Weather Update: વાવાઝોડાની અસર! આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
બંગાળની ખાડી ઉપર બનેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના કાર્યાલયના જણાવ્યાં મુજબ ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધતું રહેશે અને આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે અને શનિવારે સવારે બાંગ્લાદેશમાં કુરુપારા અને મોંગલા વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે.
Trending Photos
બંગાળની ખાડી ઉપર બનેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના કાર્યાલયના જણાવ્યાં મુજબ ડીપ ડિપ્રેશન ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધતું રહેશે અને આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી સંભાવના છે અને શનિવારે સવારે બાંગ્લાદેશમાં કુરુપારા અને મોંગલા વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા છે. આ સિસ્ટમના કારણે કેટલાક રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ પણ જોવા મળશે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન પૂર્વાનુમાન એજન્સી સ્કાયમેટનું માનીએ તો આજે તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓડિશાના કાંઠા વિસ્તારો, ગંગીય પશ્ચિમ બંગાળમાં મધ્યમથી ભારે વરસાદ શક્ય છે. આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ તથા આંતરિક તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક કે બે સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આ સાથે કેરળ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને દક્ષિણ અસમમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વરસાદની આગાહી, ગુજરાતમાં વધશે ઠંડી!
ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરેલી છે. આ ગાળા દરમિયાન ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાતની આગાહી આવી ગઈ છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પસાર થતા હવે ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. ઠંડા પવન શરૂ થતા આગામી ત્રણ દિવસ 16 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી ગયા બાદ ઠંડા પવનો શરૂ થતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં જ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ત્રણ દિવસ એટલે નવુ વર્ષ અને ભાઈબીજ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી જતા રવિવાર સવારથી જ ગુજરાતમાં ઠંડીનો અનુભવ શરૂ થઈ ગયો છે. વાતાવરણમાં જે બફારો હતો તે ગાયબ થઈ ગયો છે. આગામી ત્રણદિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેને કારણે રાતના સમયથી લઈને સવાર સુધી ઠંડી અનુભવાશે. હવામાન એક્સપર્ટસ કહે છે કે, હાલમાં ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી ગયું છે. જેને કારણે ઉત્તર પૂર્વના ઠંડા પવનો શરૂ થવાથી અમદાવાદનો પારો ગગડ્યો છે. અમદાવાદના પારો 3 થી 4 ડિગ્રી ગગડ્યો છે. જેથી છેક ભાઈબીજ સુધી ઠંડી અનુભવાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે