25 વર્ષ અને 3 ગોટાળાની એક જ ફોર્મ્યુલા: બેંકિંગ સિસ્ટમે દળી દળીને વાટકીમાં ભર્યું

સામાન્ય નાગરિકને લોન આપવામાં ગલ્લા તલ્લા કરતી બેંકો ઉદ્યોગપતિઓ કૌભાંડ આચરે ત્યારે આંખો બંધ કરી દેતી હોય છે

25 વર્ષ અને 3 ગોટાળાની એક જ ફોર્મ્યુલા: બેંકિંગ સિસ્ટમે દળી દળીને વાટકીમાં ભર્યું

અમદાવાદ : જેમ જેમ પંજાબ નેશનલ બેંકમાં ગોટાળાઓ સામે આવી રહ્યા છે, તેમ તેમ સામે આવી રહ્યું છે કે દેશની બેંકિંગ વ્યવસ્થામાં છેલ્લા બે દેશકમાં કોઇ જ ફેરફાર આવ્યો નથી. દેશની બેંકોમાં આજે પણ તે જ પદ્ધતી દ્વારા ગોટાળાઓ કરવામાં આવી શકે છે જેની મદદ હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા કૌભાંડીઓ લઇ ચુક્યા છે. જો બેંકિંગ વ્યવસ્થામાં આટલી સરળતાથી ગોટાળા કરી શકાય છે તોશું આટલા મોટા ગોટાળાઓ ભૂતકાળમાં થયા હોવા છતા પણ દેશની સુરક્ષા વ્યવસ્થાની યોગ્ય વ્યવસ્થા નથી કરતા.

પીએનબી ગોટાળામાં મુખ્ય આોપી નીરવ મોદી એકવાર ફરીથી હર્ષદ મહેતા અને કેતન પારેખ જેવા ગોટાળાબાજોનું કારસ્તાનીને દેશની સામે મુકી દીધું છે. પહેલાથી જ એનપીએની સમસ્યા સામે જઝુમી રહેલી દેશની સરકારી બેંકોમાં આર્થિક સુરક્ષાનાં નામે શું પગલું ઉઠાવવામાં આવ્યા તે આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે દેશમાં છેલ્લા બે ત્રણ દશકની અંદર એક જ મોડસ ઓપરેન્ડીસની મદદથી કરોડોનાં ગોટાળા કરવામાં આવ્યા. બેંકિંગ નિયમોની મદદ લઇને કરોડોની રકમનો ચુનો બેંકોને લગાવવામાં આવ્યો.

બે દશક પહેલા કેતન પારેખ અને હર્ષદ મહેતા માટે આ ખુબ જ સરળ જુગાડ હતો કે તેઓ કોઇ પણ બિઝનેસ ડીલિંગમાં બેંક મેનેજરની મદદ લઇને બેંકનાં પૈસાનું બિઝનેસ પેમેન્ટ કરે. નીરવે પણ તે જ પ્રકારે લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, પે ઓર્ડર, બાયર ક્રેડિટ અને લેટર ઓફ કમ્ફર્ટ જેવા બેંક ઇન્સ્ટ્રુમેન્ટની મદદ લીધી. બેંકિંગનાં નિયમોમાં આ પ્રકારનાં પ્રાવધાનો બે બેંકોની વચ્ચે સીમિત સમયમા કોઇ ટ્રાન્ઝેક્શનને પ્રભાવી કરવા માટે છે.

2001માં કેતન પારેખે માધુપુર મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક સાથે આવા જ ઇન્ટર બેન્ક પે ઓર્ડરનો ઉપયોગ કરીને બીએસઇ સ્ટોક એક્સચેન્જને ચુકવણી કરી હતી. પારેખે પણ આ પે ઓર્ડર માટે પુરતા સિક્યોરિટી બેંકની પાસે નહોતી મુકી અને અંતમાં બેંકને નુકસાન થયું હતું. જો કે બેંકે પારેખનાં પે ઓર્ડર વટાવવાની મનાઇ તેવા સમયે કરી દીધી જ્યારે તેની પાસે પેમેન્ટ કરવા માટે પુરતા નાણા નહોતા.

અગાઉ 1992માં હર્ષદ મહેતાએ પણ એવી જ એક સીમિત અવધીની બેંક ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી શેર બજારમાં તેજીનો દોર લાવી દીધો હતો. મહેતાએ પોતાનાં સાથીઓ સાથે મળીને બેંકની ક્રેડિટની મદદ લેતા શેર્સ ખરીદીને પેમેન્ટ કર્યા. જો કે જ્યારે બેંકોની પાસે પોતાનું ફંડ ખુટી ગયું ત્યારે તેણે મહેતા અને તેનાં સાથીદારો પાસેથી રકમ વસુલવાનું પગલું ઉઠાવ્યું હતું. જો કે બેંક પગલા લે તે પહેલા બેંકની બેલેન્સ શીટ અને શેરબજાર બંન્નેમાં મોટો કડાકો બોલી ગયો હતો.

સીબીઆઇ દ્વારા આ મુદ્દે દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર હાલનાં ગોટાળામાં પણ આ ફોર્મ્યુલાની મદદ લેવામાં આવી છે. નીરવ મોદીની કંપનીએ ચાલી રહેલા અંડરટેકિંગ માટે બેંકમાં માર્જિન મની જમા કરાવ્યા નહોતા. જેથી મોદી દ્વારા દાખલ પૈસા સીધા જ ખાતામાં નોંધાયા. શું આટલા કૌભાંડો પછી પણ બેંકોનું તંત્ર જાગશે. કે હજી પણ આટલો મોટો કોઇ ગોટાળો થાય તેની રાહ જોશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news