પ્લાઝ્મા માટે મહિલાએ સોશિયલ મીડીયા પર શેર કર્યો નંબર, લોકો મોકલવા લાગ્યા અશ્લીલ ફોટા

એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું કે તમારી ડીપી સારી છે અને હસવા લાગ્યા. કેટલાક લોકો મને પૂછવા લાગ્યા કે શું તમે એકલા રહો છો, ક્યાં રહો છો, શું તમે મારી સાથે વાત કરશો? હું આ બધા કોલ્સથી ખૂબ પરેશાન થઇ ચૂકી હતી અને હું બધા નંબર્સને બ્લોક કરવા લાગી. 

પ્લાઝ્મા માટે મહિલાએ સોશિયલ મીડીયા પર શેર કર્યો નંબર, લોકો મોકલવા લાગ્યા અશ્લીલ ફોટા

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ની મહામારીની બીજી લહેર દેશની કથળતી સ્વાસ્થ્ય વ્યવસાથે ઉજાગર કરી દીધી છે. થોડા દિવસોથી દરરોજ દેશમાં 2 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને દેશના ઘણા ભાગમાં લોકો જીંદગી અને મોત સામે ઝઝૂમી રહ્યા છે. જોકે આ મુશ્કેલ ઘડીમાં લોકો સંવેદનહીન થઇ ચૂક્યા છે અને એક મહિલાએ પોતાના અનુભવો દ્વારા સંવેદનહીનતાને ઉજાગર કરી. 

આ મહિલાએ વાઇસ વર્લ્ડ ન્યૂઝ માટે આર્ટિકલમાં લખ્યું કે મારા પરિવારના એક સભ્ય કોરોના પોઝિટિવ થયા તો અમે તેમના માટે વેંટિલેટર શોધી રહ્યા હતા. હું સોશિયલ મીડિયાની તાકાતમાં વિશ્વાસ ધરાવું છું. મે ટ્વિટર પર મદદ માંગી અને અને મારો ફોન નંબર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો. સૌભાગ્યથી અમને આગામી 6 કલાકમાં વેંટીલેટર મળી ગયું. 

તેમણે આગળ લખ્યું કે ત્યારબાદ થોડા દિવસો પછી અમારે એ પ્લસ બ્લડ ગ્રુપના પ્લાઝ્માની જરૂર પડી. અમે તેના માટે ડોનર્સ શોધી રહ્યા હતા જે અમને પ્લાઝ્મા ડોનેટ કરી શકે. જોકે આ સરળ નથી. હું ફરી એકવાર ઇન્ટરનેટ પર મદદ માંગવા ગઇ. જોકે અમને મદદ મળી રહી ન હતી તો મારા કેટલાક મિત્રોએ સોશિયલ મીડિયા  (Social Media) એકાઉન્ટ પર મારી પરેશાનીને શેર કરી.  

મહિલાએ લખ્યું કે હું ત્યારે ગભરાઇ ગઇ કે મારા ફોન નંબરને એવી જગ્યા પર નાખ્યો છે જે એકદમ પ્રભાવશાળી છે અને તેનાથી ઘણા લોકોને મારી પર્સનલ જાણકારી પ્રાપ્ત કરી શકે છે પરંતુ તે સમયે મારી સૌથી મોટી પ્રાથમિકતા મારા બિમાર ફેમિલી મેંબર હતા એટલા માટે મેં તે વાતને ઇગ્નોર કરી. 

તેમણે આગળ લખ્યું કે પરંતુ આ મારાથી ભૂલ થઇ ગઇ. હું સતત બ્લડ બેંક્સ અને ડોનર્સ સાથે વાત કરી હતી મને સતત નિરાશા હાથ લાગી રહી હતી. આ દરમિયાન એક કોલ આવ્યો અને આ વ્યક્તિએ મને પૂછ્યું કે શું તમે સિંગલ છો? તેણે આટલું કહ્યું અને મેં ફોન કટ કરી દીધો. મારી પાસે તે સમયે વિચારવાનો સમય ન હતો. 

ત્યારબાદ એવા કોલ્સ આવવાના વધી ગયા. એક વ્યક્તિએ કોલ કરીને કહ્યું કે તમારી ડીપી સારી છે અને હસવા લાગ્યા. કેટલાક લોકો મને પૂછવા લાગ્યા કે શું તમે એકલા રહો છો, ક્યાં રહો છો, શું તમે મારી સાથે વાત કરશો? હું આ બધા કોલ્સથી ખૂબ પરેશાન થઇ ચૂકી હતી અને હું બધા નંબર્સને બ્લોક કરવા લાગી. 

જોકે બીજા દિવસની સવાર માટે મારા માટે ભયાવહ સાબિત થઇ. મેં જોયું તો મને સાત લોકો એક સાથે વીડિયો કોલ કરી રહ્યા હતા, મારા વોટ્સએપ પર ત્રણ લોકોએ પોતાના પ્રાઇવેટ પાર્ટના ફોટા મોકલ્યા હતા. હું આ જોઇને એકદમ ગુસ્સે થઇ. મને ખબર ન હતી કે પબ્લિકમાં નંબર આપવાથી મારે ત્રાસ સહન કરવો પડશે.

મહિલાએ કહ્યું કે ત્યારબાદ મેં મારો નંબર દરેક એકાઉન્ટ પરથી હટાવી દીધો જ્યાં મારી અંગત જાણકારી શેર કરવામાં આવે હતી અને મને તે સમયે અહેસાસ થ્યો કે મહામારીના સમયમાં પણ કેટલાક લોકો પોતાની હરકતોથી બાજ આવતા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news