UAE માં રહેતાં ભારતીય ડોક્ટરો માટે ખુશખબરી! બધાને મળશે Golden Visa

Indian Doctors in UAE : આવનારા સમયમાં નોકરીથી લઈને અભ્યાસ અને સ્થાયી નિવાસ માટે સંયુક્ત આરબ અમીરાત લોકોની પહેલી પસંદ બની શકે છે. દુબઈ શાસકે બધા ડોક્ટરોને ગોલ્ડન વીઝા આપવાનો આદેશ કર્યો છે.

UAE માં રહેતાં ભારતીય ડોક્ટરો માટે ખુશખબરી! બધાને મળશે Golden Visa

નવી દિલ્લીઃ સંયુક્ત આરબ અમીરાતમાં રહેનારા ડોક્ટર્સને હવે ગોલ્ડન વીઝા આપવામાં આવશે. ફેડરલ ઓથોરિટી ફોર આઈન્ડેન્ટિટી એન્ડ સિટિઝનશિપે યૂએઈમાં રહેનારા ડોક્ટરોને ગોલ્ડન વીઝા આપવાની સુવિધા માટે ગોલ્ડન રેસિડેન્સી સર્વિસિઝની શરૂઆત કરી છે. યૂએઈના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી, દુબઈના શાસક હિઝ હાઈનેસ શેખ મહોમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના નિર્દેશ પછી ડોક્ટર્સ માટે આ સુવિધાની શરૂઆત કરવામાં આવશે.

મહામારીમાં યોગદાન માટે પ્રશંસા:
સેવાઓ અંતર્ગત ડોક્ટર્સ અને તેમના પરિવારને 10 વર્ષના રેસિડેન્સી વીઝા મળશે. યૂએઈ આ સુવિધા એટલા માટે આપી રહ્યું છે. કેમ કે વૈશ્વિક મંચ પર નોકરી, નિવાસ અને અભ્યાસ માટે તે પોતાની ઓળખ સૌથી પસંદગીના દેશના રૂપમાં બનાવી શકે. આઈસીએના કાર્યવાહક મેનેજિંગ ડાયરેક્ટર મેજર જનરલ સુહૈલ સઈદ અલ ખલીએ કહ્યું કે જેમણે કોરોના મહામારીને રોકવા માટે પોતાનું યોગદાન આપ્યું. યૂએઈમાં મોટી સંખ્યામાં ભારતીય ડોક્ટર્સ કામ કરે છે. જેમને આ નિર્ણયથી સીધો ફાયદો મળી શકે છે.

મેડિકલ પ્રોફેશનલ્સને આકર્ષિત કરવાની સુવિધા:
આઈસીએ સ્વાસ્થ્ય અને સુરક્ષા મંત્રાલય અને અન્ય અધિકારીઓની સાથે સહયોગ કરી રહ્યું છે. જેથી રજિસ્ટર્ડ ડોક્ટર્સ માટે ગોલ્ડન વીઝા હાંસલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી શકાય. આ પગલું દુનિયાભરના અનુભવી મેડિકલ પ્રોફેશનલ્સને  આકર્ષિત કરશે. જે યૂએઈના હેલ્થકેર ઈકોસિસ્ટમને વધારવામાં મદદ કરી શકે છે.

જીવનની ગુણવત્તામાં આવશે સુધારો:
યૂએઈનો આ નિર્ણય સ્થિરતા અને જીવનની ગુણવત્તાના મામલામાં દુનિયાના અગ્રણી દેશોમાંથી એક બનવામાં દેશની મદદ કરશે. સાથે જ શાનદાર સુવિધાઓ આપવા માટે આઈસીએની વૈશ્વિક પ્રતિસ્પર્ધાત્મકતાને પણ વેગ મળશે. જણાવી દઈએ કે ભારત અને યૂએઈની વચ્ચે સીધી ઉડાન સસ્પેન્ડ કરવામાં આવી છે. જેનાથી દુબઈ જેવા શહેરોમાં કામ કરનારા કામદારો જ માત્ર ભારતમાં જ ફસાયેલા નથી. પરંતુ તેમને તેમની નોકરીની પણ વધારે ચિંતા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news