ખેતરમાં કોઇ વસ્તુ બેકાર નથી હોતી, કચરાને પણ કંચન બનાવી શકાય છે: પીએમ મોદી

વડાપ્રધાને કહ્યું કે, તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા, ખેતીની પડતર ઘટાડવા અને નફો વધારવાની દિશામાં પ્રતિબદ્ધતાથી કામ કરી રહી છે

ખેતરમાં કોઇ વસ્તુ બેકાર નથી હોતી, કચરાને પણ કંચન બનાવી શકાય છે: પીએમ મોદી

નવી દિલ્હી : કૃષી ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગના મહત્વને રેખાંકિત કરતા વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે, તેમનો સ્પષ્ટ મત છે કે ખેડૂતોને કોઇ આગળ નહી લઇ જાય પરંતુ ખેડૂતો જ દેશને આગળ લઇ જાય છે. વડાપ્રધાને તેમ પણ કહ્યું કે, ખેતરમાં કોઇ પણ વસ્તી બેકાર નથી હોતી પરંતુ કચરાને પણ કંચન બનાવી શકાય છે. 

વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લખનઉમાં આયોજીત કૃષિ કુંભને સંબોધિત કરતા કૃષી ક્ષેત્રમાં ટેક્નોલોજીના ઉપયોગ અને તેના મહત્વ અંગે બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેમની સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા, ખેતીની પડતરમાં ઘટાડો કરવા અને લાભ વધારવા માટેની દિશામાં પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. 

સમગ્ર દેશમાં 28 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાવવાનું અભિયાન
અમે વિજળી અને ડિઝલ પર ચાલનારા પમ્મપને સોલાર પંપમાં બદલવાની તરફ આગળ વધી રહ્યા છીએ. વિજળી અથવા ડીઝલ પર ચાલી રહેલા પમ્પોને સૌર ઉર્ઝાથી બદલવા અંગે વ્યાપક અભિયાન ચલાવી રહ્યા છીએ. જેનાં હેઠળ આગામી ચાર વર્ષમાં સમગ્ર દેશમાં 28 લાખ ખેડૂતોને સોલાર પમ્મપ લગાવવાનું અભિયાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેના કારણે ખેડૂતોને મફત વિજળી મળશે બીજુ જરૂરિયાત કરતા વધારે વિજલી ઉત્પાદીત થાય વિજળી વિતરણ કંપનીઓને વેચી પણ શકશે. 
એક સમય હતો જ્યારે ખેડૂતો અન્નદાતા હતા પરંતુ હવે તે અન્નદાતા ઉપરાંત ઉર્જાદાતા બને તેવી સંભાવનાઓ પેદા થઇ ચુકી છે. આ અભિયાનથી ખેડૂતનાં જીવનમાં પરિવર્તન આવશે.

મે ખેડૂતોને મેળો ભરવા માટેની સલાહ આપી
વડાપ્રધાને કહ્યું કે, થોડા મહિનાઓ પહેલા કૃષી ઉન્નતી મેળા દરમિયાન મે ખેડૂતોને મેળો ભરવા માટેની સલાહ આપી હતી. તેનો જ વિસ્તાર કૃષી કુંભ તરીકે દેખાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રયાગરાજમાં લાગનારા કુંભમાં હજી થોડા મહિનાનો સમય છે પરંતુ યુપીનાી ધરતી પર એક અન્ય કુંભ આજથી ચાલુ થઇ ચુક્યો છે. વડાપ્રધાને કહ્યું કે તમને જાણીને આનંદ થશે કે પ્રદેશની સરકારે પહેલીવાર બટાકાની ખરીદીનો નિર્ણય લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news