ફૌજમાંથી બરતરફ જવાને પોતાના પરિવાર માટે માંગી ઇચ્છા મૃત્યું, જાણો કેમ થયો મજબૂર
ઉત્તર પ્રદેશના કાનપુરમાં દહેજ ઉત્પીડન કેસમાં ફસાયેલા ફૌજમાંથી બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાનમંત્રીને પત્ર લખીને પોતાના પરિવાર માટે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જાજમઉના વિસ્તારમાં રહેનાર વિજય સિંહનું કહેવું છે કે દહેજ ઉત્પીડનનો કેસ ખતમ થયા બાદ પણ તેને ફરીથી જોઇન કરવામાં આવી રહ્યો નથી.
Trending Photos
કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં દહેજ ઉત્પીડન કેસમાં ફસાયેલા ફૌજમાંથી બરતરફ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ, વડાપ્રધાનમંત્રીને પત્ર લખીને પોતાના પરિવાર માટે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જાજમઉના વિસ્તારમાં રહેનાર વિજય સિંહનું કહેવું છે કે દહેજ ઉત્પીડનનો કેસ ખતમ થયા બાદ પણ તેને ફરીથી જોઇન કરવામાં આવી રહ્યો નથી. એવામાં બાળકોનું પાલનપોષણ ખૂબ મુશ્કેલ થઇ ગયું છે. તેમની પાસે મોત સિવાય કોઇ બીજો રસ્તો નથી.
જોકે જાજમઉના રહેનાર વિજય સિંહ 26મી વાહિની આઇટીબીપીમાં પંજાબ લુધિયાણામાં સિપાહી છે. પત્નીએ તેમના પર દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ સામે આવ્યા બાદ અનુશાસનહીનતાના આરોપમાં તેને બરતરફ કરી દીધો હતો. વિજય સિંહ પર થયેલી કાર્યવાહી બાદ તેમની પત્નીએ પણ હાઇકોર્ટમાંથી કેસ ખતમ કરી દીધો છે.
દહેન ઉત્પીડન કેસ ખતમ થયા બાદ વિજ્ય સિંહ સતત પોતાના અધિકારીઓને પત્રાચાર કરી રહ્યા છે. તેમછતાં તેમને નોકરીમાં લેવામાં આવતો નથી. વિજય સિંહનું કહેવું છે કે વિભાગની અનદેખીના લીધી તેમનો પરિવાર ખૂબ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આર્થિક તંગીના લીધે પુત્રની સારવાર થઇ શકી નહી અને તેનું મોત થઇ ગયું.
ફૌજમાંથી બરતરફ વિજય સિંહે હવે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રીને પત્ર લખીને 15 દિવસમાં નોકરીમાં પુન:લેવાની માંગ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે આ તો મને ન્યાય આપવામાં આવે, નહી તો મારા પરિવારને ઇચ્છા મૃત્યું મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે