વૈભવ ગેહલોતે જીતી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી, બન્યો અધ્યક્ષ

જોધપુરથી લોકસભાની ચૂંટણી હારનાર મુખ્યપ્રધાન અશોક ગેબલોતના પુત્ર વૈભવ ગેહલોતે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદની ચૂંટણી જીતી લીધી છે. 

વૈભવ ગેહલોતે જીતી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી, બન્યો અધ્યક્ષ

જયપુરઃ જોધપુરથી લોકસભા ચૂંટણી હારનાર મુખ્યપ્રધાન અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA)ના અધ્યક્ષ ચૂંટી લેવામાં આવ્યા છે. વૈભવ ગેહલોતે 25 મતથી આરસીએના અધ્યક્ષની ચૂંટણી જીતી છે. તેની વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના નેતા રામેશ્વર ડૂડીનો કેમ્પ ચૂંટણી હારી ગયો છે. ઉપાધ્યક્ષ પદ પર ભાજપથી આગેવા અમીન પઠાણે જીત મેળવી છે. 

ચૂંટણી જીત્યા બાદ વૈભવ ગેહલોતે કહ્યું, 'તે ક્રિકેટના વિકાસ માટે કામ કરશે અને હાલના અધ્યક્ષ સીપી જોશીના માર્ગદર્શનમાં આગળ વધશે.' વૈભવ ગેહલોતે વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના ગાર્ડિયન બનાવ્યા છે. 

ચૂંટણી જીતી વૈભવ બોલ્યો- ક્રિકેટના સારા માટે કામ કરીશું
સીપી જોશીએ કહ્યું, 'અમે ક્રિકેટની ભલાઇ માટે કેટલાક કઠોર નિર્ણય લીધા છે, જેને કારણે કેટલાક લોકોને નારાજગી થઈ છે, પરંતુ અમે તેમને સમજાવી લેશું. રાજસ્થાનમાં ક્રિકેટને ફરી શરૂ કરવા અને અમારા ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું અમરી પ્રથમ પ્રાથમિકતા છે.'

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રામેશ્વર ડૂડીના મેદાનમાં આવવાથી વૈભવ ગેહલોત અને રામેશ્વર ડૂડી વચ્ચે જોરદાર ટક્કરની વાત સામે આવી રહી હતી. આ વચ્ચે રામેશ્વર ડૂડીની અધ્યક્ષતા વાળા નાગૌર ક્રિકેટ એસોસિએશનની માન્યતા રદ્દ કરી દેવામાં આવી, ત્યારબાદથી વૈભવની જીત નક્કી માનવામાં આવી રહી હતી. 

વૈભવે હાલમાં ક્રિકેટના રાજકીય મેદાનમાં એન્ટ્રી લીધી હતી
પીસી જોશીએ કહ્યું, 'તેમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોતની કોઈ દખલ રહી નથી. અમે નવા સંદર્ભમાં નવી રીકે ક્રિકેટને આગળ વધારીશું. કોઈપણ નેતા સામે અમારી નારાજગી નથી. ચૂંટણીમાં કુલ 36 મત હતા, જેમાંથી 25 મત વૈભવ ગેહલોતને મળ્યા છે.'

મહત્વનું છે કે વૈભવ ગેહલોતે પાછલા મહિને ક્રિકેટના રાજકીય મેદાનમાં એન્ટ્રી લીધી હતી. તેની રાજસમંદ ક્રિકેટ એસોસિએશનના કોષાધ્યક્ષ પદ પર નિયુક્તિ કરવામાં આવી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે અધ્યક્ષ ચૂંટાયા બાદ તેની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં પ્રવેશ કરવાની રાહ સરળ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news