કમલનાથ સરકાર રહેશે કે જશે? કાલે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ


મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમે શુક્રવારે કમલનાથ સરકારને ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. 

કમલનાથ સરકાર રહેશે કે જશે? કાલે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

નવી દિલ્હી/ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય નાટક વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સાંજે પાંચ કલાક સુધી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહની કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેંગલુરૂમાં રહેલાં 16 ધારાસભ્યો પોતાની ઈચ્છા પ્રમાણે ફ્લોર ટેસ્ટમાં ભાગ લઈ શકશે. સર્વોચ્ચ કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને આ ધારાસભ્યોને સુરક્ષા આપવાનો પણ આદેશ આપ્યો છે. 

સુપ્રીમના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 'આતંક, દબાવ, લોભ, પ્રલોભનના પ્રયાસ બાદ કમલનાથજી સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં. તેમાં દિગ્વિજય સિંહ પણ લાગેલા હતા. તેથી માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય શિરોમાન્ય છે. કાલે ફ્લોર ટેસ્ટ થશે. હાથ ઉઠાવીને થશે અને અમારો વિશ્વાસ છે કે અલ્પમતની સરકાર જશે.'

— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) March 19, 2020

તેમણે કહ્યું, 'આ જનતાની સાથે વિશ્વાસઘાત કરનારી સરકાર છે. મધ્ય પ્રદેશને દલાલોનું ઘર બનાવનારી, દારૂ માફિયા દ્વારા સંચાલિત સરકાર છે. પરિવહન માફિયા, રેત માફિયા બધા સક્રિય હતા. મજાક બનાવી દીધી હતી આ લોકોએ. રોજ નિમણૂંકો થઈ રહી હતી. જ્યારે સરકારને સમર્થન નથી. આજે આવા અન્યાયનો પરાજય થયો છે.' શિવરાજ સિંહે આગળ કહ્યું, 'ફ્લોર ટેસ્ટમાં આ સરકાર પરાજીત થશે. નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. અમે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણયનું શિશ નમાવીને અભિનંદન કરીએ છીએ. કાલે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.'

બેંગલુરૂના ધારાસભ્યો આવશે કે નહીં, તેના પર શિવરાજે કહ્યું કે, તે તેણે નક્કી કરવાનું છે. તેમણે કહ્યું, 'અમારા ધારાસભ્યો સાથીઓએ થોડો વિશ્રામ કર્યો છે. હવે મોટી જવાબદારી આપવાની છે. જનતાની આશા આ સરકારને લઈ ડુબી. રાજ્યપાલના અભિભાષણ હતું ત્યારે રાડો પાડતા હતા... જલદી-જલદી શું થયું. અમારા ધારાસભ્યો સાથે છે, કિલો મજબૂત છે.'

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news