Indian Corona Variant : ભારતના કોરોના વેરિએન્ટ પર કેટલી અસરકારક છે વેક્સિન? WHO એ આપ્યો જવાબ

WHOએ કહ્યું હતું કે, કોરોનાનો B.1.617 વેરિએન્ટ પ્રથમવાર ભારતમાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં જોવા મળ્યો હતો. આ વેરિએન્ટ વાયરસના ઓરિજિનલ વેરિએન્ટની તુલનામાં વધુ સરળતાથી ફેલાઈ છે. 

Indian Corona Variant : ભારતના કોરોના વેરિએન્ટ પર કેટલી અસરકારક છે વેક્સિન? WHO એ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર ભારતમાં જોવા મળેલ કોરોનાનો B.1.617 વેરિએન્ટ ખુબ ખતરનાક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાંતોએ તે પણ સ્વીકાર્યું કે, ભારતમાં મળેલા કોરોના વેરિએન્ટ વિરુદ્ધ વેક્સિન અને કોરોના દર્દીઓની કરવામાં આવી રહેલી સ્વાસ્થ્ય સારવાર તેના પર અસરકારક છે. આ જાણકારી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ડો. રોડેરિકો એચ ઓફરિને આપી છે. 

મહત્વનું છે કે WHOએ કહ્યું હતું કે, કોરોનાનો B.1.617 વેરિએન્ટ પ્રથમવાર ભારતમાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં જોવા મળ્યો હતો. આ વેરિએન્ટ વાયરસના ઓરિજિનલ વેરિએન્ટની તુલનામાં વધુ સરળતાથી ફેલાઈ છે. કોરોના પર કામ કરી રહેલા ડબ્લ્યૂએચઓના વૈજ્ઞાનિક મારિયા વાન કેરકોવે કહ્યું કે, કોરોનાનું B.1.617 વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેની જાણકારી ઉપલબ્ધ છે. તેમણે તે પણ કહ્યું કે, અમે તેને વૈશ્વિક સ્તર પર ચિંતાના વિષયના રૂપમાં વર્ગીકૃત કરી રહ્યાં છીએ. 

— ANI (@ANI) May 11, 2021

અત્યાર સુધી 17 દેશોમાં જોવા મળી ચુક્યો છે આ વેરિએન્ટ
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર ભારનો B.1.617 વેરિએન્ટ વાયરસની સંક્રમણ ક્ષમતા વધુ છે. ભારતમાં બીજી લહેર ઝડપથી ફેલાવાનું કારણ આ વેરિએન્ટને માનવામાં આવે છે. આ પહેલા ડબ્લ્યૂએચઓએ કહ્યું હતુ કે, 17 દેશોમાં આ સ્ટ્રેન પહોંચી ચુક્યો છે. ઝડપથી વધતા સંક્રમણને કારણે ઘણા દેશોએ ભારતમાં અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ છે. છેલ્લા ઘણા દિવસથી દેશમાં ચાર લાખ કેસો સામે આવી રહ્યો હતા. પરંતુ છેલ્લા બે દિવસમાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news