અમે દારૂગોળાના ઢગલા પર 370 હટાવીને તણખો ફેંકશો તો હિન્દુસ્તાન નહી બચે: મહેબુબા

જમ્મુ કાશ્મીર એક બારુદના ઢગલા પર બેઠું છે જેની ઝલક હાલમાં જ પુલવામામાં જોવા મળી, જો 370 હટશે તો સમગ્ર કાશ્મીર ભડકે બળશે અને તેમાં હિન્દુસ્તાન પણ સળગી જશે

અમે દારૂગોળાના ઢગલા પર 370 હટાવીને તણખો ફેંકશો તો હિન્દુસ્તાન નહી બચે: મહેબુબા

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબુબા મુફ્તીએ સોમવારે કહ્યું કે, ભાજપ દરેક પ્રકારે નિષ્ફળ રહી છે. તેઓ એવા મુદ્દા શોધી રહ્યા છે, જે મત્ત લેવા માટે મહત્વનાં હોય. તેમણે કહ્યું કે, જો કલમ 370ને હટાવવામાં આવે તો પછી હિન્દુસ્તાનનો જમ્મુ કાશ્મીર પર બિનકાયદેસર કબ્જો થઇ જશે. તેમણે ભાજપને ચેતવણી આપતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં બારુદ છે તમે ચિંગારી ફેંકશો તો ન જમ્મુ કાશ્મીર રહેશે અને ન તો હિન્દુસ્તાન રહેશે. 

મહેબુબા મુફ્તીએ કહ્યું કે, ભાજપ દરેક પગલે નિષ્ફળ રહ્યું છે પછી તે બેરોજગારીનો મુદ્દો હોય કે ખેડૂતોનો મુદ્દો હોય પછી મોંઘવારીનો મુદ્દો હોય. તેમણે કહ્યું કે, આ નિષ્ફળતાઓનાં કારણે હવે તેઓ આવા મુદ્દો શોધી રહી છે જેના આધારે તે મતદાતાઓને લલચાવી શકે. 35 એ એવો જ એક મુદ્દો છે. મહેબુબાએ કહ્યું કે 370નો સવાલ છે તો તે મુદ્દે પહેલા જ કહી ચુકી છું કે 370 જમ્મુ કાશ્મીરને મુલ્ક સાથે જોડે છે અને હવે તમે આ પુલને તોડો છો તો હિન્દુસ્તાનનું જમ્મુ કાશ્મીર પર કબ્જો અયોગ્ય બની જાય છે, તે વ્યાવસાયી બળ બની જાય છે. 

મહેબુબાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીર પહેલા જ દારુગોળાના ઢગલા પર બેઠેલું છે જેની ઝલક હાલમાં જ પુલવામામાં જોવા મળી છે. મહેબુબાએ કહ્યું કે, જો આ પ્રકારની નિવેદનબાજીથી ભાજપ ઉચુ નથી આવતું ન માત્ર જમ્મુ કાશ્મીર પરંતુ સમગ્ર દેશને સળગાવીને ખાખ કરી દેશે. એટલા માટે હું ચેતવણી આપુ છું કે ભાજપ વાળાઓને સલાહ આપીશ કે તેઓ આગ સાથે રમત કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં બારુદ છે અને તમે તણખો ફેંકવાનું કામ કરી રહ્યા છે. તેના કારણે ન તો કાશ્મીર રહેશે અને ન તો હિન્દુસ્તાન રહેશે. 

મહેબુબાએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષોથી જમ્મુ કાશ્મીરનાં લોકો લડી રહ્યા છે તેઓ ચોક્કસ ઇરાદા માટે. જ્યારે 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવશો તો તમે જમ્મુ કાશ્મીરને દેશમાંથી પણ આઝાદ કરશો.તેમણે કહ્યું કે, જે પ્રકારે એનઆઇએએ ધાર્મિક પ્રચારક મીરવાઇઝ મૌલવી ઉમર ફારુકને દિલ્હી લઇ ગયા તે દેખાડે છે કે કઇ રીતે આપણે કાશ્મીરમાં સખ્તી વર્તી રહ્યા છો. માત્ર મીરવાઇઝ સાથે નહી સમગ્ર કાશ્મીરીઓની ઇજ્જત સાથે રમત કરી રહ્યા છો, જેના પરિણામો ભવિષ્યમાં ખુબ જ ખતરનાક થવાનાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news