સબરીમાલા: મંદિરના મુખ્ય પૂજારી બોલ્યા- 'કોર્ટ ફક્ત કાયદા પર વિચાર કરે છે, પરંપરાઓ પર નહીં'

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા બાદ રાજ્યમાં હિંસાનો માહોલ છે. સબરીમાલા વિવાદ પર પહેલીવાર મંદિરના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવારુએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ ફક્ત કાયદા અંગે વિચાર કરે છે, પરંપરાઓ અને રિવાજો અંગે નહીં. 
સબરીમાલા: મંદિરના મુખ્ય પૂજારી બોલ્યા- 'કોર્ટ ફક્ત કાયદા પર વિચાર કરે છે, પરંપરાઓ પર નહીં'

તિરુઅનંતપુરમ: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા બાદ રાજ્યમાં હિંસાનો માહોલ છે. સબરીમાલા વિવાદ પર પહેલીવાર મંદિરના મુખ્ય પૂજારી કંદારારુ રાજીવારુએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ ફક્ત કાયદા અંગે વિચાર કરે છે, પરંપરાઓ અને રિવાજો અંગે નહીં. 

પરંપરા અને રિવાજો ચાલુ રહેવા જોઈએ-પૂજારી
અનેક શ્રદ્ધાળુઓ હજુ પણ માને છે કે જે રિવાજ છે તેને ચાલુ રાખવા જોઈએ. મારું ફક્ત એ માનવું છે કે પરંપરા અને રિવાજો ચાલુ રહેવા જોઈએ. આ એક  ખતરનાક સ્થિતિ છે. મારી પ્રાર્થના છે કે કૃપા કરીને રિવાજ અને નિયમોનું પાલન કરો. હિંસાનું સમર્થન કરતો નથી. આ કામ શ્રદ્ધાળુઓ નથી કરતા પરંતુ તેની પાછળ કોઈ બીજા તત્વો છે. તેમણે કહ્યું કે મારી ફક્ત એ પ્રાર્થના છે કે રિવાજ અને નિયમોનું પાલન થવું જોઈએ. 

હિંસાનું હું સમર્થન કરતો નથી
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા મુખ્ય પૂજારીએ કહ્યું કે હું રાજ્યમાં કોઈ પણ પ્રકારની હિંસાનું સમર્થન કરતો નથી. કોર્ટના ચુકાદા બાદ મંદિર પરિસર અને રાજ્યમાં જે પણ કઈ થઈ રહ્યું છે તે ખોટુ છે. 

બુધવારે ખુલ્યા સબરીમાલા મંદિરના કપાટ
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સબરીમાલા મંદિરના કપાટ બુધવારે માસિક પૂજા માટે ખોલવામાં આવ્યાં છે. સુપ્રીમના ચુકાદા બાદ મંદિરના કપાટ ખુલતાની સાથે જ મહિલાઓએ અંદર પ્રવેશ કરવાની કોશિશ કરી. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ તેમને રોકવાની કોશિશ કરી. એટલું જ નહીં આ દરમિયાન ક્યાંક ક્યાંક હિંસા પણ જોવા મળી. સબરીમાલા મંદિરના એક બેઝ કેમ્પ નિલક્કલમાં બુધવાર બપોરે કેટલાક પ્રદર્શનકારીઓ ભેગા થયા હતાં. આ લોકો મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિરોધ કરી રહ્યા હતાં. તેમને ખદેડવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news