જેલમાં બંધ પતિનો ચહેરો જોતા જ ગર્ભવતી પત્નીને મળ્યું મોત, 20 દિવસ બાદ થવાની હતી ડિલિવરી

હત્યાના પ્રયત્નમાં જેલમાં બંધ પતિને મળવા ગયેલી પત્નીએ જેવો પતિનો ચહેરો જોયો તો તે બેહોશ થઈ ગઈ. મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ પરતું ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મહિલા 8 મહિનાની ગર્ભવતી હતી અને 27 જૂનના રોજ તેની ડિલિવરી થવાની હતી. દિયરે ભાભીના મોત માટે પોલીસ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે.

જેલમાં બંધ પતિનો ચહેરો જોતા જ ગર્ભવતી પત્નીને મળ્યું મોત, 20 દિવસ બાદ થવાની હતી ડિલિવરી

હત્યાના પ્રયત્નમાં જેલમાં બંધ પતિને મળવા ગયેલી પત્નીએ જેવો પતિનો ચહેરો જોયો તો તે બેહોશ થઈ ગઈ. મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ પરતું ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. મહિલા 8 મહિનાની ગર્ભવતી હતી અને 27 જૂનના રોજ તેની ડિલિવરી થવાની હતી. દિયરે ભાભીના મોત માટે પોલીસ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે. આ ઘટના ભાગલપુરની એક જેલની છે. 

વાત જાણે એમ છે કે આ ઘટના 6 જૂનના રોજ ભાગલપુરની જેલમાં ઘટી. ભાગલપુરના ઘોઘા ગોવિંદપુરના ગુડ્ડુ યાદવના લગ્ન ઘોઘા જાનિડીહની પલ્લવી યાદવ સાથે 2 વર્ષ પહેલા થયા હતા. બંનેએ લવમેરેજ કર્યા હતા. પલ્લવી હાલ 8 મહિનાની ગર્ભવતી હતી. ગુડ્ડુ યાદવનો વિનોદ યાદવ સાથે જમીન અંગે વિવાદ થયો હતો. આ મામલે ગુડ્ડુ યાદવ પર કલમ 307નો કેસ દાખલ થયો હતો. જેના કારણે છેલ્લા આઠ મહિનાથી તે ભાગલપુરની વિશેષ કેન્દ્રીય જેલમાં સજા કાપી રહ્યો હતો. 

માતા અને બાળકનું મોત
6 જૂનના રોજ પલ્લવી જેલમાં બંધ તેના પતિ ગુડ્ડુને મળવા માટે પહોંચી હતી. નંબર આવતા જ જેવો ગુડ્ડુ તેની સામે આવ્યો કે પલ્લવી તેને જોઈને બેહોશ થઈ ગઈ. ત્યારબાદ તેને માયાગંજ હોસ્પિટલ લઈ જવાઈ. અહીં ડોક્ટરોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી. પલ્લવીના મોતની સાથે જ તેના પેટમાં ઉછરી રહેલા બાળકનું પણ આ દુનિયામાં આવતા પહેલા મોત થઈ ગયું. 

પીડિત પરિવારના જણાવ્યાં મુજબ પલ્લવીને આઠમો મહિનો જઈ રહ્યો હતો. ડોક્ટરોએ 27 જૂન ડિલિવરી ડેટ આપી હતી. પરંતુ તે પહેલા જ આ ઘટના ઘટી ગઈ. ગુડ્ડુના ભાઈ વિક્કી યાદવનું કહેવું છે કે પોલીસની મનમાનીના કારણે ભાભી પલ્લવીનો જીવ ગયો. બીજા પક્ષ (વિનોદ યાદવ)ના પૈસા લઈને પોલીસે મારા ભાઈ ગુડ્ડુને જેલમાં મોકલી દીધો. જો ભૈયા જેલમાં ન ગયા હોત તો કદાચ આ સ્થિતિ ન આવત. આજે અમારો આખો પરિવાર વિખરાઈ ગયો. આ માટે ફક્ત પોલીસ પ્રશાસન જવાબદાર છે. 

પલ્લવીના મોત બાદ પરિવારે પોસ્ટમોર્ટમ માટે હા ન પાડી. ત્યારબાદ બધી વિધિ બાદ મૃતદેહને પરિવારને સોંપી દેવાયો હતો. અંતિમ સંસ્કાર માટે પલ્લવીનો પતિ પોલીસ સુરક્ષામાં સ્મશાન ઘાટ પહોંચ્યો અને પત્નીની ચિતાને મુખાગ્નિ આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news