લોકલ પર વોકલનો આવ્યો નવો નારો, અહીં સમજો, શું કહેવા માંગે છે PM મોદી

કોરોના વાયરસ (Coronavirus) મહામારીએ આખા વિશ્વની દિગ્ગજ અર્થવ્યવસ્થાઓને ધ્વસ્ત કરી દીધી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ સમયને પણ ભારત માટે એક તકની માફક જોઇ રહ્યા છે.

લોકલ પર વોકલનો આવ્યો નવો નારો, અહીં સમજો, શું કહેવા માંગે છે PM મોદી

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) મહામારીએ આખા વિશ્વની દિગ્ગજ અર્થવ્યવસ્થાઓને ધ્વસ્ત કરી દીધી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ સમયને પણ ભારત માટે એક તકની માફક જોઇ રહ્યા છે. આ કડીમાં વડાપ્રધાન (Prime Minister)એ પહેલીવાર લોકલ પર વોકલ (Local par Vocal)નો નારો આપ્યો છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે શું આ છે આ નવા નારા મહત્વ..  

કોરોના વાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ માટે લાગૂ લોકડાઉન (Lockdown)ના ત્રીજો તબક્કો સમાપ્ત થતાં પાંચ દિવસ પહેલાં રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે સંકટના આ દૌરમાં 'લોકલ'એ જ આપણને બચાવ્યા છે. સ્થાનિક સ્તર પર નિર્મિત ઉત્પાદોએ જ આગળ વધવાનો રસ્તો બતાવ્યો છે, આપણે તેને જ આપણા આત્મનિર્ભર બનવાનો મંત્ર આપવો જોઇએ. 

વડાપ્રધાને કહ્યું કે 'મેક ઇન ઇન્ડીયા'ને સશક્ત બનાવવાનું છે. આ બધુ આત્મનિર્ભરતા, આત્મબળથી જ સંભવ થશે. તેમણે કહ્યું કે સમયની માંગ છે કે ભારત દરેક પ્રતિસ્પર્ધામાં જીતે, સરકાર જે આર્થિક પેકેજ જાહેર કરી રહી છે તેમાં અનેક જોગવાઇઓ કરવામાં આવી છે. તેનાથી ક્ષમતા વધશે, ગુણવત્તા સુધરશે. મોદીએ સ્થાનિક ઉત્પાદનોના મામલે ખાદીનું ઉદાહરણ આપતાં કહ્યું કે મેં તમને ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો તો આ ઉત્પાદનોના વેચાણમાં રેકોર્ડ બ્રેક વધારો થયો. તેના ઘણા સારા પરિણામ મળ્યા.  

વડાપ્રધાને મહ્યું કે એક વાયરસે આખી દુનિયાને તહેસ નહેસ કરી દીધી, આખી દુનિયા જીંદગી બચાવવાની જંગમાં લાગી છે. આ માનવ જાતિ માટે અકલ્પનીય છે. તેમણે અખ્યું કે 'આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે. આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે આ સંકટમાંથી પણ વિરાટ થશે. મોદીએ સરકાર તરફથી અર્થવ્યવસ્થાને વિભિન્ન ક્ષેત્રો માટે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરતાં કહ્યું કે આ પેકેજ 2020માં આત્મનિર્ભર ભારતને નવી ગતિ આપશે.  

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસ મહામારીની ગતિ રોકવા માટે 25 માર્ચના રોજ જ લોકડાઉન લાગૂ છે. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં લોકડાઉનના લીધે અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઇ રહ્યું છે. પરંતુ આ દરમિયાન વડાપ્રધાને એક નવી આશા જગાવવા માટે નવો નારો આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news