ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત: 83% ઉમેદવાર બિનહરીફ જીત્યા

ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સત્તામાં રહેલ ભાજપને બંપર જીત થઇ છે. પાર્ટીનાં 83 ટકા ઉમેદવાર નિર્વિરોધ ચુંટાયા છે. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા ચૂંટણી પંચને ગત્ત અઠવાડીયે ગ્રામ પંચાયતની 6646 સીટોની ચૂંટણી જાહેરાત કરી હતી. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 8 જુલાઇ હતી. બીજી તરફ ઉમેદવારો પરત લેવાની અંતિમ તારીખ 11 જુલાઇ હતી. બીજી તરફ પાર્ટીએ બંપર જીત પ્રાપ્ત કરી છે. જો કે મતની ગણત્રી 31 જુલાઇનાં રોજ થવાની છે. 
ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત: 83% ઉમેદવાર બિનહરીફ જીત્યા

અગરતલા : ત્રિપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સત્તામાં રહેલ ભાજપને બંપર જીત થઇ છે. પાર્ટીનાં 83 ટકા ઉમેદવાર નિર્વિરોધ ચુંટાયા છે. ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા ચૂંટણી પંચને ગત્ત અઠવાડીયે ગ્રામ પંચાયતની 6646 સીટોની ચૂંટણી જાહેરાત કરી હતી. ઉમેદવારી દાખલ કરવાની અંતિમ તારીખ 8 જુલાઇ હતી. બીજી તરફ ઉમેદવારો પરત લેવાની અંતિમ તારીખ 11 જુલાઇ હતી. બીજી તરફ પાર્ટીએ બંપર જીત પ્રાપ્ત કરી છે. જો કે મતની ગણત્રી 31 જુલાઇનાં રોજ થવાની છે. 

ભુખથી ટળવળતા બાળકની દશા ન જોઇ શકતા માંએ ગળુ દબાવીને હત્યા કરી દીધી !
રાજ્યનાં ચૂંટણી પંચે કહ્યું કે, સત્તાપક્ષ પાર્ટી ભાજપ મોટાભાગના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા છે. અત્યારે લગભગ 850ગ્રામ પંચાયતો, 85 પંચાયત સમિતી અને 80 જિલ્લા પરિષદની સીટો પર 27 જુલાઇનાં રોજ ચૂંટણી કરાવવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું કે, સીપીઆઇએમ અને કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓનાં મોટાભાગની સીટો પર પોતાનાં ઉમેદવારો હટાવી લીધા. 

આ સ્થળો પર AMU કેમ્પસ સ્થાપિત કરવા માટે નથી થયું કંઇ કામ: કોંગ્રેસ નેતા
હવે 6646 સીટોમાંથી 591 ગ્રામ પંચાયત, 35 પંચાયત સમિતી (419 સીટ) અને 8 જિલ્લા પરિષદ 9116 સીટ) પર 27 જુલાઇના રોજ ચૂંટણી કરાવવામાં આવશે. ગત્ત અઠવાડીયે સ્થાનિક નિગમની ચૂંટણીમાં ભાજપ, સીપીઆઇએમ અને કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓ વચ્ચે રાજનીતિક હિંસા જોવા મળી હતી. જેમાં 75 લોકો ઘાયલ થયા હતા. પોલીસના અનુસાર ચૂંટણી પહેલા હિંસા દક્ષિણ ત્રિપુરા, ખોવાઇ, અને ઉત્તરી ત્રિપુરાના જિલ્લાઓમાં થઇ હતી. 

લદ્દાખ: ભારતીય સીમામા ઘુસ્યા ચીની સૈનિક, બેનર અને ઝંડા લહેરાવ્યા
બીજી તરફ સીપીઆઇએમ અને કોંગ્રેસનાં નેતાઓએ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે હિંસાના કારણે તેમના ઉમેદવાર પોતાની ઉમેદવારી દાખલ કરી શક્યા નહી. બીજી તરફ ભાજપે તેના આરોપો નકાર્યા હતા અને દાવો કર્યો કે, વિપક્ષી દળોએ પોતાનો જનાધાર ગુમાવી દીધો છે. 

કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
ભાજપ પ્રવક્તા નેંબેદુ ભટ્ટાચાર્જીએ કહ્યું કે, કોંગ્રેસ અને સીપીઆઇએમ બંન્ને પાર્ટીઓ પંચાયત ચૂંટણી લડવા માટે તૈયાર નથી કારણ કે તેમને પોતાની હાર દેખાઇ ચુકી છે. આ જ કારણ છે કે તેઓ આધાર વિહોણા આરોપો લગાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news