાહરૂખની શામલીના બસ સ્ટેન્ડથી ધરપકડ કરવામાં આવી છે. શાહરૂખે પોલીસને જણાવ્યું કે, તે ગુસ્સામાં હતો અને તેથી પોતાને ફાયરિંગ કરતા રોકી શક્યો નહીં. તેને મોડલિંગનો શોખ છે અને તે ટિકટોક વીડિયો પણ બનાવે છે. 

પિતા પર નોંધાયેલો છે નકલી નોટ રાખવાનો કેસ
શાહરૂખના પિતા પર ડ્રગ અને નકલી ચલણનો કેસ નોંધાયેલો છે. શાહરૂખ પર કોઈ કેસ નોંધાયેલો નથી. પોલીસ પ્રમાણે શાહરૂખની ધરપકડ ત્યારે થઈ જ્યારે તે શામલી બસ સ્ટેન્ડથી મિત્રની પાસે જઈ રહ્યો હતો. પોલીસે કહ્યું કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન સાથે આરોપીના શું સંબંધ છે, તેની પર પણ તપાસ કરવામાં આવશે. 

— ANI (@ANI) March 3, 2020

બીએ સેકન્ડ યર સુધી શાહરૂખે કર્યો હતો અભ્યાસ
પોલીસે કહ્યું કે, શાહરૂખે બેચલર ઓફ ઓર્ટ્સ સેકેન્ડ યર સુધી અભ્યાસ કર્યો છે. પોલીસ હજુ તે નક્કી કરશે કે શાહરૂખ ક્યાં રહ્યો અને કોણે તેની મદદ કરી હતી. જેણે શાહરૂખની મદદ કરી તેની પણ ધરપકડ કરવામાં આવશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news