SC એ દિલ્હી સરકારના પક્ષમાં આપ્યો નિર્ણય, કહ્યું- 'સરકારનું ઓફિસરો પર નિયંત્રણ જરૂરી'
દિલ્હીના બોસ કોણ...મુખ્યમંત્રી કે ઉપરાજ્યપાલ? ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે આ અંગે ચુકાદો આપ્યો. કોર્ટે આ મામલે 18 જાન્યુઆરીના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે દિલ્હી સરકારને ઓફિસરોની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર છે.
Trending Photos
દિલ્હીના બોસ કોણ...મુખ્યમંત્રી કે ઉપરાજ્યપાલ? ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આજે આ અંગે ચુકાદો આપ્યો. કોર્ટે આ મામલે 18 જાન્યુઆરીના રોજ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે દિલ્હી સરકારને ઓફિસરોની ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર છે. આ મામલે દિલ્હી સરકારની મોટી જીત થઈ છે. કોર્ટે કહ્યું કે જમીન, કાયદો-વ્યવસ્થા અને પોલીસનો અધિકાર કેન્દ્ર પાસે રહેશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની મહત્વની વાતો...
- દિલ્હી અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો કરતા અલગ છે કારણ કે અહીં એક ચૂંટાયેલી સરકાર છે. દિલ્હી સરકારને એ જ શક્તિઓ છે જે દિલ્હી વિધાનસભાને મળેલી છે. પ્રશાસનિક વ્યવસ્થા ચૂંટાયેલી સરકાર પાસે હોવી જોઈએ.
सुप्रीम कोर्ट ने प्रशासनिक सेवाओं पर नियंत्रण के लिए दिल्ली सरकार के पक्ष में फैसला सुनाया और माना कि नौकरशाहों पर उसका नियंत्रण होना चाहिए। pic.twitter.com/aIBspkbgLn
— ANI_HindiNews (@AHindinews) May 11, 2023
- એક્ઝિક્યુટિવ મામલે અધિકાર એલજી પાસે. ઉપરાજ્યપાલ દિલ્હી સરકારની સલાહ અને સહાયતા સાથે કામ કરશે.
- આદર્શ સ્થિતિ એ હશે કે દિલ્હી સરકારને અધિકારીઓ પર નિયંત્રણ મળે. પોલીસ અને કાયદો વ્યવસ્થા તથા જમીન જે દિલ્હી સરકારના દાયરામાં નથી આવતા તે સિવાય અન્ય અધિકારીઓ પર અધિકાર દિલ્હી સરકારને મળવા જોઈએ.
- ચીફ જસ્ટિસે ચુકાદો વાંચતા કહ્યું કે જો રાજ્ય સરકારનું પોતાના આધિન અધિકારીઓ પર નિયંત્રણ નહીં હોય તો તેઓ ઠીકથી કામ કરશે નહીં. તેઓ સરકારની વાત નહીં માને.
- જો ચૂંટાયેલી સરકાર હોય તો તેને શક્તિ મળવી જોઈએ. NCT પૂર્ણ રાજ્ય નથી. દિલ્હીની ચૂંટાયેલી સરકાર છે પરંતુ અધિકાર મર્યાદિત છે.
- ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે દિલ્હીના કેટલાક મામલાઓમાં એલજીનો એકાધિકાર છે. વિધાનસભાને કાયદો બનાવવાનો અધિકાર છે.
- કોર્ટે કહ્યું કે લોકશાહી અને ફેડરલ સ્ટ્રક્ચરનું સન્માન જરૂરી.
- ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે આ બહુમતનો નિર્ણય છે. 5 જજોની બંધારણીય પેનલનો નિર્ણય છે. 2019ના નિર્ણય સાથે સહમત નથી. એ વર્ષે કેન્દ્રને સુપ્રીમ કોર્ટે અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગનો પૂરો હક આપ્યો હતો.
- ચૂંટાયેલી સરકારની જનતા તરફ જવાબદેહી હોય છે. કેન્દ્ર સરકારનું એટલું નિયંત્રણ ન હોઈ શકે કે રાજ્યનું કામકાજ પ્રભાવિત થાય. લોકતંત્ર અને ફેડરલ સ્ટ્રક્ચરનું સન્માન જરૂરી છે.
