Amit Shah RoadShow: ખડગપુરમાં અમિત શાહના રોડ શોમાં લોકોની ભીડ, કહ્યું- ભાજપ 200થી વધુ સીટ જીતશે

West Bengal Assembly Election 2021: રોડ શો બાદ શાહે ખડકપુરમાં મોડી સાંજે ભાજપના જિલ્લા તથા મંડળના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. 
 

Amit Shah RoadShow: ખડગપુરમાં અમિત શાહના રોડ શોમાં લોકોની ભીડ, કહ્યું- ભાજપ 200થી વધુ સીટ જીતશે

કોલકત્તાઃ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (Bengal Assembly Election) ને ધ્યાનમાં રાખી રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ (Amit shah) પ્રથમ તબક્કાના મતદાન પહેલા રણમાં ઉતર્યા હતા. અસમમાં ચૂંટણી પ્રચાર બાદ સાંજે રાજ્યના બે દિવસીય પ્રવાસ પર પહોંચેલા શાહે ખગડપુરમાં મેગા રોડ શોની સાથે પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે. ખગડપુર સદરથી ભાજપ ઉમેદવાર તથા અભિનેતા હિરણ ચેટર્જીના સમર્થનમાં સાંજે આયોજીત રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શોમાં હાજર સમર્થકોને સંબોધિત કરતા શાહે મમતા સરકાર પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, અહીં ઉમટેલો જનસૈલાબ પરિવર્તનની નિશાની છે. બંગાળમાં તુષ્ટિકરણની રાજનીતિ હવે ચાલશે નહીં. 

તેમણે દાવો કર્યો કે, ભાજપ રાજ્યમાં 200થી વધુ સીટો જીતી ચોક્કસપણે પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે. શાહે ભાર આપીને કહ્યુ કે, બંગાળની જનતા અમારી સાથે છે. શાહે કહ્યુ- સરકાર રચાયા બાદ ભાજપ બંગાળમાં તુષ્ટિકરણ સમાપ્ત કરશે. ભ્રષ્ટાચાર, ગેરવસૂલી વસૂલાતની સાથે અહીં કટમનીની સંસ્કૃતિને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવશે. ભાજપની સરકાર બંગાળની સરહદોને પણ સુરક્ષિત કરશે. બંગાળનો ચારેબાજુ વિકાસ થશે. શાહે કહ્યુ કે, ભાજપનું લક્ષ્ય બંગાળને સોનાર બાંગ્લા બનાવવાનું છે અને આ લક્ષ્યની સાથે પાર્ટી આગળ વધી રહી છે. રોડ શો દરમિયાન શાહ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત મોટા નેતા હાજર રહ્યા હતા. ખુલી જીપમાં બેસી શાહ આગળ ચાલી રહ્યા હતા, જ્યારે પાછળ હજારો લોકોની ભીડ હતી. 

— ANI (@ANI) March 14, 2021

મમતા બેનર્જી જલદી સાજા થાય, શાહે કરી કામના
તો રોડ શો દરમિયાન શાહે મમતા બેનર્જી દ્વારા ખુદ પર થયેલા હુમલાના દાવા વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે,તેઓ આ વિશે વધુ બોલવા ઈચ્છતા નથી. માત્ર દુવા કરે છે કે તે જલદી સાજા થાય અને ચૂંટણી પ્રચારમાં લાગી જાય. મિની ઈન્ડિયા નામથી જાણીતા રેલનગરી ખડગપુરમાં લગભગ દરેક પ્રાંત તથા ભાષાના લોકો રહે છે, જેમાં મોટાભાગના મતદાતા હિન્દી તથા તેલુગૂ ભાષી છે. લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. અહીંથી ન માત્ર ભાજપ ઉમેદવાર જીત્યા પરંતુ દરેક વિધાનસભા ક્ષેત્રમાં લીડ મળી હતી. શાહે અહીંથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી તેને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કર્યો છે. 

ભાજપના નેતાઓ સાથે બેઠક પણ કરી
રોડ શો બાદ શાહે ખડકપુરમાં મોડી સાંજે ભાજપના જિલ્લા તથા મંડળના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી. 

સોમવારે બે ચૂંટણી જનસભાઓને કરશે સંબોધિત
શાહ સોમવારે બંગાળમાં બે ચૂંટણી જનસભાઓને સંબોધિત કરશે. સવારે પહેલા ખડગપુરના ઝાડગ્રામમાં તેમની સભા છે. ત્યારબાદ બપોરે 1 કલાકે બાંકુડા જિલ્લાના રાનીબંદમાં તેમની સભા છે. પ્રથમ તબક્કામાં ખડગપુર સદર સહિત 29 વિધાનસભા સીટો માટે 27 માર્ચે મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news