દેશમાં ફરીએકવાર રાષ્ટ્રપતિ શાસન? દેશ ચૂંટણીઓ મુદ્દે કરી રહી છે ગંભીર વિચાર !

લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાઓની સંભાવના મુદ્દે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે

દેશમાં ફરીએકવાર રાષ્ટ્રપતિ શાસન? દેશ ચૂંટણીઓ મુદ્દે કરી રહી છે ગંભીર વિચાર !

નવી દિલ્હી : મોદી સરકાર લોકસભાની સાથે સાથે રાજ્યોની વિધાનસભા ચૂંટણી કરાવવાનાં પોતાનાં મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે 2 વિકલ્પો પર વિચારણા કરી રહી છે. એક સાથે ચૂંટણી માટે કેન્દ્રને સંવિધાનમાં સંશોધન કરવું પડે પરંતુ સરકાર તેનાંથી બચવાનાં રસ્તાઓ શોધી રહી છે. સરકાર જે 2 વિકલ્પો અંગે વિચાર કરી રહી છે, તેમાંથી એક એવો રસ્તો છેકે તે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવે, જ્યાં ટુંક સમયમાં ચૂંટણી થવાની છે. આ પ્રકારે તે રાજ્યોની ચૂંટણી પણ સામાન્ય લોકસભા ચૂંટણી સાથે કરાવી દેવામાં આવે. જો કે આ પ્રકારે પણ લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ સાથે શક્ય નહી બને પરંતુ આ તે દિશામાં શરૂઆતી મોટુ પગલું હોઇ શકે છે. 

જે રાજ્યોમાં લોકસભા ચૂંટણીએ થોડા મહિનાઓ બાદ ચૂંટણી થવાની છે.તે રાજ્યોને પોત પોતાની વિધાનસભાઓનાં ભંગ કરવા માટે મનાવવામાં આવી શકે છે. જેથી તેઓ એક સાથે ચૂંટણીની પ્રક્રિયાનો હિસ્સો બની શકે.સરકાર જે બીજા વિકલ્પ અંગે વિચાર કરી રીહ છે, તે સમય પહેલા લોકસભા ચૂંટણી. સરકાર નવેમ્બર - ડિસેમ્બરમાં લોકસભા ચૂંટણી કરાવી શકે છે જેથી તે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે જ આ ચૂંટણી પણ સંપન્ન થઇ શકે. 

બંન્ને વિકલ્પોમાં સરકારને સંવિધાનમાં સંશોધન કરવાની જરૂર નહી પડે. સંવિધાનમાં સંશોધનમાં ઘણો વધારે સમય લાગશે અને સરકારોને તેનાં માટે ઘણી સમસ્યાઓનો સામનો પણ કવરો પડશે. આ મુદ્દે જોડાયેલી ચર્ચાની માહિતી રાખનારા સુત્રોએ જણાવ્યું કે, આ વિકલ્પોમાંથી કોઇને પણ લાગુ કરવામાં આવશે તો લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એકસાથે થઇ શકે તેમ નથી. જો કે દેશણાં એક સાથે ચૂંટણી માટે દિશા નક્કી કરી શકે છે. 

મહારાષ્ટ્ર અને હરિયાણાની સરકારો સાથે વિધાનસભા કાર્યકાળને 6 મહિના પહેલા જ ખતમ કરવા માટે મનાવવામાં આવી શકે છે. બંન્ને રાજ્યોમાં ખતમ કરવા માટે મનાવવામાં આવી શકે છે. બંન્ને રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી થવાની છે. આ પ્રકારે લોકસભા ચૂંટણી સાથે જ વિધાનસભા ચૂંટણીવાળા રાજ્યોની સંખ્યા વધીને 11 કરવામાં આવી શકે છે. સિક્કિમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, અરૂણાચલ પ્રદેશ અને ઓરિસ્સા, તે રાજ્યો પૈકી છે જ્યાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી થવાની છે. 

સુત્રોએ કેન્દ્ર સરકારનાં ઉચ્ચ મંત્રી આ વિકલ્પો પર આખરી નિર્ણય લેશે. આ મુદ્દાઓનો જોઇ રહેીલ સંસદની સ્થાયી સમિતીનું કહેવું છે કે, નજીકનાં ભવિષ્યમાં દર 5 વર્ષમાં એક સાથે ચૂંટણી કરાવવી મુશ્કેલ છે. જો કે આગળ ચાલીને તે લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં આવી શકે છે. સંસદીય સમિતીએ તેનાં માટે સલાહ આપી છે. કેટલાક રાજ્યોની વિધાનસભાઓનાં કાર્યકાળને જરૂરિયાત અનુસાર પહેલા પુરી કરવા અથવા વધારવા માટેની જરૂરિયાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news