નિર્ણય પર કેજરીવાલની ટ્વીટ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીના લોકો સાથે ન્યાય કરવા બદલ માનનીય સુપ્રીમ કોર્ટનો હ્રદયપૂર્વક આભાર. આ નિર્ણયથી દિલ્હીના વિકાસની ગતિ બમણી થશે. જનતંત્રની જીત થઈ.
दिल्ली के लोगों के साथ न्याय करने के लिए माननीय सुप्रीम कोर्ट का तहे दिल से शुक्रिया। इस निर्णय से दिल्ली के विकास की गति कई गुना बढ़ेगी।
जनतंत्र की जीत हुई।
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 11, 2023
UT નો ફક્ત કેન્દ્ર સરકારવિસ્તાર- કેન્દ્રની દલીલ
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે બંધારણમાં ક્યારેય એવો વિચાર નહતો કરાયો કે યુટી (કેન્દ્રશાસિત પ્રદેશ) માટે અલગ સર્વિસ કેડર હોય. આ ફક્ત યુનિયન ઓફ ઈન્ડિયાનું એક્સટેન્શન છે અને યુટીમાં જે પણ કર્મીઓ કામ કરે છે તેઓ કેન્દ્રને આધિન આવે છે. 2007થી લઈને અત્યાર સુધી ફક્ત ચારવાર એવો મોકો આવ્યો છે કે જેમાંચૂંટાયેલી દિલ્હી સરકાર અને એલજી વચ્ચે મતભિન્નતા થઈ અને મામલો રાષ્ટ્રપતિને રેફર થયો હતો. સોલિસિટર જનરલે કહ્યું હતું કે મામલાને લાર્જર બેન્ચને રેફર કરવાની જરૂર એટલા માટે છે કારણ કે મામલો ફેડરલ સ્ટ્રક્ચર સાથે જોડાયેલો છે. આ સાથે જ કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે ફેડરલના સિદ્ધાંતને જોવો જરૂરી છે. જ્યારે ચીફ જસ્ટિસ અને અન્ય જજોએ મામલામાં સોલિસિટર જનરલને અલગથી નોટ રજૂ કરવાની મંજૂરી આપી હતી.
કંટ્રોલ ન હોય તો કેવી રીતે થાય કામ
દિલ્હી સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે રાજ્ય કે પછી યુનિયન ટેરેટરી ત્યાં સુધી કામ ન કરી શકે જ્યાં સુધી સિવિલ સર્વિસિઝ પર તેમનું નિયંત્રણ ન હોય. નોટિફિકેશન દ્વારા આ કંટ્રોલ લઈ શકાય નહીં. સિંઘવીએ કહ્યું કે જો અધિકારીની જવાબદેહી ન હોય તો તે પોતાના પ્રમાણે કામ કરશે અને અરાજકતા જેવી સ્થિતિ હશે. શું કોર્ટ આ વાતની કલ્પના કરી શકે કે એક કેન્દ્રશાસિત પ્રદેશ, જેની પોતાની વિધાનસભા છે, તેનો સિવિલ સર્વિસિઝ પર કંટ્રોલ નહીં હોય? આ જ આ કેસનું મૂળ છે. આ દરમિયાન સોલિસિટર જનરલે જ્યારે કહ્યું કે દિલ્હી દેશની રાજધાની છે તો સિંઘવીએ કહ્યું કે ચોક્કસપણે તે દેશની રાજધાની છે, દિલ્હી રાજ્યની જેમ છે અને તે યુટીની જેમ નથી.
સામૂહિક જવાબદારી અને સલાહ લોકતંત્રનો પાયો-SC
સુપ્રીમ કોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે આ કેસમાં તે સંતુલનની શોધ કરશે અને એ નક્કી કરશે કે સર્વિસિઝનો કંટ્રોલ દિલ્હી સરકાર પાસે હોય કે પછી કેન્દ્ર પાસે કે પછી તેનો વચ્ચેનો રસ્તો હોવો જોઈએ. બંધારણીય બેન્ચે એ પણ ટિપ્પણી કરી હતી કે સામૂહિક જવાબદારી અને સલાહ લોકતંત્રનો પાયો છે. કલમ 239 એએ સામૂહિક જવાબદારી અને સલાહની રક્ષા કરે છે અને તે લોકતંત્રનો મૂળ સિદ્ધાંત છે. આવામાં તમારે સંતુલન જાળવવું પડશે. અમારે એ સવાલનો જવાબ શોધવાનો છે કે પબ્લિક સર્વિસિઝનો કંટ્રોલ ક્યાં રહે. આ કંટ્રોલ એકના હાથમાં રહે કે પછી બીજાના હાથમાં રહે કે વચ્ચેનો રસ્તો હોય.
