રેલીમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા મુદ્દે ઝી ન્યૂઝે સિદ્ધુ, કોંગ્રેસના નેતાઓ સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

ઝી ન્યૂઝ દ્વારા પંજાપના મંત્રી નવજોત સિંઘ સિદ્ધુ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી પ્રચારની રેલી દરમિયાન લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે 

Yunus Saiyed - | Updated: Dec 6, 2018, 08:46 PM IST
રેલીમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા મુદ્દે ઝી ન્યૂઝે સિદ્ધુ, કોંગ્રેસના નેતાઓ સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
ફોટોઃ PTI

નવી દિલ્હીઃ ઝી ન્યૂઝ દ્વારા પંજાપના મંત્રી નવજોત સિંઘ સિદ્ધુ અને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ રાજસ્થાનના અલવરમાં એક ચૂંટણી પ્રચારની રેલી દરમિયાન લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. 

આ ફરિયાદમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંઘ સુરજેવાલા અને પક્ષના નેતા કરણ સિંઘ યાદવનું નામ પણ દાખલ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ સામે ફરિયાદ કરવામાં આવી છે કે, તેમણે પોતાની રેલીમાં રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા પાકિસ્તાન તરફી નારા લગાવવા દઈને ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. 

વીડિયોની હકીકતઃ ઝી ન્યૂઝે વીડિયો સાથે છેડછાડના આરોપ કર્યા ખોટા સાબિત, કોંગ્રેસની બોલતી બંધ

પોતાની ફરિયાદમાં ઝી ન્યૂઝ દ્વારા આ ઘટનામાં ઊંડી તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે. સાથે જ કોંગ્રેસ પક્ષના સભ્યો સામે કડક પગલાં લેવા પણ જણાવાયું છે. ફરિયાદની સાથે જ આ નારા જ્યાં બોલાવાયા હતા તે રેલીની ફેસબૂક ઉપર પ્રસારિત લાઈવ વીડિયોની એક સીડી અને નજરે જોનારા સાક્ષીઓ દ્વારા ઉતારવામાં આવેલા વીડિયો પણ ચૂંટણી પંચને આપવામાં આવ્યા છે. 

ઝી ન્યૂઝ દ્વારા સિદ્ધુની રેલીમાં લગાવાયેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારાનો વીડિયો પ્રસારિત કરાયા બાદ કોંગ્રેસના નેતાઓએ એવો આરોપ લગાવાયો કે, ઝી ન્યુઝ દ્વારા વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. સાથે જ સિદ્ધુએ ઝી ન્યૂઝ પર માનહાનીનો કેસ ઠોકવાની પણ ધમકી આપી હતી. કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા વારંવાર એવા વીડિયો પોસ્ટ કરાયા જેમાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર એડિટ કરી દેવાયા હતા. 

પાકિસ્તાની મીડિયાએ પણ કવર કર્યા કોંગ્રેસના નેતા સિદ્ધુની રેલીમાં લાગેલા 'પાકિસ્તાન ઝિન્દાબાદ' નારા

ઝી ન્યૂઝના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીએ કોંગ્રેસના રણદીપ સુરજેવાલા સાથે તેમની ટ્વીટ અંગે વાત કરી, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે ઝી ન્યૂઝ દ્વારા ખોટો વીડિયો ચલાવાયો છે અને રેલીમાં 'સત શ્રી અકાલ'ના નારા લાગ્યા હતા. સુરજેવાલાએ પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. 

જોકે, સુધીર ચૌધરીએ સુરજેવાલાના તમામ આરોપોને ખોટા ઠેરવ્યા અને એ સાબિત કર્યું કે કોંગ્રેસના નેતા દ્વારા જે વીડિયો પોસ્ટ કરાયો છે તે બહુ જ સાવચેતીપૂર્વક એડિટ કરવામાં આવ્યો છે. જેમાં 'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગી ગયા બાદની રેલી દર્શાવાઈ છે.  

'પાકિસ્તાન ઝિન્દાબાદ'ના નારા લાગશે જ, જો તમે પાક. સૈન્યના વડાને ગળે લગાડશો: અમિત શાહ

પડોશી દેશ પાકિસ્તાનની કેટલીક ન્યૂઝ ચેનલ દ્વારા પણ પાકિસ્તાન તરફી નારા લગાવતો આ વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. 

ભારતના વધુ સમાચાર જાણવા કરો ક્લિક...