કેરળ: હત્યારી વહુનો હચમચાવી નાખે તેવો કિસ્સો, 14 વર્ષમાં ઘરના 6 લોકોની ઠંડા કલેજે હત્યા કરી 

કેરળ (Kerala)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોઝિકોડમાં એક મહિલા પર પોતાની સાસુ, સસરા, પતિ અને અન્ય ત્રણ સંબંધીઓની હત્યાનો આરોપ છે. એવો આરોપ છે કે મહિલાએ હત્યાઓ માટે સાઈનાઈડનો ઉપયોગ કર્યો અને 14 વર્ષમાં આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો.

કેરળ: હત્યારી વહુનો હચમચાવી નાખે તેવો કિસ્સો, 14 વર્ષમાં ઘરના 6 લોકોની ઠંડા કલેજે હત્યા કરી 

તિરુવનંતપુરમ: કેરળ (Kerala)માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોઝિકોડમાં એક મહિલા પર પોતાની સાસુ, સસરા, પતિ અને અન્ય ત્રણ સંબંધીઓની હત્યાનો આરોપ છે. એવો આરોપ છે કે મહિલાએ હત્યાઓ માટે સાઈનાઈડનો ઉપયોગ કર્યો અને 14 વર્ષમાં આખા પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો. કોઝિકોડ પોલીસે અત્યાર સુધીમાં જોલી થોમસ નામની મહિલા અને તેના મિત્ર એમ.મેથ્યુ અને અન્ય એક આભૂષણ કર્મચારીની ધરપકડ કરી છે. આ કર્મચારી હત્યાઓ માટે સાઈનાઈડની વ્યવસ્થા કરતો હતો. 

પીડિતોના ભોજનમાં સાઈનાઈડ ભેળવી દેતી હતી જોલી
તપાસમાં માલુમ પડ્યું છે કે જોલી પીડિતોના ભોજનમાં સાઈનાઈડ ભેળવી દેતી હતી. સાઈનાઈડના કારણે કથિત પહેલું મોત 2002માં તેની સાસુ અનમ્મા થોમસનું થયું હતું. છ વર્ષ બાદ 2008માં જોલીએ કથિત રીતે સસરા ટોમ થોમસની હત્યા કરી દીધી હતી. અને ત્યારબાદ 2011માં જોલીએ પતિ રોય થોમસની પણ હત્યા કરી હતી. 

થોમસ પરિવારમાં હત્યાઓનો દોર અહીંથી જ ન અટક્યો. 2014માં આવી જ પરિસ્થિતિઓમાં રોય થોમસના મામા મેથ્યુનું મોત થયું. બે વર્ષ બાદ એક વધુ નીકટના સંબંધી સિલી અને તેના એક વર્ષના બાળકનું પણ સમાન સંજોગોમાં મોત થયું. સિલી એ શાજૂ (જોલીના પ્રેમી)ની પત્ની હતી. 

— ANI (@ANI) October 7, 2019

જોલીએ ગુનો કબુલ્યો
પીડિત પરિવાના વ્યક્તિ ધ્વારા કરાયેલી ફરિયાદના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તમામ પીડિતોના મોત ભોજન કર્યા બાદ થયાં. જોલી ઉપરાંત ઘરમાં તમામના મોતથી તેમના ઉપર શકની સોય અટકી. કોઝિકોડ ગ્રામીણ એસપીએ કહ્યું કે અમને જોલીની હાજરી દર વખતે હત્યા સમયે જાણી. તેણે પોતાના પક્ષમાં સંપત્તિ મેળવવા માટે નકલી દસ્તાવેજ પણ બનાવ્યાં. 

સૂત્રોએ જણાવ્યું કે લાંબી પૂછપરછ બાદ જોલીએ આખરે પોતાનો ગુનો કબુલ કર્યો. જ્યાં સુધી ઘટનાના ઉદ્દેશ્યનો સવાલ છે તો જોલી શાજૂ સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેની નજર થોમસ પરિવારની સંપત્તિ પર હતી. 

જુઓ LIVE TV

હત્યા ફક્ત એક જ પરિવાર સુધી સીમિત નથી
કેરળ પોલીસ ડીજીપી લોકનાથ બેહરાએ શંકા વ્યક્ત કરતા કહ્યું કે બની શકે કે  જોલી (47) દ્વારા સુનિયોજિત રીતે કોઝિકોડમાં ફક્ત એક જ પરિવારનો સફાયો ન થયો હોય. બેહરાએ કહ્યું કે જોલી અને તેના સહયોગીઓ દ્વારા કરાયેલા આ અપરાધની સંપૂર્ણ પરિપ્રેક્ષ્ય પર ટિપ્પણી કરવી એ અત્યારે ઉતાવળ કહેવાશે. જો કે તપાસ માટે પણ ખુબ પેચીદો મામલો છે. પરંતુ હું તેમના દ્વારા હજુ અન્ય હત્યાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકું નહીં. 

તેમણે કહ્યું કે અમે જોલીની અપરાધિક પ્રોફાઈલની જાણકારી મેળવવા માટે તેના પૂર્વ સંબંધો અને કેટલાક પુરાવાની જાણકારી મેળવી રહ્યાં છીએ. હાલ આ સમગ્ર જઘન્ય હત્યાઓ પાછળ વાસ્તવિક તસવીર ઘણું ખરું સ્પષ્ટ નથી. હું ફક્ત એટલું કહી શકું કે પોલીસે હત્યાઓનો પર્દાફાશ કરવા માટે સારું કામ કર્યું છે. જેની કદાચ કોઈને ખબર પણ ન પડી હોત. 

(ઈનપુટ-એજન્સી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news