બેન્ચે સુનાવણી દરમિયાન મૌખિક ટિપ્પણી પણ કરી હતી કે રાજ્યની કાર્યકારી શક્તિ કેન્દ્ર લઈ શકે નહીં. કલમ 73 હેઠળ બંધારણ કહે છે કે કેન્દ્ર સરકાર રાજ્યની કાર્યકારી શક્તિઓ લઈ શકે નહીં, જેમ કે સીઆરપીસી સમવર્તી સૂચિમાં છે અને કેન્દ્ર સરકાર તેને લઈને કાયદો બનાવી શકે છે, પરંતુ રાજ્યની શક્તિ લઈ શકે નહીં. ચીફ જસ્ટિસે એમ પણ કહ્યું કે જ્યાં સુધી દિલ્હીની વિધાયી શક્તિનો સવાલ છે તો દિલ્હીની સ્થિતિ વિશિષ્ટ છે અને અહીં સંસદને સમવર્તી સૂચિ સાથે સાથે રાજ્યની લિસ્ટમાં પણ કાયદો બનાવવાનો અધિકાર છે. આવામાં જોવા જઈએ તો દિલહીમાં રાજ્ય સૂચિ અને સમવર્તી સૂચી વસ્તુ સ્થિતિમાં સમવર્તી સૂચિની જેમ છે. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરી કે દિલ્હી સરકાર પબ્લિક ઓર્ડર, કાયદો વ્યવસ્થા અને જમીન અંગે કાયદો બનાવી શકે નહીં અને એસીટી આ કેસમાં કાર્યકારી શક્તિનો ઉપયોગ કરી શકે નહીં. અમારે જોવાનું છે કે સર્વિસીઝ કોના દાયરામાં આવે છે.
દિલ્હી CM અને LG વચ્ચે અધિકારોની જંગ?
લાંબા સમયથી કેન્દ્ર અને દિલ્હી સરકાર વચ્ચે જંગ ચાલુ છે. આ મામલે કેન્દ્ર અને દિલ્હી સરકારનું શું કહેવું છે તે પણ જાણો. દિલ્હી સરકારનું કહેવું છે કે પોલીસ પર રાજ્ય સરકારનો કંટ્રોલ નથી. એલજી સરકારના કામકાજમાં વિધ્ન નાખે છે. કેન્દ્ર સરકાર એલજીનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે દિલ્હી દેશની રાજધાની છે. તેને રાજ્યના ભરોસે છોડી શકાય નહીં. કેન્દ્ર પાસે સંસદ અને દૂતાવાસની સુરક્ષાની જવાબદારી છે.
કેવી રીતે શરૂ થયો વિવાદ
દિલ્હીમાં આ અધિકારોની જંગ કેવી રીતે શરૂ થઈ તે પણ જાણવા જેવું છે. અંગ્રેજોએ દિલ્હીની રાજધાની બનાવી. 1947 બાદ રાજ્યને A, B C માં વહેંચવામાં આવ્યા. દિલ્હીને પાર્ટ C માં રાખવામાં આવ્યું. 1956 સુધી દિલ્હીની પોતાની વિધાનસભા રહેતી હતી. 1956માં રાજ્ય પુર્નગઠન કાયદો આવ્યો. દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું. પછી દિલ્હીમાં વિધાનસભા ભંગ કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. 1991માં નેશનલ કેપિટલ ટેરિટરી એક્ટ પાસ થયો. 1993માં દિલ્હીમાં ફરીથી વિધાનસભા બની. NCT એક્ટ હેઠળ બંને સરકારો મળીને કામ કરશે એ નક્કી થયું. કેન્દ્ર-દિલ્હી સરકારમાં શક્તિઓ વહેંચાઈ ગઈ.
શું છે આ GNCTD Act
કેન્દ્ર સરકારે 2021માં ગવર્મેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી એક્ટ (GNCTD Act) પાસ કર્યું હતું. જેમાં દિલ્હીના ઉપરાજ્યપાલને કેટલાક વધુ અધિકાર અપાયા હતા. આમ આદમી પાર્ટીએ આ કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમ આદમી પાર્ટી અવારનવાર કેન્દ્ર સરકાર પર ચૂંટાયેલી સરકારના કામકાજમાં વિધ્ન નાખવા માટે ઉપરાજ્યપાલનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે