મોદી સરકારને ઝટકો, એનડીએ સાથે શિરોમણિ અકાલી દળે તોડ્યું ગઠબંધન

કિસાન બિલને લઈને મોદી સરકાર સાથે શિરોમણિ અકાલી દળની ખેંચતાણ ચાલી રહી હતી. આ વચ્ચે સુખબીર સિંહ બાદલે સ્પષ્ટ કર્યુ છે કે તેમનું હવે એનડીએ સાથે ગઠબંધન નથી. 

મોદી સરકારને ઝટકો, એનડીએ સાથે શિરોમણિ અકાલી દળે તોડ્યું ગઠબંધન

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો દેશમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કિસાનોની સાથે વિપક્ષ તરફથી પણ મોદી સરકારના કૃષિ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે મોદી સરકારને તેમના સહયોગી દળ શિરોમણિ અકાલી દળે વધુ એક ઝટકો આપ્યો છે. કૃષિ બિલના વિરોધમાં શિરોમણિ અકાલી દળે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો છે. 

શિરોમણિ અતાલી દળ તરફથી ઘણા સમય પહેલાથી જ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધને કારણે અકાલી દળના નેતા હરસિમરન કૌર બાદલે પહેલા પોતાના કેન્દ્રીય મંત્રી પદથી રાજીનામુ આપ્યું હતું. પરંતુ ત્યારે અકાલી દળે એનડીએને સમર્થન આપવાનું ચાલું રાખ્યું પરંતુ હવે અકાલી દળે એનડીએથી અલગ થવાનો નિર્ણય લીધો છે. 

— Sukhbir Singh Badal (@officeofssbadal) September 26, 2020

અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે પાર્ટીની કોર કમિટીની અધ્યક્ષતા કરતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ એનડીએથી અલગ થવાનો નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news